વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lmd પાઠ ૬
  • હિંમત બતાવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હિંમત બતાવો
  • પ્રેમથી શીખવીએ
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈસુએ શું કર્યું?
  • ઈસુ પાસેથી શું શીખવા મળે છે?
  • ઈસુ જેવું કરો
  • ઈસુની જેમ હિંમતથી શીખવીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • ઈશ્વરનો સંદેશો હિંમતથી જણાવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • હિંમતનું વરદાન દે
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • હિંમતનું વરદાન દે
    યહોવા માટે ગાઓ—નવાં ગીતો
વધુ જુઓ
પ્રેમથી શીખવીએ
lmd પાઠ ૬

વાત શરૂ કરો

ઈસુ જાખ્ખીને ઝાડ પરથી નીચે ઊતરવાનું કહે છે. એ જોઈને અમુક લોકોને નવાઈ લાગે છે.

લૂક ૧૯:૧-૭

પાઠ ૬

હિંમત બતાવો

મુખ્ય કલમ: “આપણા ઈશ્વરની મદદથી અમે હિંમતવાન બન્યા અને . . . તમને ઈશ્વરની ખુશખબર જણાવી.”—૧ થેસ્સા. ૨:૨.

ઈસુએ શું કર્યું?

ઈસુ જાખ્ખીને ઝાડ પરથી નીચે ઊતરવાનું કહે છે. એ જોઈને અમુક લોકોને નવાઈ લાગે છે.

વીડિયો: ઈસુએ જાખ્ખીને ખુશખબર જણાવી

૧. વીડિયો જુઓ અથવા લૂક ૧૯:૧-૭ વાંચો. પછી આ સવાલો પર વિચાર કરો:

  1. ક. અમુક લોકોને કેમ જાખ્ખી ગમતો ન હતો?

  2. ખ. ઈસુએ કેમ જાખ્ખીને ખુશખબર જણાવી?

ઈસુ પાસેથી શું શીખવા મળે છે?

૨. કોઈ ભેદભાવ વગર બધા લોકોને ખુશખબર જણાવવા હિંમતની જરૂર છે.

ઈસુ જેવું કરો

૩. યહોવા પર આધાર રાખો. પવિત્ર શક્તિની મદદથી ઈસુએ હિંમતથી પ્રચાર કર્યો, તમે પણ કરી શકો છો. (માથ. ૧૦:૧૯, ૨૦; લૂક ૪:૧૮) જો તમને પ્રચારમાં અમુક લોકો સાથે વાત કરતા ડર લાગતો હોય, તો હિંમત માટે યહોવા પાસે મદદ માંગો.—પ્રે.કા. ૪:૨૯.

૪. લોકો વિશે પહેલેથી કંઈ ધારી ન લો. આપણે અમુક વાર વ્યક્તિનો દેખાવ કે માન-મોભો કે ધર્મને લીધે તેની સાથે વાત કરતા અચકાઈએ. તે અમીર છે કે ગરીબ, એ જોઈને પણ કદાચ વાત કરતા અચકાઈએ. પણ એવા સંજોગોમાં યાદ રાખીએ:

  1. ક. લોકોનાં દિલમાં શું છે એ યહોવા અને ઈસુ જોઈ શકે છે, આપણે નથી જોઈ શકતા.

  2. ખ. યહોવા ગમે તેવી વ્યક્તિને પોતાના ભક્ત બનાવી શકે છે.

૫. હિંમતની સાથે સાથે સમજદારી બતાવો. (માથ. ૧૦:૧૬) દલીલો ન કરશો. જો લાગે કે વ્યક્તિ વાત સાંભળવા જ નથી માંગતી અથવા કોઈ જોખમ ઊભું થઈ શકે છે, તો શાંતિથી વાત અટકાવી દો.—નીતિ. ૧૭:૧૪.

આ પણ જુઓ:

પ્રે.કા. ૪:૩૧; એફે. ૬:૧૯, ૨૦; ૨ તિમો. ૧:૭

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો