વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lfb પાઠ ૩૩ પાન ૮૨-પાન ૮૩ ફકરો ૨
  • રૂથ અને નાઓમી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • રૂથ અને નાઓમી
  • ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • સરખી માહિતી
  • “જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની”
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • રૂથ પુસ્તકના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • “સદ્‍ગુણી સ્ત્રી”
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • રૂથ મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
વધુ જુઓ
ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
lfb પાઠ ૩૩ પાન ૮૨-પાન ૮૩ ફકરો ૨
નાઓમી રૂથને ઘરે પાછા જવા કહે છે

પાઠ ૩૩

રૂથ અને નાઓમી

એકવાર ઇઝરાયેલમાં દુકાળ પડ્યો. એટલે નાઓમી નામનાં ઇઝરાયેલી સ્ત્રી પોતાના પતિ અને બંને દીકરાઓ સાથે મોઆબ દેશ ગયાં. પછીથી નાઓમીના પતિ ગુજરી ગયા. તેમનાં બંને દીકરાઓએ મોઆબી સ્ત્રીઓ સાથે લગ્‍ન કર્યાં. એકનું નામ હતું રૂથ અને બીજીનું ઓર્પાહ. પણ દુઃખની વાત છે કે થોડા સમય પછી નાઓમીના બંને દીકરાઓ પણ ગુજરી ગયાં.

નાઓમીએ સાંભળ્યું કે હવે ઇઝરાયેલમાં દુકાળ નથી. એટલે તેમણે પોતાના દેશ પાછા જવાનું નક્કી કર્યું. રૂથ અને ઓર્પાહ પણ તેમની સાથે જવા નીકળ્યા. રસ્તામાં નાઓમીએ તેઓને કહ્યું: ‘તમે પત્ની અને વહુની જવાબદારી સારી રીતે પૂરી કરી છે. હવે હું ચાહું છું કે તમે બંને મોઆબ પાછા જાઓ અને ફરી લગ્‍ન કરી લો.’ પણ તેઓએ કહ્યું: ‘તમે અમને બહુ વહાલા છો. અમે તમને છોડીને નહિ જઈએ.’ નાઓમીએ ઘણી વાર તેઓને પોતાના ઘરે પાછા જવાનું કહ્યું. છેવટે ઓર્પાહ જતી રહી, પણ રૂથ ગયાં નહિ. નાઓમીએ રૂથને કહ્યું: ‘ઓર્પાહ પોતાના લોકો અને પોતાના દેવો પાસે પાછી જઈ રહી છે. તું પણ તેની સાથે તારી માના ઘરે પાછી જા.’ રૂથે કહ્યું: ‘હું તમને છોડીને નહિ જાઉં. તમારા લોકો મારા લોકો થશે અને તમારો ઈશ્વર મારો ઈશ્વર થશે.’ તમને શું લાગે છે, રૂથની એ વાત સાંભળીને નાઓમીને કેવું લાગ્યું હશે?

રૂથ અને નાઓમી ઇઝરાયેલ આવ્યાં ત્યારે, જવની કાપણી શરૂ થઈ ગઈ હતી. એક દિવસ, બોઆઝ નામના માણસના ખેતરમાં રૂથ રહી ગયેલું અનાજ વીણવા ગયાં. બોઆઝ રાહાબના દીકરા હતા. બોઆઝે સાંભળ્યું હતું કે રૂથ મોઆબી સ્ત્રી છે અને તેમણે નાઓમીનો સાથ છોડ્યો નથી. બોઆઝે ખેતરમાં કામ કરનારા લોકોને કહ્યું કે તેઓ ખેતરમાં થોડું વધારે અનાજ રહેવા દે, જેથી રૂથ એને વીણી શકે.

રૂથ બોઆઝના ખેતરમાં અનાજ વીણી રહ્યા છે

સાંજે નાઓમીએ રૂથને પૂછ્યું: ‘તેં આજે કોના ખેતરમાં કામ કર્યું?’ રૂથે કહ્યું: ‘બોઆઝ નામના માણસના ખેતરમાં.’ નાઓમીએ કહ્યું: ‘તે તો મારા પતિના સગામાં છે. તું બીજી યુવાન સ્ત્રીઓ સાથે એ ખેતરમાં જ કામ કરજે. ત્યાં તને કોઈ હેરાન નહિ કરે.’

બોઆઝ, રૂથ અને ઓબેદ સાથે નાઓમી છે

કાપણીનો સમય પૂરો થયો ત્યાં સુધી, રૂથ બોઆઝના ખેતરમાં જ કામ કરતાં રહ્યાં. બોઆઝે જોયું કે રૂથ ખૂબ મહેનતુ છે અને સારા સ્વભાવનાં છે. એ સમયમાં જો કોઈ માણસ ગુજરી જાય અને તેનો કોઈ દીકરો ન હોય, તો તેના સગાંમાંથી કોઈ તેની વિધવા સાથે લગ્‍ન કરતો. એટલે બોઆઝે રૂથ સાથે લગ્‍ન કર્યા. તેઓને એક દીકરો થયો, જેનું નામ ઓબેદ હતું. આગળ જતાં ઓબેદ દાઉદ રાજાના દાદા બન્યા. અડોશ-પડોશની સ્ત્રીઓ બહુ ખુશ થઈ. તેઓએ નાઓમીને કહ્યું: ‘પહેલા યહોવાએ તને રૂથ આપી, જેણે તને ઘણો સાથ આપ્યો. હવે તને પૌત્ર આપ્યો છે. યહોવાની સ્તુતિ થાઓ!’

“એક એવો દોસ્ત છે, જે સગા ભાઈ કરતાં વધારે પ્રેમ બતાવે છે.”—નીતિવચનો ૧૮:૨૪

સવાલ: રૂથે કઈ રીતે નાઓમીને પ્રેમ બતાવ્યો? યહોવાએ કઈ રીતે રૂથ અને નાઓમીની સંભાળ રાખી?

રૂથ ૧:૧–૪:૨૨; માથ્થી ૧:૫

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો