ભાગ એકમાં શું છે?
બાઇબલની શરૂઆતમાં જણાવ્યું છે કે આકાશ, પૃથ્વી અને એમાંની દરેક નાની-મોટી સુંદર વસ્તુઓ યહોવાએ બનાવી છે. તમારા બાળકને એ જોવા મદદ કરો કે સૃષ્ટિમાં કેટલી અલગ અલગ વસ્તુઓ છે. બાળકને સમજાવો કે ઈશ્વરે માણસોને પ્રાણીઓ કરતાં એકદમ અલગ બનાવ્યા છે. આપણને એ રીતે બનાવ્યા છે કે આપણે વાત કરી શકીએ, વિચારી શકીએ, નવી નવી વસ્તુઓ બનાવી શકીએ, ગીતો ગાઈ શકીએ અને પ્રાર્થના કરી શકીએ. એ બધું પ્રાણીઓ નથી કરી શકતાં. તેને એ પણ સમજવા મદદ કરો કે યહોવા પાસે કેટલી શક્તિ અને બુદ્ધિ છે! ખાસ કરીને એ બતાવો કે યહોવા પોતાની સૃષ્ટિને અને આપણને દરેકને ખૂબ પ્રેમ કરે છે.