વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • jy પ્રકરણ ૨૯ પાન ૭૨-પાન ૭૩ ફકરો ૮
  • શું સાબ્બાથના દિવસે સારું કામ કરી શકાય?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું સાબ્બાથના દિવસે સારું કામ કરી શકાય?
  • ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • સરખી માહિતી
  • લોકોને તે ખૂબ પ્રેમ કરતા
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • ‘તેમનો સમય હજુ આવ્યો ન હતો’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
jy પ્રકરણ ૨૯ પાન ૭૨-પાન ૭૩ ફકરો ૮
બેથઝાથાના કુંડ પાસે ઈસુ બીમાર માણસ સાથે વાત કરે છે

પ્રકરણ ૨૯

શું સાબ્બાથના દિવસે સારું કામ કરી શકાય?

યોહાન ૫:૧-૧૬

  • ઈસુ યહુદિયામાં પ્રચાર કરે છે

  • એક બીમાર માણસને ઈસુ કુંડ પાસે સાજો કરે છે

ગાલીલના જોરદાર સેવાકાર્ય દરમિયાન, ઈસુએ ઘણું બધું કર્યું હતું. જોકે, ઈસુએ કહ્યું: “ઈશ્વરના રાજ્યની ખુશખબર મારે બીજાં શહેરોમાં પણ જણાવવી જોઈએ.” એ વખતે તેમના મનમાં ગાલીલ સિવાય બીજા વિસ્તારો પણ હતા. તેથી, તે “યહુદિયાનાં સભાસ્થાનોમાં પ્રચાર કરતા ગયા.” (લુક ૪:૪૩, ૪૪) એ સારો સમય હતો, કેમ કે હમણાં વસંત ૠતુ હતી અને યરૂશાલેમમાં પાસ્ખાનો તહેવાર પાસે આવતો હતો.

ઈસુએ ગાલીલમાં કરેલા જોરદાર સેવાકાર્યની સરખામણીમાં યહુદિયાના સેવાકાર્ય વિશે ખુશખબરનાં પુસ્તકોમાં ઓછી માહિતી મળે છે. યહુદિયાના લોકો બહુ સાંભળતા ન હતા. તોપણ, ઈસુ બધી જગ્યાએ પૂરી ધગશથી પ્રચારકાર્ય અને સારાં કામો કરતા રહ્યા.

ઈસવીસન ૩૧ના પાસ્ખાના તહેવાર માટે, ઈસુ જલદી જ યહુદિયાના મુખ્ય શહેર યરૂશાલેમ તરફ આગળ વધ્યા. યરૂશાલેમમાં મેંઢાભાગળ પાસેના ભીડભાડવાળા વિસ્તારમાં, બેથઝાથા નામનો પરસાળવાળો એક મોટો કુંડ હતો. બીમાર, આંધળા અને લૂલા હોય એવા ઘણા લોકો આ કુંડ પાસે આવતા. શા માટે? એવું માનવામાં આવતું કે પાણી હલાવવામાં આવે ત્યારે, કુંડમાં ઊતરવાથી લોકો સાજા થઈ શકે છે.

હવે સાબ્બાથનો દિવસ હતો. ઈસુએ આ કુંડ પાસે ૩૮ વર્ષથી બીમાર એક માણસને જોયો. ઈસુએ તેને કહ્યું: “શું તું સાજો થવા ચાહે છે?” માણસે જવાબ આપ્યો: “સાહેબ, જ્યારે પાણી હલાવવામાં આવે છે, ત્યારે મને કુંડમાં ઉતારવા માટે કોઈ હોતું નથી; અને હજુ હું કુંડમાં ઊતરવા જાઉં, એટલામાં બીજું કોઈ મારી આગળ ઊતરી જાય છે.”—યોહાન ૫:૬, ૭.

ઈસુએ હવે જે કહ્યું એ સાંભળીને બીમાર માણસ અને આસપાસના લોકોને પણ ચોક્કસ નવાઈ લાગી હશે: “ઊભો થા! તારી પથારી ઉપાડીને ચાલ.” (યોહાન ૫:૮) તે માણસે એમ જ કર્યું. તે તરત જ સાજો થઈને પોતાની પથારી ઉઠાવીને ચાલવા લાગ્યો!

ઈસુએ સાજા કરેલા માણસ સાથે યહુદીઓ વાત કરે છે

એ બનાવથી ખુશ થવાને બદલે, યહુદીઓએ એ માણસને જોઈને તેની ટીકા કરતા કહ્યું: “આજે સાબ્બાથ છે અને નિયમ પ્રમાણે તારે પથારી ઊંચકવી ન જોઈએ.” માણસે તેઓને જવાબ આપ્યો: “જેમણે મને સાજો કર્યો છે, તેમણે જ મને કહ્યું, ‘તારી પથારી ઉપાડીને ચાલ.’” (યોહાન ૫:૧૦, ૧૧) એ યહુદીઓ સાબ્બાથના દિવસે સાજા કરનાર વિશે વાંધાવચકા કાઢવા લાગ્યા.

તેઓને જાણવું હતું કે, ‘એ માણસ કોણ છે જેણે કહ્યું, “પથારી ઉપાડીને ચાલ”?’ તેઓએ કેમ એવો સવાલ પૂછ્યો? “ઈસુ ત્યાં ટોળામાં ભળી ગયા હતા” અને સાજા થયેલા માણસને તેમનું નામ ખબર ન હતી. (યોહાન ૫:૧૨, ૧૩) પણ, એ માણસને ફરીથી ઈસુનો ભેટો થયો. પછીથી, સાજો થયેલો માણસ મંદિરમાં ઈસુને મળ્યો અને તેને ખબર પડી કે કુંડ પાસે પોતાને સાજા કરનાર કોણ હતા.

સાજો થયેલો માણસ યહુદીઓને મળ્યો, જેઓએ તેના સાજા થવા વિશે પૂછ્યું હતું. તેણે જણાવ્યું કે તે ઈસુ હતા. એ જાણીને યહુદીઓ ઈસુ પાસે ગયા. શું તેઓને એ જાણવું હતું કે ઈસુએ એવાં જોરદાર કામો કઈ રીતે કર્યાં? ના. પણ, ઈસુ સાબ્બાથના દિવસે સારાં કામ કરતા હતા, એ માટે વાંક કાઢવા ગયા હતા. તેઓએ ઈસુને સતાવવાનું પણ શરૂ કર્યું.

  • ઈસુ શા માટે યહુદિયા તરફ આગળ વધ્યા અને તેમણે શું કરવાનું ચાલુ રાખ્યું?

  • બેથઝાથા નામે ઓળખાતા કુંડમાં લોકો શા માટે ઊતરતા હતા?

  • કુંડ પાસે ઈસુએ કયો ચમત્કાર કર્યો અને એ બનાવથી અમુક યહુદીઓએ શું કર્યું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો