ગીત ૧૬૨
હું તરસું તારી માટે
૧. હું તરસું તારી માટે
જેમ હરણ પાણી માટે
હું તલપું છું, તારી માટે
ભગવાન તારી માટે
તું છીપાવી નાંખે છે
હે ભગવાન મારી તરસ
તારી વાણી, મારું પાણી
પી લઉં છું હું એને
(ટેક)
હર પલ, યહોવા તું પાસ
ચાલું સદા, હું તારી સાથ
તું છો, યહોવા મારો
પાલનહાર એક સાચો
મને તો જોઈએ
બસ ભગવાન મારો
૨. પીળા પાન જેવી જિંદગી
તારાથી ખીલી ઊઠી
લીલા થયા, દિલડાં આખા
મનડાં થયા નવા
બતાવું ઝરણું તમને
આવો ને પીઓ એને
મળશે નહિ, પાણી આવું
છે જીવન દેનારું
(ટેક)
હર પલ, યહોવા તું પાસ
ચાલું સદા, હું તારી સાથ
તું છો, યહોવા મારો
પાલનહાર એક સાચો
મને તો જોઈએ
બસ ભગવાન મારો
હર પલ, યહોવા તું પાસ
ચાલું સદા, હું તારી સાથ
તું છો, યહોવા મારો
પાલનહાર એક સાચો
મને તો જોઈએ
બસ ભગવાન મારો
હર પલ, યહોવા તું પાસ
ચાલું સદા, હું તારી સાથ
તું છો, યહોવા મારો
પાલનહાર એક સાચો
મને તો જોઈએ
બસ ભગવાન મારો
(ગીત. ૧:૧, ૨; ૧૧૨:૧; ૧૧૯:૯૭; યશા. ૪૦:૮; માથ. ૫:૬; ૧૬:૨૪; ૨ તિમો. ૪:૪ પણ જુઓ.)