ભાગ દસમાં શું શીખીશું?
યહોવા આખા વિશ્વના રાજા છે. સૃષ્ટિમાં બધું હંમેશાંથી તેમના કાબૂમાં રહ્યું છે અને હંમેશાં રહેશે. દાખલા તરીકે, યર્મિયાને એક ઊંડા કૂવામાં નાખી દેવામાં આવ્યા હતા. જો યહોવાએ તેમને બચાવ્યા ન હોત, તો તે મરી ગયા હોત. યહોવાએ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને આગની ભઠ્ઠીમાંથી બચાવ્યા. તેમણે દાનિયેલને સિંહોના પંજામાંથી છોડાવ્યા. યહોવાએ એસ્તેરનું રક્ષણ કર્યું, જેથી તે આખી ઇઝરાયેલી પ્રજાનો નાશ થતા બચાવે. યહોવા હંમેશ માટે બૂરાઈને ચાલવા નહિ દે. તેમણે એક મોટી મૂર્તિ અને એક મોટા ઝાડ વિશે ભવિષ્યવાણી કરી હતી. એ ભવિષ્યવાણીથી આપણને ખાતરી મળે છે કે યહોવાનું રાજ્ય જલદી જ બધી દુષ્ટતા ખતમ કરી દેશે અને ધરતી પર રાજ કરશે.