વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w03 ૪/૧ પાન ૨૦-૨૫
  • સર્વની સાથે નમ્ર રહો!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સર્વની સાથે નમ્ર રહો!
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • કુટુંબમાં
  • પ્રચાર કાર્યમાં
  • મંડળમાં
  • “સર્વની સાથે” નમ્ર રહો
  • ખ્રસ્તીઓને નમ્ર થવું જ જોઈએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • નમ્રતા—એનાથી કેવો ફાયદો થાય છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • કોમળતા તમારી કમજોરી નહિ, પણ તાકાત છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • ‘તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે?’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
w03 ૪/૧ પાન ૨૦-૨૫

સર્વની સાથે નમ્ર રહો!

‘નમ્રતાથી અને વિનયથી સર્વની સાથે વર્તવાનું યાદ કરાવ.’—તીતસ ૩:૧, ૨, IBSI.

પ્રેષિત પાઊલે લખ્યું: “હું ખ્રિસ્તને અનુસરનારો છું, તેમ તમે મને અનુસરનારા થાઓ.” (૧ કોરીંથી ૧૧:૧) પરમેશ્વરના સર્વ ભક્તો આજે આ સલાહને પાળવાનો પ્રયત્ન કરે છે. જોકે આમ કરવું કંઈ સહેલું નથી, કેમ કે આપણને બધાને આદમ અને હવા પાસેથી વારસામાં સ્વાર્થ મળ્યો છે. એટલે કે આપણે જનમથી જ સ્વાર્થી હોઈએ છીએ. તેથી, ઈસુને પગલે ચાલવું ઘણી વાર આપણને અઘરું લાગી શકે. (રૂમીઓને પત્ર ૩:૨૩; ૭:૨૧-૨૫) તોપણ, જો આપણે નમ્ર બનવાની મહેનત કરીશું તો, જરૂર સફળ થઈશું. પણ આપણે એ સુંદર ગુણ પોતાની શક્તિથી નથી કેળવી શક્તા. તેથી ચાલો જોઈએ કે એ ગુણ કેવી રીતે કેળવી શકાય.

૨ નમ્રતા એ પરમેશ્વરનો એક મહત્ત્વનો સદ્‍ગુણ છે. તેથી, નમ્ર બનવા માટે પરમેશ્વર આપણને મદદ કરશે. આપણે તેમની સલાહ પાળીશું તેમ, આપણે એ ગુણ કેળવી શકીશું. એનાથી, આપણે ‘નમ્રતા અને વિનયથી સર્વની સાથે વર્તાવ કરીશું.’ (તીતસ ૩:૨) વળી, આપણે ઈસુના દાખલામાંથી શું શીખી શકીએ? ચાલો આપણે જોઈએ કે ઈસુની જેમ, આપણે પણ એકબીજાને કઈ રીતે “વિસામો” આપી શકીએ.—માત્થી ૧૧:૨૯; ગલાતી ૫:૨૨, ૨૩.

કુટુંબમાં

૩ કુટુંબમાં નમ્ર રહેવું ખૂબ જરૂરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે, અકસ્માત અને મૅલેરિયા કરતાં, કુટુંબમાં થતી મારઝૂડને લીધે સ્ત્રીઓને વધારે ઇજા થતી હોય છે. દાખલા તરીકે, લંડનમાં ૨૫ ટકા કિસ્સાઓમાં, કુટુંબમાં થતી મારપીટને કારણે પોલીસ બોલાવવી પડે છે. પોલીસને ઘણી વાર જોવા મળ્યું છે કે કુટુંબમાં લોકો એકબીજા સાથે બુમબરાડા પાડીને “કઠોર” શબ્દો બોલતા હોય છે. અમુક પતિ-પત્ની એકબીજા પર એટલા તો “ખીજાય” જાય છે કે એની તેઓના લગ્‍નજીવન પર ખરાબ અસર પડે છે. આમ, તેઓ જગતનું વલણ બતાવે છે. યહોવાહના સેવકોનાં કુટુંબોમાં એવું વલણ ન હોવું જોઈએ.—એફેસી ૪:૩૧, IBSI; ૧ કોરીંથી ૨:૧૨.

૪ જગતના આચાર વિચારોથી દુર રહેવા માટે આપણને પરમેશ્વરની મદદની જરૂર છે. “પ્રભુનો આત્મા છે, ત્યાં સ્વતંત્રતા છે.” (૨ કોરીંથી ૩:૧૭) પતિ-પત્ની પ્રેમ, માયાળુપણું અને સહનશીલતા બતાવીને ખુશીથી રહી શકે છે. (એફેસી ૫:૩૩) જો ઘરમાં બધા નમ્ર હોય તો, કુટુંબમાં આનંદ આનંદ છવાઈ જાય છે. આપણે કોઈને કંઈ કહીએ એમાં દમ હોય શકે, પણ આપણે કઈ રીતે બોલીએ છીએ એ વધારે મહત્ત્વનું છે. પ્રેમથી વાત કરવાથી ચિંતા ઓછી થાય છે. રાજા સુલેમાને લખ્યું: “નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે; પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે.”—નીતિવચનો ૧૫:૧.

૫ જો કુટુંબમાં પતિ કે પત્ની યહોવાહમાં ન માનતા હોય તો ખાસ કરીને, જે માનતા હોય તેઓએ નમ્રતા બતાવવી બહુ જરૂરી છે. જો તમે તમારા જીવનસાથી સાથે શાંતિથી અને મીઠાશથી વાત કરશો તો, સમય જતા કદાચ તે પણ યહોવાહના ભક્ત બની શકે. પીતર ખ્રિસ્તી પત્નીઓને સલાહ આપે છે: “પત્નીઓએ તમારા પતિઓને આધીન રહેવું જોઈએ. તેથી જો કોઈ પતિ ઈશ્વરનું વચન માનનાર ન હોય તોપણ એકપણ શબ્દ કહ્યા વગર તમારા શુદ્ધ અને આદરયુક્ત વર્તનથી તેમને વિશ્વાસને માટે જીતી શકાશે. પોતાને સુંદર દેખાડવા બાહ્ય અલંકારોનો ઉપયોગ ન કરો, એટલે કે ગૂંથેલી વેણી, સોનાનાં ઘરેણાં, કે જાતજાતના વસ્રોથી પોતાને ન શણગારો. એને બદલે તમારી સુંદરતા, આંતરિક ચારિત્ર્યની હોવી જોઈએ.”—૧ પીતર ૩:૧-૪, પ્રેમસંદેશ.

૬ જો માબાપ અને બાળકોમાં યહોવાહ માટે પ્રેમ ન હોય તો, તેઓના સંબંધોમાં તીરાડ પડી શકે. તેથી, આપણે કુટુંબમાં એકબીજા સાથે પ્રમ અને મીઠાશથી વર્તવું જોઈએ. પાઊલે પિતાઓને સલાહ આપી: “પિતાઓ, તમારાં છોકરાંને ચીડવો નહિ; પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.” (એફેસી ૬:૪) કુટુંબમાં માબાપ અને બાળકોને એકબીજા માટે પ્રેમ હશે તો, તેઓનો સંબંધ ગાઢ થશે. પાંચ ભાઈબહેનોમાં ડીન નામનો એક સાક્ષી પોતાના પપ્પા વિષે કહે છે: “મારા પપ્પા એકદમ કોમળ સ્વભાવના અને નમ્ર હતા. અરે, હું યુવાન હતો ત્યારે પણ તેમની સાથે ક્યારેય જીભાજોડી થઈ ન હતી. તે અપસેટ હોય ત્યારે પણ હંમેશાં નમ્ર રહેતા. અમુક વખતે હું તોફાન કરતો ત્યારે તે મને સીધો કરવા મારા રૂમમાં મોકલી દેતા અથવા, થોડા સમય માટે મને મનગમતી બાબત કરવા દેતા ન હતા. પરંતુ, અમારા વચ્ચે ક્યારેય જીભાજોડી થઈ નથી. તે ફક્ત અમારા પપ્પા જ નહિ, પરંતુ દોસ્ત પણ હતા. તેથી, તે નિરાશ કે ઉદાસ થાય એવું અમે ક્યારેય ઇચ્છતા ન હતા.” ખરેખર, નમ્ર બનવાથી માબાપ અને બાળકોનો પ્રેમ મજબૂત થાય છે.

પ્રચાર કાર્યમાં

૭ પ્રચાર કરતી વખતે પણ નમ્ર રહેવું ખૂબ જરૂરી છે. આપણે પ્રચારમાં જુદા જુદા સ્વભાવના લોકોને મળીએ છીએ. અમુક લોકો રાજીખુશીથી આપણા સંદેશાને સાંભળે છે. જ્યારે બીજાઓ અનેક કારણોને લીધે ગુસ્સે થાય છે. આવા સમયે જો આપણે નમ્ર હોઈશું તો, પૃથ્વીના છેડા સુધી આપણે પ્રચાર કામને પૂરું કરી શકીશું.—પ્રેરિતોનાં કૃત્યો ૧:૮; ૨ તીમોથી ૪:૫.

૮ પ્રેષિત પીતરે લખ્યું: “તમારા હૃદયોમાં ખ્રિસ્તને માન આપો. અને તેમને પ્રભુ તરીકે સ્વીકારો. જો કોઈ તમારી પાસે જે આશા છે તે વિષે પ્રશ્ન પૂછે તો નમ્રતાથી અને આદરભાવથી તેનો જવાબ આપવાને હંમેશા તૈયાર રહો.” (૧ પીતર ૩:૧૫, પ્રેમસંદેશ) જો આપણે ઈસુના નમૂના પ્રમાણે ચાલીશું તો, પ્રચારમાં જો કોઈ આપણું ન સાંભળે તો પણ તેઓ સાથે માનથી બોલીશું. આમ, કરવાથી ઘણી વાર સારાં પરિણામો આવ્યાં છે.

૯ એક વાર આપણા એક ભાઈ પ્રચારમાં કીથ નામના માણસના ઘરે ગયા. તેમની પત્નીએ દરવાજો ખોલ્યો ત્યારે, તે પાછળ ઊભા હતા. તેમની પત્નીને ખબર પડી કે આપણા ભાઈ યહોવાહના સાક્ષી છે ત્યારે, તેણે ગુસ્સેથી કહ્યું કે તમે લોકો બાળકો પર ખૂબ અત્યાચાર કરો છો. ભાઈએ શાંતિથી તેમનું સાંભળ્યું પછી નમ્રતાથી કહ્યું: “તમે આવું વિચારો છો એનાથી મને ઘણું દુઃખ થાય છે. એ વિષે યહોવાહના સાક્ષીઓ શું માને છે, એ હું તમને બતાવી શકું?” કીથ પાછળ ઊભા રહીને આ વાત સાંભળી રહ્યા હતા. પછી તેમણે તરત જ આગળ આવીને ભાઈને જતા રહેવા કહ્યું.

૧૦ પછી કીથ અને તેમની પત્નીને ખૂબ દુઃખ થયું કે પોતે મુલાકાતી પર ગુસ્સો કરીને જેમતેમ બોલી ગયા. આપણા ભાઈએ જે શાંતિથી તેઓ સાથે વાત કરી હતી, એનાથી તેઓનું દિલ પીગળી ગયું. એક અઠવાડિયાં પછી, એ જ ભાઈ કીથના ઘરે પાછા આવ્યા. આ સમયે પતિ-પત્નીએ ભાઈનું શાંતિથી સાંભળ્યું. તેઓ કહે છે: “અમે લગભગ બે વર્ષ સુધી આ ભાઈ સાથે અને પછી બીજા સાક્ષીઓ સાથે ચર્ચા કરી.” ત્યાર બાદ, તેઓ બાઇબલ વિષે શીખવા લાગ્યા અને આખરે બંને જણે બાપ્તિસ્મા લીધું. પહેલી વાર કીથના ઘરે ગયા હતા એ ભાઈને, વર્ષો પછી આ યુગલને યહોવાહના સેવકો તરીકે મળવાનો કેવો આનંદ થયો હશે, એનો વિચાર કરો! નમ્ર રહેવાનું કેવું સારું પરિણામ!

૧૧ હેરોલ્ડ એક સૈનિક હોવાથી, જડ સ્વભાવના થઈ ગયા હતા. તેથી તે પરમેશ્વરમાં માનતા જ ન હતા. વળી, એક શરાબીએ તેમની ગાડી સાથે અકસ્માત કર્યો હોવાથી તે અપંગ થઈ ગયા હતા. એક વાર યહોવાહના સાક્ષીઓ પ્રચારમાં તેમના ઘરે ગયા ત્યારે, તેમણે કહ્યું કે ‘મારા ઘરે તમે ક્યારેય આવશો નહિ!’ એક દિવસ બીલ નામનો આપણો ભાઈ હેરોલ્ડથી બે ઘર છોડીને, બીજી એક વ્યક્તિની મુલાકાત લેવા ગયો. પરંતુ, તેણે ભૂલથી હેરોલ્ડનો દરવાજો ખખડાવ્યો. હેરોલ્ડે લાકડીના સહારે દરવાજા સુધી આવીને બારણું ખોલ્યું. બીલે તરત જ તેમની માફી માંગી અને જણાવ્યું કે તે બાજુના ઘરે મળવા આવ્યો હતો. તો હેરોલ્ડે શું કર્યું? તેણે બીલને પોતાના ઘરમાં આવવા કહ્યું. બીલને ખૂબ નવાઈ લાગી. હેરોલ્ડનું વલણ એકદમ બદલાઈ ગયું હતું. પણ શા માટે? કેમ કે એ મુલાકાત પહેલાં હેરોલ્ડ ટીવીમાં સમાચાર જોતા હતા. એમાં તેમણે એક અહેવાલ જોયો કે ટૂંકા જ સમયમાં યહોવાહના સાક્ષીઓએ હળીમળીને હોલ બાંધી દીધો. આ જોઈને સાક્ષીઓ માટે હેરોલ્ડનો પ્રેમ ઊભરાઈ આવ્યો. બીલે બતાવેલ પ્રેમ અને નમ્રતા જોઈને હેરોલ્ડને ખૂબ અસર થઈ હતી. તે બાઇબલ વિષે શીખવા લાગ્યા અને હવે યહોવાહ પરમેશ્વરના સેવક છે.

મંડળમાં

૧૨ મંડળમાં પણ આપણે એકબીજા સાથે નમ્ર રહેવાની જરૂર છે. આજે દુનિયામાં જ્યાં જુઓ ત્યાં તકરાર, જીભાજોડી અને લડાઈ-ઝઘડા જોવા મળે છે. કેમ કે તેઓને પરમેશ્વરનો જરાય ડર હોતો નથી. જો આપણે ધ્યાન ન રાખયે તો અમુક સમયે ધીમે ધીમે મંડળમાં પણ એવું જ બની શકે છે. પરિણામે, મંડળમાં ઝઘડા અને તકરાર ઊભી થાય છે. આવા ઝઘડાને હલ કરતા, ઘણી વાર જવાબદાર ભાઈઓ પણ નિરાશ થઈ જાય છે. તોપણ, તેઓ ભૂલ કરનાર વ્યક્તિને મંડળમાં પાછી લાવવા કોશિશ કરે છે. કેમ કે આ ભાઈઓ યહોવાહ અને મંડળના દરેક ભાઈ-બહેનોને ખૂબ ચાહે છે.—ગલાતી ૫:૨૫, ૨૬.

૧૩ પ્રથમ સદીમાં, પાઊલ અને તીમોથીએ પણ અમુક ભાઈ-બહેનોને કારણે મંડળમાં ઉભી થઈ હતી. પાઊલે તીમોથીને કેટલાક ભાઈઓ વિષે ચેતવણી આપી કે જેઓ જાણી-જોઈને તકલીફો ઊભી કરતા હતા. પાઊલે કહ્યું: ‘પ્રભુના સેવકે ઝઘડો કરવો જોઈએ નહિ, પણ તેણે બધા પ્રત્યે માયાળુ બનવું જોઈએ અને સારા તથા ધીરજવાન શિક્ષક બનવું જોઈએ. તેણે વિરોધ કરનારાઓને નમ્રતાથી તેમની ભૂલ જણાવવી જોઈએ.’ જો કોઈ વ્યક્તિ આપણને ગુસ્સે કરે તોપણ, આપણે શાંત રહીશું તો, પોતે શું બોલી ગયા એનો તેઓ કદાચ વિચાર કરશે. પાઊલે કહ્યું તેમ, કદાચ યહોવાહ “દેવ તેઓને પસ્તાવો કરવાની બુદ્ધિ આપે, જેથી તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય.” (૨ તીમોથી ૨:૨૦, ૨૧, ૨૪, ૨૫) નોંધ લો કે પાઊલે માયાળુ બનવા સાથે નમ્ર થવાની પણ અરજ કરી હતી.

૧૪ પાઊલ બીજાને જે શીખવતા એ જ પ્રમાણે પોતે પણ કરતા હતા. તેમણે કોરીંથ મંડળના અમુક આગળ પડતા ઘમંડી પ્રેરિતોને કહ્યું: “હું પાઉલ તમને વ્યક્તિગત વિનંતી કરું છું: મારા વિષે એવું કહેવાય છે કે, જ્યારે હું તમારી સાથે હોઉં છું, ત્યારે માયાળુ અને નમ્ર હોઉં છું; પણ જ્યારે દૂર હોઉં છું, ત્યારે તમારા પ્રત્યે કડક વલણ દાખવું છું. પણ હું ખ્રિસ્તની નમ્રતા અને ભલાઈથી વિનંતી કરું છું.” (૨ કોરીંથી ૧૦:૧, ૨, પ્રેમસંદેશ; ૧૧:૫) આમ, પાઊલ બધી રીતે ખ્રિસ્તને પગલે ચાલતા હતા. તેમણે આ ભાઈઓને ખ્રિસ્તની જેમ ‘નમ્ર તથા કોમળ બનવાની વિનંતી’ કરી હતી. તેમણે ભાઈઓ પર રોફ જમાવ્યો નહિ. તેમની આ ચેતવણીની ઊંડી અસર મંડળના નમ્ર લોકો પર પડી હશે. તેમણે મુશ્કેલીઓ દુર કરીને મંડળમાં સંપ અને શાંતિ ફેલાવી હતી. એ બતાવે છે કે આજે આપણે બધાએ પણ આવું વલણ રાખવું જોઈએ. ખાસ કરીને વડીલોએ ખ્રિસ્ત અને પાઊલના દાખલાને તેઓના જીવનમાં ઉતારવા જોઈએ.

૧૫ આપણે એવું ન વિચારવું જોઈએ કે મંડળમાં કોઈ તકલીફ ઊભી થાય ફક્ત ત્યારે જ આપણે એકબીજાને મદદ કરીશું. ના, આપણે બધાને હંમેશાં પ્રેમાળ મદદની જરૂર છે. ઘણા સમય પહેલાં એક મંડળમાં સંપ ન હતો ત્યારે, પાઊલે કરગરીને કહ્યું: “ભાઈઓ, જો કોઈ માણસ કંઈ અપરાધ કરતાં પકડાય, તો તમે, જે આત્મિક છો, તે તમે એવાને નમ્ર ભાવે પાછો ઠેકાણે લાવો; અને તું તારી પોતાની સંભાળ રાખ, રખેને તું પણ પરીક્ષણમાં પડે.” (ગલાતી ૬:૧) હા, આપણે બધા ભૂલને પાત્ર છીએ, તેથી “નમ્ર ભાવે” રહેવું સહેલું નથી. પરંતુ, જો આપણે નમ્રભાવથી અપરાધીને પાછો ઠેકાણે લાવવા સલાહ આપીશું તો, તેને ઘણા લાભો મળશે.

૧૬ “ઠેકાણે લાવો” માટેના મૂળ ગ્રીક શબ્દનો અર્થ, કોઈ પણ રીતે ભાંગેલા હાડકાને ઠેકાણે બેસાડવું થાય છે. એમાં વ્યક્તિને ઘણું દુઃખ તો થવાનું જ. જરા કલ્પના કરો કે તમારું હાડકું ભાંગી ગયું છે, અને ડૉક્ટર તમને પ્રેમથી સમજાવે છે કે પોતે શું કરશે. એનાથી તમારી ચિંતા અને ડર જરૂર ઓછા થશે. પરંતુ, જો ડૉક્ટર દયા વગર હાડકાંને ઠેકાણે લાવી દે તો તમને કેવું લાગશે! એવી જ રીતે, કોઈ વ્યક્તિને સલાહ કે બોધ આપવામાં આવે તો તેને દુઃખ થઈ શકે. પરંતુ જો તમે નમ્રભાવે પ્રેમથી સલાહ આપો, તો તે વ્યક્તિ માનવા તૈયાર થઈ જશે. શરૂઆતમાં કદાચ તે નહિ માને, અરે, વિરોધ પણ કરે. તોપણ, જો નમ્રભાવે તેને સમજાવવામાં આવે તો, તે બાઇબલ પ્રમાણે જીવવા તૈયાર થઈ શકે.—નીતિવચનો ૨૫:૧૫.

૧૭ પરંતુ, અમુક વાર એવું બને છે કે કોઈના ભલા માટે સલાહ આપવામાં આવે ત્યારે, તે એને ઊંધું લઈ લે છે. એક લેખકે એના વિષે આમ કહ્યું: “કોઈને ઠપકો કે સલાહ આપવા જાઓ ત્યારે, એમ બની શકે કે તમે પોતાનો જ કક્કો ખરો કરવા માંગતા હોવ. પરંતુ આવા સમયે તમારે ખૂબ નમ્ર રહેવાની જરૂર છે.” આપણે નમ્રતા કેળવીશું તો, સામેનું કોઈ પણ આપણી સલાહને સાંભળશે.

“સર્વની સાથે” નમ્ર રહો

૧૮ ઘણાને સરકારી અધિકારીઓ સાથે કામ પડ્યું હોય ત્યારે, નમ્ર બનવું અઘરું લાગે છે. જોકે, અમુક અધિકારીઓ એકદમ તોછડા હોય છે, અને દયાનો છાંટોય તેઓમાં જોવા મળતો નથી. (સભાશિક્ષક ૪:૧; ૮:૯) પરંતુ, યહોવાહ પોતે આ સરકારોને ચાલવા દે છે. તેથી આપણે તેઓને માન આપવું જ જોઈએ. એમ કરીને આપણે બતાવીશું કે આપણે યહોવાહની ગોઠવણને ટેકો આપીએ છીએ. (રૂમીઓને પત્ર ૧૩:૧, ૪; ૧ તીમોથી ૨:૧, ૨) ભલે સરકારો આપણા પ્રચાર કાર્ય પર રોકટોક લાવે તોપણ, આપણે બીજી રીતોથી સત્ય વિષે વાત કરી શકીએ.—હેબ્રી ૧૩:૧૫.

૧૯ પરંતુ, આપણે કોઈ પણ સંજોગોમાં ગુસ્સે થઈને અધિકારીઓ સામે ઝગડો કરવો ન જોઈએ. આપણે નમ્ર રહીએ છીએ અને ધ્યાન રાખીએ છીએ કે આપણે યહોવાહના નિયમોને ક્યારેય તોડીએ નહીં. આ વલણ બતાવીને આપણે દુનિયાના ૨૩૪ દેશોમાં પ્રચાર કરી શક્યા છીએ! આપણે પાઊલની આ સલાહને ધ્યાનમાં રાખીએ છીએ: “રાજસત્તાને આધીન રહેવું, અધિકારીઓના હુકમો માનવા, અને સર્વ સારાં કામ કરવામાં તત્પર રહેવું, એવું તેઓના સ્મરણમાં લાવ; કોઈની નિંદા ન કરવી, ટંટાખોર નહિ, પણ નમ્ર રહીને સર્વ માણસોની સાથે પૂરેપૂરા વિનયથી વર્તવું.”—તીતસ ૩:૧, ૨.

૨૦ જો આપણે નમ્ર રહીશું તો, આપણને ઘણા આશીર્વાદો મળશે. ઈસુએ કહ્યું, “નમ્ર છે તેઓને ધન્ય છે; કેમકે તેઓ પૃથ્વીનું વતન પામશે.” (માત્થી ૫:૫) નમ્ર રહેવાથી ખ્રિસ્તના અભિષિક્ત ભાઈબહેનોને શું મળે છે? નમ્ર રહેવાથી તેઓને ઈસુ સાથે પૃથ્વી પર રાજ કરવાનો લહાવો મળે છે. તો ‘મોટાં ટોળાને’ શું મળશે? જો આપણે નમ્ર રહીએ તો, આપણને સુંદર પૃથ્વી પર હંમેશ માટે સુખી જીવનનો આશીર્વાદ મળશે. (પ્રકટીકરણ ૭:૯; યોહાન ૧૦:૧૬; ગીતશાસ્ત્ર ૩૭:૧૧) ખરેખર, આપણા માટે કેવું સુંદર ભવિષ્ય રહેલું છે! પાઊલે એફેસીઓના ખ્રિસ્તીઓને કહ્યું: “પ્રભુની સેવા કરવાને લીધે કેદી બનેલો હું પાઊલ તમને આગ્રહપૂર્વક વિનંતી કરું છું: ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું ત્યારે તમારે માટે તેમણે નક્કી કરેલા ધોરણ પ્રમાણે તમે જીવન જીવો. હંમેશા નમ્ર, માયાળુ અને ધીરજવાન બનો.” (એફેસી ૪:૧, ૨, પ્રેમસંદેશ) તો પછી, ચાલો આપણે પાઊલની આ સલાહને હંમેશાં પાળીએ!

શું તમને યાદ છે?

• નમ્ર રહેવાથી કયા આશીર્વાદો મળે છે?

• કુટુંબમાં?

• પ્રચાર કાર્યમાં?

• મંડળમાં?

• નમ્ર લોકો માટે કેવું સુંદર ભાવિ રહેલું છે?

[અભ્યાસ પ્રશ્નો]

૧. શા માટે નમ્ર રહેવું સહેલું નથી?

૨. આપણે કઈ રીતે ‘વિનયથી સર્વની સાથે વર્તી’ શકીએ?

૩. આજે ઘણા કુટુંબોમાં શું થઈ રહ્યું છે?

૪. કુટુંબમાં એકબીજાને પ્રમે બતાવવાથી કેવી અસર પડે છે?

૫. જો તમારા જીવન-સાથી યહોવાહના સાક્ષી ન હોય તો, નમ્રતા બતાવવાથી શું ફરક પડી શકે?

૬. નમ્ર બનવાથી માબાપ અને બાળકો વચ્ચે શું થશે?

૭, ૮. પ્રચાર કાર્યમાં નમ્ર રહેવું શા માટે મહત્ત્વનું છે?

૯, ૧૦. પ્રચાર કાર્યમાં નમ્ર રહેવાથી કેવું પરિણામ આવ્યું?

૧૧. પ્રચારમાં નમ્ર રહેવાથી બીજાઓને સત્ય સ્વીકારવામાં કેવી મદદ મળે છે?

૧૨. મંડળમાં આપણે શાનાથી દૂર રહેવું જોઈએ?

૧૩, ૧૪. ‘વિરોધ કરનારાઓને નમ્રતાથી તેમની ભૂલ જણાવવાથી’ શું પરિણામ આવી શકે?

૧૫. સલાહ આપતી વખતે નમ્ર રહેવું શા માટે મહત્ત્વનું છે?

૧૬, ૧૭. સલાહ આપતી વખતે આપણે શું યાદ રાખવું જોઈએ?

૧૮, ૧૯. (ક) શા માટે આપણને અધિકારીઓ સામે નમ્ર રહેવું મુશ્કેલ લાગી શકે? (ખ) અધિકારીઓ વિષે બાઇબલ શું કહે છે અને તેઓ સામે નમ્ર રહેવાથી કયું સારું પરિણામ આવ્યું છે?

૨૦. નમ્ર લોકો માટે કેવા આશીર્વાદો રહેલા છે?

[પાન ૨૧ પર ચિત્ર]

ઘરમાં બધા સાક્ષી ન હોય ત્યારે, આપણે વધારે નમ્ર રહેવાની જરૂર છે

[પાન ૨૧ પર ચિત્ર]

નમ્ર બનવાથી કુટુંબનું બંધન ગાઢ થાય છે

[પાન ૨૩ પર ચિત્ર]

આપણે માયાળુ અને નમ્ર રહીને પ્રચાર કરવો જોઈએ

[પાન ૨૪ પર ચિત્ર]

નમ્રતાથી સલાહ આપવાથી ભૂલ કરનારને સુધરવા મદદ મળી શકે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો