વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • jy પ્રકરણ ૫૫ પાન ૧૩૪-પાન ૧૩૫ ફકરો ૧૦
  • ઈસુના શબ્દોથી ઘણાને આઘાત લાગે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુના શબ્દોથી ઘણાને આઘાત લાગે છે
  • ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • સરખી માહિતી
  • તમે હંમેશ માટેનું જીવન મેળવી શકો છો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • ઈસુ “જીવનની રોટલી” છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • જીવન ઈશ્વરની ભેટ છે, એની કદર કરો!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
jy પ્રકરણ ૫૫ પાન ૧૩૪-પાન ૧૩૫ ફકરો ૧૦
ઈસુ બાર પ્રેરિતો સાથે વાત કરે છે તેમ યહુદા શંકાથી બીજી તરફ જુએ છે; બીજા શિષ્યો કચકચ શરૂ કરીને જતા રહે છે

પ્રકરણ ૫૫

ઈસુના શબ્દોથી ઘણાને આઘાત લાગે છે

યોહાન ૬:૪૮-૭૧

  • ઈસુ પોતાનું માંસ ખાવાનું અને લોહી પીવાનું કહે છે

  • ઘણા ઠોકર ખાય છે અને તેમનો સાથ છોડી દે છે

ઈસુ કાપરનાહુમના સભાસ્થાનમાં શીખવતા હતા કે પોતે સ્વર્ગમાંથી આવેલી રોટલી છે. ગાલીલ સરોવરની પૂર્વ તરફથી આવેલા આ એ જ લોકો હતા, જેઓને ઈસુએ રોટલીઓ અને માછલીઓથી જમાડ્યા હતા. ઈસુએ તેઓને શીખવવાનું ચાલુ રાખ્યું.

ઈસુએ કહ્યું: “તમારા બાપદાદાઓએ વેરાન પ્રદેશમાં માન્‍ના ખાધું અને છતાં તેઓ મરણ પામ્યા.” તેમણે આગળ સમજાવતા કહ્યું: “સ્વર્ગમાંથી નીચે આવેલી જીવનની રોટલી હું છું. જો કોઈ આ રોટલી ખાય તો તે હંમેશાં જીવશે; અને ખરું જોતાં, એ રોટલી મારું શરીર છે અને દુનિયાના લોકોને જીવન મળે માટે હું એ આપીશ.”—યોહાન ૬:૪૮-૫૧.

ઈસવીસન ૩૦ની વસંત ૠતુમાં ઈસુએ નિકોદેમસને કહ્યું હતું કે ઈશ્વરે દુનિયા પર એટલો બધો પ્રેમ કર્યો કે પોતાના દીકરાને ઉદ્ધાર કરનાર તરીકે મોકલ્યા. ઈસુએ ભાર મૂક્યો કે પોતે જે બલિદાન આપવાના હતા, એમાં શ્રદ્ધા રાખવાની જરૂર હતી; એ તેમનું માંસ ખાવા બરાબર હતું. હંમેશ માટેનું જીવન મેળવવાનો એ જ રસ્તો હતો.

પરંતુ, ઈસુની સાથે લોકો સહમત થયા નહિ. તેઓ પૂછવા લાગ્યા: “આ માણસ પોતાનું શરીર આપણને ખાવા માટે કઈ રીતે આપી શકે?” (યોહાન ૬:૫૨) ઈસુ સમજાવવા ચાહતા હતા કે તેઓએ સાચે જ શરીર ખાવાનું ન હતું, પણ એનો અર્થ સમજવાનો હતો. તેમણે પછી જે કહ્યું, એનાથી એ સાબિત થયું:

“તમે માણસના દીકરાનું માંસ નહિ ખાઓ અને તેનું લોહી નહિ પીઓ, તો તમને જીવન મળશે નહિ. જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તેને હંમેશ માટેનું જીવન મળશે, . . . કેમ કે મારું માંસ એ અસલ ખોરાક છે અને મારું લોહી એ અસલ પીણું છે. જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તે મારી સાથે એકતામાં રહે છે.”—યોહાન ૬:૫૩-૫૬.

કલ્પના કરો કે એ શબ્દોથી યહુદીઓને કેટલો આઘાત લાગ્યો હશે! તેઓએ વિચાર્યું હશે કે ઈસુ તેઓને મનુષ્યનું માંસ ખાઈને કે લોહી પીને ઈશ્વરનો નિયમ તોડવાનું કહેતા હતા. (ઉત્પત્તિ ૯:૪; લેવીય ૧૭:૧૦, ૧૧) પણ, ઈસુ કંઈ ખરેખર માંસ ખાવાની કે લોહી પીવાની વાત કરતા ન હતા. ઈસુ ભાવિમાં પોતાના સંપૂર્ણ માનવ શરીરનું બલિદાન આપીને પોતાનું લોહી વહેવડાવવાના હતા. તેમણે જણાવ્યું કે જે કોઈ હંમેશ માટેનું જીવન મેળવવા માંગે, તેણે એ બલિદાનમાં શ્રદ્ધા રાખવી પડશે. તેમ છતાં, ઈસુના ઘણા શિષ્યો પણ એ વાત સમજ્યા નહિ. કેટલાકે કહ્યું: “આ વાત ગળે ઉતારવી અઘરી છે; આવું કોણ સાંભળી શકે?”—યોહાન ૬:૬૦.

ઈસુને ખબર પડી કે પોતાના અમુક શિષ્યો કચકચ કરતા હતા. તેથી, તેમણે પૂછ્યું: “શું એનાથી તમે ઠોકર ખાઓ છો? તો પછી, માણસનો દીકરો જ્યાંથી આવ્યો હતો, ત્યાં તેને પાછો ચડતા તમે જોશો ત્યારે શું થશે? . . . મેં તમને જે વાતો કહી છે એ પવિત્ર શક્તિથી છે અને એ જીવન આપે છે. પરંતુ, તમારામાંના અમુક એવા છે, જેઓ ભરોસો મૂકતા નથી.” એ સાંભળીને ઘણા શિષ્યો જતા રહ્યા અને તેમને પગલે ચાલવાનું છોડી દીધું.—યોહાન ૬:૬૧-૬૪.

એટલે, ઈસુએ પોતાના ૧૨ પ્રેરિતોને પૂછ્યું: “શું તમે પણ જતા રહેવા ચાહો છો?” પીતરે જવાબ આપ્યો: “પ્રભુ, અમે કોની પાસે જઈએ? હંમેશ માટેના જીવનની વાતો તો તમારી પાસે છે. અમે માનીએ છીએ અને એ જાણી ગયા છીએ કે તમે જ ઈશ્વરના પવિત્ર સેવક છો.” (યોહાન ૬:૬૭-૬૯) વફાદારી બતાવતા કેવા જોરદાર શબ્દો! ખરું કે, ઈસુ એ વિષય પર જે શીખવતા હતા, એની પીતર અને બીજા શિષ્યોને પણ પૂરી સમજણ પડી ન હતી.

પીતરના જવાબથી ઈસુ ખુશ થયા હોવા છતાં તેમણે કહ્યું: “શું મેં તમને બારને પસંદ કર્યા નથી? તોપણ, તમારામાંનો એક નિંદા કરનાર છે.” (યોહાન ૬:૭૦) ઈસુ અહીં યહુદા ઇસ્કારિયોતની વાત કરતા હતા. એ સમયે ઈસુને ખબર પડી હોય શકે કે યહુદા ખોટા માર્ગે જઈ રહ્યો છે.

જોકે, ઈસુને એ વાતનો ચોક્કસ સંતોષ હતો કે પીતર અને બીજા પ્રેરિતોએ તેમને પગલે ચાલવાનું છોડ્યું ન હતું; તેમ જ, ઈસુ કરતા હતા એ જીવન બચાવવાનું કામ પડતું મૂક્યું ન હતું.

  • ઈસુએ કઈ રીતે લોકોને પોતાનું શરીર આપ્યું? કોઈ કઈ રીતે ‘ઈસુનું માંસ ખાય’ શકે?

  • ઈસુએ પોતાના માંસ અને લોહી વિશે જે કહ્યું એનાથી લોકોને કેમ આઘાત લાગ્યો? પણ ઈસુ શાના પર ભાર મૂકતા હતા?

  • લોકોએ ઈસુને પગલે ચાલવાનું છોડી દીધું ત્યારે, પીતરે શું કહ્યું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો