વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lfb પાઠ ૪૦ પાન ૯૮-પાન ૯૯ ફકરો ૨
  • દાઉદ અને ગોલ્યાથ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દાઉદ અને ગોલ્યાથ
  • ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • સરખી માહિતી
  • “લડાઈ તો યહોવાની છે”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
  • દાઊદ બીકણ ન હતા
    મારી બાઇબલ વાર્તાઓ
  • “લડાઈ તો યહોવાહની છે”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • ઇઝરાયલી લોકો રાજા માંગે છે
    બાઇબલનો સંદેશો શું છે?
વધુ જુઓ
ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
lfb પાઠ ૪૦ પાન ૯૮-પાન ૯૯ ફકરો ૨
દાઉદ ગોફણમાં પથ્થર મૂકીને ગોલ્યાથ તરફ ફેંકી રહ્યો છે

પાઠ ૪૦

દાઉદ અને ગોલ્યાથ

યહોવાએ શમુએલને કહ્યું: ‘યિશાઈના ઘરે જા. તેનો એક દીકરો ઇઝરાયેલનો નવો રાજા બનશે.’ એટલે શમુએલ યિશાઈના ઘરે ગયા. યિશાઈના સૌથી મોટા દીકરાને જોઈને શમુએલને લાગ્યું: ‘યહોવાએ ચોક્કસ આ યુવાનને પસંદ કર્યો હશે.’ પણ યહોવાએ શમુએલને જણાવ્યું: ‘મેં તેને પસંદ કર્યો નથી. હું ફક્ત માણસનો બહારનો દેખાવ નહિ પણ તેનું દિલ જોઉં છું.’

શમુએલ દાઉદનો અભિષેક કરે છે

યિશાઈ પોતાના બીજા છ દીકરાઓને શમુએલ પાસે લાવ્યા. પણ શમુએલે કહ્યું: ‘યહોવાએ આમાંથી કોઈને પણ પસંદ કર્યો નથી. શું તમારો હજુ કોઈ દીકરો છે?’ યિશાઈએ કહ્યું: ‘હા, હજુ મારો એક સૌથી નાનો દીકરો છે. તેનું નામ દાઉદ છે. તે મારાં ઘેટાં ચરાવવાં ગયો છે.’ દાઉદ ઘરે આવ્યો ત્યારે, યહોવાએ શમુએલને કહ્યું: ‘મેં તેને પસંદ કર્યો છે.’ શમુએલે દાઉદના માથા પર તેલ રેડીને અભિષેક કર્યો, જેથી તે આગળ જતાં ઇઝરાયેલનો રાજા બને.

ગોલ્યાથ

થોડા સમય પછી, ઇઝરાયેલીઓ અને પલિસ્તીઓ વચ્ચે લડાઈ શરૂ થવાની હતી. પલિસ્તીઓનો એક સૈનિક હતો, જે બહુ કદાવર હતો. તેનું નામ ગોલ્યાથ હતું. તે દરરોજ ઇઝરાયેલીઓની મશ્કરી કરતો હતો. તે બૂમો પાડીને કહેતો: ‘મારી સામે લડવા એક માણસને મોકલો. જો તે જીતી જશે, તો અમે તમારા ગુલામ બની જઈશું. પણ જો હું જીતી જઈશ, તો તમે અમારા ગુલામ બની જશો.’

દાઉદના ભાઈઓ સૈનિકો હતા. દાઉદ પોતાના ભાઈઓ માટે ખાવાનું લઈને ઇઝરાયેલીઓની છાવણીમાં ગયો. તેણે ગોલ્યાથની વાત સાંભળી અને કહ્યું: ‘હું તેની સાથે લડીશ.’ પણ શાઉલ રાજાએ કહ્યું: ‘તું તો હજુ નાનો છે.’ દાઉદે કહ્યું: ‘યહોવા મારી મદદ કરશે.’

શાઉલે પોતાનું બખ્તર અને હથિયાર દાઉદને આપ્યાં, પણ દાઉદે કહ્યું: ‘આ બધું લઈને હું લડી નહિ શકું.’ દાઉદે પોતાની ગોફણ લીધી અને નદી પાસે ગયો. ત્યાં તેણે પાંચ સુંવાળા પથ્થર લીધા અને પોતાની થેલીમાં મૂક્યા. પછી તે ગોલ્યાથ સામે ગયો. ગોલ્યાથે બૂમ પાડીને કહ્યું: ‘ઓ છોકરા, અહીં આવ. હું તને મારી નાખીશ. પછી પક્ષીઓ અને જંગલી જાનવરો સામે નાખી દઈશ.’ પણ દાઉદ ડર્યો નહિ. તેણે પણ બૂમ પાડીને કહ્યું: ‘તું મારી સામે તલવાર અને ભાલો લઈને આવે છે, પણ હું યહોવાના નામે આવું છું. તું અમારી સામે નહિ પણ ઈશ્વર સામે લડી રહ્યો છે. અહીંયા જેટલા પણ લોકો છે, એ બધા જોશે કે યહોવા તલવાર અને ભાલા કરતાં પણ વધારે શક્તિશાળી છે. યહોવા તમને બધાને અમારા હાથમાં સોંપી દેશે.’

દાઉદે પોતાની ગોફણમાં એક પથ્થર મૂક્યો અને એને જોરથી વીંઝીને ફેંક્યો. પથ્થર સીધો ગોલ્યાથના કપાળમાં ઘૂસી ગયો. એમ થવા પાછળ યહોવાનો હાથ હતો. ગોલ્યાથ ત્યાં જ જમીન પર પડીને મરી ગયો. એ જોઈને પલિસ્તીઓ પોતાનો જીવ બચાવવા ભાગવા લાગ્યા. શું તમે દાઉદની જેમ યહોવા પર ભરોસો રાખો છો?

“માણસો માટે આ અશક્ય છે, પણ ઈશ્વર માટે એવું નથી. ઈશ્વર માટે બધું જ શક્ય છે.”—માર્ક ૧૦:૨૭

સવાલ: યહોવાએ ઇઝરાયેલના નવા રાજા તરીકે કોને પસંદ કર્યા? દાઉદે કઈ રીતે ગોલ્યાથને હરાવ્યો?

૧ શમુએલ ૧૬:૧-૧૩; ૧૭:૧-૫૪

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો