અભ્યાસ ૧૬
તાજગી અને હિંમત આપો
અયૂબ ૧૬:૫
મુખ્ય વિચાર: સંજોગો સુધારે અને ઉપાય બતાવે એવી વાતો કરો, જેથી વ્યક્તિને હિંમત મળે.
કેવી રીતે કરશો:
જે લોકો સાંભળે છે તેઓ વિશે સારું વિચારો. યહોવા જે કહે છે, એ જ આપણાં ભાઈ-બહેનો કરવા માંગે છે એવો ભરોસો રાખો. કદાચ તમારે તેઓને સુધારવા પડે. પણ તેઓમાં કંઈક તો સારું હશે જ, એ વિશે તમે પહેલા જણાવો.
નિરાશ કરે એવી માહિતી જરૂર પૂરતી જ વાપરો. નિરાશ કરે એવી વાતો ઓછી કરો. મોટા ભાગે દિલને તાજગી મળે એવી વાતો કરો.
બાઇબલ છૂટથી વાપરો. યહોવાએ આપણા માટે જે કર્યું છે, જે કરે છે અને જે કરવાનાં છે એના પર ધ્યાન દોરો. લોકોનાં દિલમાં હિંમત અને આશા ભરી દો.