વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lfb પાઠ ૩૨ પાન ૮૦-પાન ૮૧ ફકરો ૨
  • એક નવો આગેવાન અને બે બહાદુર સ્ત્રીઓ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એક નવો આગેવાન અને બે બહાદુર સ્ત્રીઓ
  • ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • સરખી માહિતી
  • યહોવાહના સાથથી બારાકે જીત મેળવી
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • રાજીખુશીથી કરેલી સેવા, આપે યહોવાને મહિમા
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
lfb પાઠ ૩૨ પાન ૮૦-પાન ૮૧ ફકરો ૨
બારાક દબોરાહને પોતાની સાથે આવવા કહી રહ્યા છે

પાઠ ૩૨

એક નવો આગેવાન અને બે બહાદુર સ્ત્રીઓ

યહોશુઆએ ઘણાં વર્ષો સુધી યહોવાના લોકોની આગેવાની કરી. પછી ૧૧૦ વર્ષની ઉંમરે તેમનું મરણ થયું. તે જીવ્યા ત્યાં સુધી ઇઝરાયેલીઓએ યહોવાની ભક્તિ કરી. પણ યહોશુઆના મરણ પછી કનાનીઓની જેમ તેઓ મૂર્તિની પૂજા કરવા લાગ્યા. ઇઝરાયેલીઓએ યહોવાની વાત માનવાનું છોડી દીધું. એટલે જ્યારે કનાનના એક રાજા યાબીને તેઓનું જીવવું અઘરું કરી નાખ્યું, ત્યારે યહોવાએ તેને રોક્યો નહિ. લોકોએ મદદ માટે યહોવાને વિનંતી કરી. એટલે યહોવાએ તેઓને બારાક નામના એક નવા આગેવાન આપ્યા. બારાકે લોકોને યહોવા પાસે પાછા ફરવા મદદ કરી.

દબોરાહ નામનાં એક પ્રબોધિકાએ (પ્રબોધક કે પ્રબોધિકા એટલે એવી વ્યક્તિ જે યહોવાનો સંદેશો લોકોને જણાવે) બારાકને બોલાવ્યા. તેમણે યહોવાનો આ સંદેશ બારાકને જણાવ્યો: ‘તારી સાથે ૧૦,૦૦૦ માણસો લઈને કીશોન નદીએ જા અને ત્યાં યાબીનની સેના સામે લડાઈ કર. તું યાબીનના સેનાપતિ સીસરાને હરાવી દેશે.’ બારાકે દબોરાહને કહ્યું: ‘તું મારી સાથે આવશે, તો જ હું જઈશ.’ દબોરાહે કહ્યું: ‘હું તારી સાથે આવીશ. પણ સીસરાને તું નહિ મારે. યહોવાએ કહ્યું છે કે એક સ્ત્રી તેને મારી નાખશે.’

લડાઈની તૈયારી કરવા દબોરાહ, બારાક અને તેમની સેના તાબોર પર્વત પર ગયાં. સીસરાને એ વાતની ખબર પડી કે તરત તેણે યુદ્ધના રથો અને સેનાને પર્વત નીચે ભેગાં કર્યાં. દબોરાહે બારાકને કહ્યું: ‘આજે યહોવા તને જીત અપાવશે.’ સીસરાની શક્તિશાળી સેના સામે લડવા બારાક અને તેમના ૧૦,૦૦૦ માણસો પર્વત પરથી નીચે ઊતર્યા.

પછી યહોવા કીશોન નદીમાં પૂર લાવ્યા. સીસરાના યુદ્ધના રથો કીચડમાં ફસાઈ ગયા. સીસરા પોતાનો રથ છોડીને ભાગવા લાગ્યો. બારાક અને તેમના સૈનિકોએ સીસરાની સેનાને હરાવી દીધી. પણ સીસરા બચીને ભાગી ગયો. તે જઈને યાએલ નામનાં સ્ત્રીના તંબુમાં છુપાઈ ગયો. યાએલે તેને પીવા માટે દૂધ આપ્યું અને ધાબળો ઓઢાડી દીધો. સીસરા ખૂબ થાકી ગયો હતો એટલે તે ઘસઘસાટ સૂઈ ગયો. પછી યાએલ ચૂપચાપ તેની પાસે ગયાં અને તંબુનો ખીલો તેના માથામાં ઠોકી દીધો. સીસરા ત્યાં જ ખતમ થઈ ગયો.

બારાક અને દબોરાહ યહોવાનો જયજયકાર કરવા ગીત ગાય છે

બારાક સીસરાને શોધતા શોધતા તંબુ પાસે આવ્યા. યાએલે તંબુની બહાર આવીને તેમને કહ્યું: ‘અંદર આવો. તમે જેને શોધો છો, તે અહીંયા છે.’ બારાકે અંદર જઈને સીસરાને મરેલો જોયો. બારાક અને દબોરાહે યહોવાનો જયજયકાર કરવા ગીત ગાયું. કેમ કે, યહોવાએ ઇઝરાયેલીઓને દુશ્મનો પર જીત અપાવી હતી. પછીના ૪૦ વર્ષ સુધી ઇઝરાયેલ દેશમાં શાંતિ રહી.

“ખુશખબર કહેનારી સ્ત્રીઓનું મોટું ટોળું છે.”—ગીતશાસ્ત્ર ૬૮:૧૧

સવાલ: દબોરાહે કઈ રીતે ઇઝરાયેલીઓને મદદ કરી? યાએલે કઈ રીતે હિંમત બતાવી?

ન્યાયાધીશો ૪:૧–૫:૩૧

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો