વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w02 ૯/૧૫ પાન ૩
  • આજકાલ લોકો કોને

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આજકાલ લોકો કોને
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • સરખી માહિતી
  • સાચા સંતો કેવી રીતે આપણને મદદ કરે છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • શું મારે સાધુ-સંતોને પ્રાર્થના કરવી જોઈએ?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
w02 ૯/૧૫ પાન ૩

આજકાલ લોકો કોને

“સંત” ગણે છે?

“કોઈએ સારાં કામો કર્યા હોય અને તેમના ગુણો ગાયા કરવામાં આવે તો, શું તમને એ સાંભળીને કંટાળો નથી આવતો? પરંતુ જ્યારે અમેરિકાના ૪૨ લાખ લોકોએ તેરમી સપ્ટેમ્બરે મધર ટેરેસાની દફનવિધિ જોઈ હતી, ત્યારે તેઓને જરા પણ કંટાળો આવ્યો ન હતો. એને બદલે, પાંચમી સપ્ટેમ્બરે તેમનું મૃત્યુ થયું ત્યારથી, ઘણા લોકો રોમના ધર્મગુરુઓને વિનંતી કરી રહ્યા છે કે તેઓ મધર ટેરેસાને એક સંત ગણે. તેમને સંત બનાવાશે કે નહિ એ વિષે અમુકને શંકા છે.” ​—​અમેરિકાનું સન-સેનટીન્યલ છાપું, ઑક્ટોબર ૩, ૧૯૯૭.

એક કૅથલિક મિશનરી તરીકે મધર ટેરેસાએ ખરેખર ઘણા દીન-દુખિયાઓની સેવા કરી હતી. તેથી, લોકો એમ માનતા હતા કે સંત હોય તો તેમના જેવા જ હોવા જોઈએ. એવી સેવા કરીને નામ કમાઈ થયેલા લોકો ઘણા ધર્મોમાં જોવા મળે છે. પરંતુ ખાસ કરીને કૅથલિક ધર્મમાં આવી વ્યક્તિઓને રોમના પોપ તરફથી સંતની ખાસ ઓળખ આપવામાં આવે છે.

એક અનુમાન પ્રમાણે, પોપ જોન પોલ બીજાએ લગભગ ૪૫૦ લોકોને કાયદેસર રીતેa સંત નીમ્યા છે. એવું તો વીસમી સદીના કોઈ પણ પોપે કર્યું નથી. કૅથલિક ધર્મના સંતોને તો લોકો ભાગ્યે જ ઓળખે છે. તેમ છતાં, શા માટે દુનિયા સંતો પાછળ પાગલ થઈ ગઈ છે?

લોરંસ કનિંગામ નામના નોટ્‌ર ડામ યુનિવર્સિટીના ધર્મના એક શિક્ષક જણાવે છે: “આજે પણ સંતો જેવી પવિત્ર વ્યક્તિઓ જગતમાં છે એ જાણવું લોકોને ખૂબ ગમે છે.” એ ઉપરાંત, એમ પણ માનવામાં આવે છે કે સંતો દ્વારા લોકો સાક્ષાત્‌ પરમેશ્વર પાસે જઈ શકે છે. લોકો ગુજરી ગયેલા સંતોની કોઈ પણ વસ્તુ કે તેમનાં અસ્થિની પૂજા કરે છે, કારણ કે તેઓ એમ માને છે કે એમાં કંઈક શક્તિ હોય છે.

સોળમી સદીમાં કૅથલિક ધર્મએ આવો નિયમ બહાર પાડ્યો: “જે સંતો ‘પ્રભુની સેવામાં’ ગુજરી ગયા છે તેઓનાં અસ્થિને કે તેઓની કોઈ પણ પવિત્ર વસ્તુઓને ભજવામાં કંઈ ખોટું નથી. અરે, એમ કરવાથી તો ખુદ ઈશ્વરને માન મળે છે. જે ખ્રિસ્તીઓ સંતોને આ રીતે માન આપે છે, તેઓની આશા દૃઢ થાય છે અને તેઓ સંતને પગલે ચાલીને સારું જીવન પણ જીવી શકે છે.” (કૅથલિક ધર્મના નિયમોની સમીક્ષા, ૧૯૦૫, અંગ્રેજી) આજે સાચા ખ્રિસ્તીઓ સારું જીવન જીવવા માગે છે અને પરમેશ્વરને ખરી રીતે ભજીને તેમનું માર્ગદર્શન મેળવવા ઇચ્છે છે. (યાકૂબ ૪:૭, ૮) તો પછી, બાઇબલના ખરા શિક્ષણ પ્રમાણે સાચા સંતો કોણ છે? અને તેઓ કયો ભાગ ભજવે છે?

[ફુટનોટ]

a આ વિધિમાં રોમન કૅથલિક ધર્મ કાયદેસર રીતે, ગુજરી ગયેલાઓને સંત તરીકે માન આપે છે, જેમાં તેઓની ઉપાસના થવી જોઈએ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો