ગીત ૧૨૧
પોતાના પર કાબૂ રાખ્યે
૧. યાહના નિયમો કેટલા છે વ્હાલા
પણ મને ઘેરી લે વિચારો ખોટા
દોડે ઇચ્છાઓ ઘોડા જેવી
લગામ જરૂરી કાબૂ રાખવા
૨. આ પાપ કેમ દિલમાં કરે છે વસવાટ
ને લાલચનો ભંડાર બતાવે શેતાન
યહોવા આપે ભરપૂર શક્તિ
જેનાથી હદમાં રેહ મારું દિલ
૩. ચાલો પોતાના પર કાબૂ રાખ્યે
ને યહોવાનું નામ ઊજળું ક-રી-એ
દિલ પર કોઈ ડાઘ ના લાગવા દઈએ
અને જીવનનું ઇનામ પામ્યે
(૧ કોરીં. ૯:૨૫; ગલા. ૫:૨૩; ૨ પિત. ૧:૬ પણ જુઓ.)