ભાગ ત્રણમાં શું છે?
બાઇબલમાં જણાવ્યું છે કે મોટા પૂર પછીના વર્ષોમાં બહુ થોડા લોકો યહોવાની ભક્તિ કરતા હતા. એમાંના એક હતા, ઇબ્રાહિમ. તે યહોવાના દોસ્ત હતા. તમને ખબર છે, તે યહોવાના દોસ્ત કેમ કહેવાતા હતા? તમારા બાળકને સમજવા મદદ કરો કે યહોવા તેને ખૂબ પ્રેમ કરે છે અને તેને મદદ કરવા ચાહે છે. ઇબ્રાહિમ, લોત અને યાકૂબ જેવા વફાદાર લોકોની જેમ, આપણે પણ યહોવા પાસે મદદ માંગી શકીએ છીએ. આપણે ભરોસો રાખી શકીએ કે યહોવા પોતાનું દરેક વચન પૂરું કરશે.