વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w01 ૪/૧૫ પાન ૨૯
  • શું તમને યાદ છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમને યાદ છે?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • સરખી માહિતી
  • નિયામક જૂથ કઈ રીતે કાનૂની નિગમથી અલગ થાય છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • આજે યહોવાના લોકોની આગેવાની કોણ લઈ રહ્યું છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • નિયામક જૂથ આજે કઈ રીતે કામ કરે છે?
    યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
w01 ૪/૧૫ પાન ૨૯

શું તમને યાદ છે?

શું તમને ચોકીબુરજના તાજેતરના અંકો ગમ્યા હતા? એમ હોય તો, તમને નીચેના મુદ્દાઓ યાદ કરવાનું ગમશે:

• રૂમી ૫:૩-૫માં, શા માટે પાઊલે આશાને યાદીમાં છેલ્લે મૂકી?

ખ્રિસ્તીઓ જીવનમાં જે અનુભવ કરે છે એને પાઊલ એક સાંકળરૂપે રજૂ કરે છે જેમ કે, વિપત્તિ, ધીરજ, અનુભવ અને આશા. આ એ સંપૂર્ણ જીવનની આશા નથી જે આપણે બાઇબલમાંથી શીખીએ છીએ પરંતુ એ તો વિશ્વાસ દૃઢ કરતી, હિંમત આપતી અને દિવસે દિવસે વધતી જતી આશા છે.—૧૨/૧૫, પાન ૨૨-૩.

• પ્રાચીન ગ્રીસમાં યોજાતી એથ્લેટિક્સ રમતોમાં આજે એક ખ્રિસ્તીએ શા માટે રસ લેવો જોઈએ?

એથ્લેટિક્સ રમતોના નિયમો અને રિવાજોને સારી રીતે જાણવાથી ઘણી બાઇબલ કલમો સમજવા મદદ મળે છે. એમાંની કેટલીકનો ‘નિયમ પ્રમાણે હરિફાઈ કરવી,’ ‘દરેક જાતનો બોજો નાખી દેવો અને ઉદાહરણરૂપ ઈસુ તરફ દૃષ્ટિ રાખવી,’ ‘દોડ પૂરી કરવી’ અને મુગટ કે ઈનામ મેળવવું તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (૨ તીમોથી ૨:૫; ૪:૭, ૮; હેબ્રી ૧૨:૧, ૨; ૧ કોરીંથી ૯:૨૪, ૨૫; ૧ પીતર ૫:૪)—૧/૧, પાન ૨૮-૩૦.

• જાન્યુઆરી ૧૯૧૪માં યહોવાહનો સંદેશ પ્રચાર કરવા માટે કઈ નવી રીત અપનાવવામાં આવી?

એ સમયે “ફોટો ડ્રામા ઑફ ક્રિએશન” રજૂ કરવામાં આવી. એને ચાર ભાગોમાં બતાવવામાં આવી જેમાં ફિલ્મ, અસંખ્ય રંગીન સ્લાઈડ્‌સ તથા રેખાચિત્રો હતા. સાથે એને સમજાવવા પ્રવચનોની ગ્રામોફોન રેકર્ડ પણ વગાડવામાં આવતી હતી. આ ફોટો ડ્રામાના ૨૦ સેટ તૈયાર કરવામાં આવ્યા હતા જેનો વિશાળ પ્રમાણમાં લોકોને બાઇબલનો સંદેશ જણાવવા ઉપયોગ કરવામાં આવ્યો.—૧/૧૫, પાન ૮-૯.

• નિયામક જૂથ કઈ રીતે કાનૂની નિગમથી અલગ થાય છે?

કાનૂની નિગમના ડાયરેક્ટરોને એની ઑફિસ સભ્યોના મત દ્વારા નિયુક્ત કરવામાં આવે છે જ્યારે કે નિયામક જૂથના સભ્યોને ઈસુ ખ્રિસ્ત દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. યહોવાહના સાક્ષીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ નિગમના ડાયરેક્ટર નિયામક જૂથના સભ્યો હોય એવું જરૂરી નથી. તાજેતરમાં વૉચ ટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી ઑફ પેન્સીલ્વેનિયાની યોજવામાં આવેલી વાર્ષિક સભામાં, નિયામક જૂથના સભ્યો કે જેઓ એના ડાયરેક્ટર અને ઑફિસરો તરીકે કાર્ય કરતા હતા તેઓએ એમાંથી સ્વેચ્છાએ રાજીનામું આપી દીધું. તેમની જગ્યાઓએ ‘બીજા ઘેટાંના’ અનુભવી ભાઈઓને નિયુક્ત કરવામાં આવ્યા. (યોહાન ૧૦:૧૬) આમ, નિયામક જૂથ આત્મિક ખોરાક તૈયાર કરવા અને જગતભરના ભાઈબહેનોની બીજી આત્મિક જરૂરિયાતો પૂરી પાડવા વધુ સમય ફાળવી શકે.—૧/૧૫, પાન ૨૯, ૩૧.

• નિરુત્સાહી ન થઈએ એ માટે બાઇબલના કયા બે ઉદાહરણો આપણને મદદ કરશે?

એક ઉદાહરણ શમૂએલની માતા હાન્‍નાહનું છે. જ્યારે ઈસ્રાએલના પ્રમુખ યાજક, એલીએ હાન્‍નાહ પર ખોટું તહોમત મૂક્યું ત્યારે, તે નિરાશ થઈ શકી હોત. પરંતુ એના બદલે, તેણે આદરપૂર્વક એલીને સાચી બાબત જણાવી. એ ઉપરાંત તેણે એલી પર કોઈ દ્વેષભાવ રાખ્યો નહિ. બીજું ઉદાહરણ માર્કનું છે. પાઊલે પોતાની મિશનરિ મુસાફરીમાં માર્કને લઈ જવાનો નકાર કર્યો ત્યારે, તે સહેલાઈથી નિરુત્સાહ થઈ શક્યા હોત. પરંતુ એ લહાવો ગુમાવવાથી નિરુત્સાહ થઈ જવાને બદલે, માર્કે બાર્નાબાસ સાથે મુસાફરી કરી અને સેવામાં લાગુ રહ્યા.—૨/૧, પાન ૨૦-૨.

• શા માટે ખ્રિસ્તીઓએ કૉમ્પ્યુટરના સોફ્ટવેર પ્રોગ્રામોની કૉપીઓની મફત આપ-લે કરવામાં સાવધાન રહેવું જોઈએ?

મોટા ભાગના કૉમ્પ્યુટર પ્રોગ્રામમાં (જેમાં કૉમ્પ્યુટર રમતોનો પણ સમાવેશ થાય છે) લાઈસન્સ હોય છે. એમાં પ્રોગ્રામના માલિકો કે એનો ઉપયોગ કરનારાઓ પ્રોગ્રામને કૉમ્પ્યુટરમાં ઈનસ્ટોલ કરતી વખતે અમુક નિયમોનું પાલન કરે એવી માંગ કરવામાં આવે છે. સામાન્ય રીતે, આવા પ્રોગ્રામોની કૉપીઓ કરવી એ કૉપીરાઈટ કાનૂનનું ઉલ્લંઘન છે, પછી ભલે આપણે એ કૉપીઓ બીજાઓને મફત આપતા હોય. તેથી ખ્રિસ્તીઓ ‘કાઈસારનાં છે તે કાઈસારને ભરી આપવાના’ નિયમને પાળે છે.’ (માર્ક ૧૨:૧૭)—૨/૧૫, પાન ૨૮-૯.

• સિરિલ અને મેથોડિઅસ કોણ હતા અને બાઇબલ અભ્યાસમાં તેઓએ કયો ફાળો આપ્યો?

તેઓ નવમી સદીમાં થેસાલૉનિકી, ગ્રીસમાં જન્મેલા બે સગા ભાઈઓ હતા. તેઓએ સ્લેવિક ભાષાઓ માટે લેખિત લિપિ વિકસાવી અને બાઇબલના ઘણા ભાગોનું સ્લાવોનિક ભાષામાં ભાષાંતર કર્યું.—૩/૧, પાન ૨૮-૯.

• “આત્મિક મન” વક્તવ્યનો શું અર્થ થાય છે?—રૂમી ૮:૬.

આત્મિક મન રાખવું એટલે યહોવાહના સક્રિય બળના અંકુશમાં રહેવું, તેને આધીન રહેવું અને એનાથી પ્રેરિત થવું. આપણે બાઇબલને વાંચીશું, એનો અભ્યાસ કરીશું, પૂરા હૃદયથી પરમેશ્વરના નિયમો પાળીશું અને પ્રાર્થના દ્વારા તેમનો આત્મા માગીશું તો તેમનો પવિત્ર આત્મા જરૂર આપણા પર કામ કરશે.—૩/૧૫, પાન ૧૫.

• આપણને ગેરસમજ થઈ હોય તો શું કરી શકીએ?

એ સમયે પ્રેમથી ગેરસમજ દૂર કરવી સૌથી મહત્ત્વનું છે. તેમ છતાં પણ જો તમે ઉકેલ ન લાવી શકતા હોવ તો હિંમત ન હારો. યહોવાહ પાસે સમજણ અને મદદ માંગો જે “અંતઃકરણોની તુલના કરે છે.” (નીતિવચન ૨૧:૨; ૧ શમૂએલ ૧૬:૭)—૪/૧, પાન ૨૧-૩.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો