વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w04 ૬/૧૫ પાન ૨૫-૨૭
  • મિશનરિઓ ઉત્સાહથી પ્રચાર કરે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મિશનરિઓ ઉત્સાહથી પ્રચાર કરે છે
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • પ્રચારમાં કઈ રીતે સફળ થઈ શકાય?
  • અનુભવો અને ઇન્ટર્વ્યૂં
  • ઉત્સાહથી પ્રચાર કરો
  • તેઓ ખુશીથી આવ્યા
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • સેવા માટે ઉત્તેજન પામેલા
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • ગિલયડ સ્કૂલ—૬૦ વર્ષોની મિશનરી સેવા
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • સ્વૈચ્છિક હૃદય લોકોને ગિલયડમાં લાવે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
w04 ૬/૧૫ પાન ૨૫-૨૭

મિશનરિઓ ઉત્સાહથી પ્રચાર કરે છે

“ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. એ માટે તમે ફસલના ધણીની પ્રાર્થના કરો, કે તે પોતાની ફસલને સારૂ મજૂરો મોકલે.” (માત્થી ૯:૩૭, ૩૮) આ શબ્દો વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડના ૧૧૬મા ક્લાસના વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્ત્વના છે. તેઓ સર્વ મિશનરિ સેવામાં જવા માટે તૈયાર થઈ રહ્યા છે.

માર્ચ ૧૩, ૨૦૦૪ના રવિવારે પેટરસન, ન્યૂ યૉર્ક વૉચટાવર એજ્યુકેશન સેન્ટરમાં, ઑડિટોરિયમમાં અને ટીવી પર ઘણાએ ગ્રેજ્યુએશન પ્રોગ્રામનો આનંદ માણ્યો. અહીં કુલ ૬,૬૮૪ ભેગા મળ્યા હતા. તેઓએ કાર્યક્રમમાંથી સલાહ અને ઉત્તેજન મેળવ્યું. આત્મિક કાપણી અથવા પરમેશ્વરની સેવામાં ઉત્સાહથી ભાગ લેવા માટે આપણે સર્વ, તેઓને આપવામાં આવેલી સલાહમાંથી લાભ મેળવી શકીએ છીએ.

ગિલયડના સાતમા ક્લાસમાં ગ્રેજ્યુએટ થયેલા, ગવર્નિંગ બોડીના મેમ્બર થીઓડોર જારસે ઈસુના શબ્દોને ભાર આપતા કહ્યું: “તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો.” (માત્થી ૨૮:૧૯, ૨૦) ગ્રેજ્યુએટ થયેલાઓને જુદા જુદા ૨૦ દેશોમાં મોકલવામાં આવ્યા હોવાથી, એ કેટલું યોગ્ય હતું! તેમણે વિદ્યાર્થીઓને યાદ કરાવ્યું કે બાઇબલમાંથી મેળવેલી સલાહના લીધે તેઓ સૌથી મહત્ત્વની આત્મિક કાપણીના કાર્ય માટે તૈયાર થઈ શક્યા.—માત્થી ૫:૧૬.

પ્રચારમાં કઈ રીતે સફળ થઈ શકાય?

કાર્યક્રમમાં સૌથી પહેલા રોબર્ટ વૉલન હતા. તે ઘણાં વર્ષોથી ગિલયડ સ્કૂલને લગતું કામ કરે છે. તેમણે “ઉત્તમ ગુણ દયા” પર ટૉક આપી. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું: “દયા એક એવી ભાષા છે, જેનાથી બહેરાઓ સાંભળી શકે છે અને આંધળાઓ જોઈ શકે છે.” ઈસુ જાણતા હતા કે લોકોની હાલત કેવી હતી અને તેઓને માટે પોતે કંઈક કરવા માંગતા હતા. (માત્થી ૯:૩૬) વિદ્યાર્થીઓને પ્રચાર કાર્યમાં, મંડળમાં, મિશનરિ ઘરમાં અને પોતાના લગ્‍ન જીવનમાં દયા બતાવવાની ઘણી તકો મળશે. ભાઈ વૉલને સલાહ આપી: “તમે બીજાઓને મદદ કરો એમાં દયા દેખાઈ આવશે. તમે દરરોજ મિશનરિ ઘરમાં સૌથી સારું વર્તન બતાવો એ પણ પૂરતું છે. દયાળુ બનવાની મનમાં ગાંઠ વાળો.”—કોલોસી ૩:૧૨.

પછી ૪૧મા ગિલયડ ક્લાસના ગ્રેજ્યુએટ અને ગવર્નિંગ બોડીના મેમ્બર ગેરીટ લૉશે “તારણના પ્રકાશકો” વિષય પર ટૉક આપી. (યશાયાહ ૫૨:૭) આ જગતના નાશમાંથી બચી જવા લોકોએ બાઇબલનું ખરું જ્ઞાન લેવું જ જોઈએ. વિશ્વાસની કબૂલાત માટે બાપ્તિસ્મા લેવું જ જોઈએ. (રૂમી ૧૦:૧૦; ૨ તીમોથી ૩:૧૫; ૧ પીતર ૩:૨૧) તારણનો પ્રચાર કરતી વખતે, મુખ્ય ધ્યેય લોકોને બચાવવાનો નહિ પણ યહોવાહને મહિમા આપવાનો હોવો જોઈએ. પછી ભાઈ લૉશે મિશનરિઓને સલાહ આપી: ‘યહોવાહને મહિમા આપવા આખા જગતમાં રાજ્યનો શુભસંદેશ ફેલાવો. લોકોને જણાવો કે યહોવાહ તારણના પરમેશ્વર છે.’—રૂમી ૧૦:૧૮.

ક્લાસના શિક્ષક લોરેન્સ બોએને આ પ્રશ્ન પૂછ્યો: “તમે કઈ રીતે આત્મિક પ્રકાશ ફેલાવો છો?” તેમણે ઈસુના શબ્દો દ્વારા વિદ્યાર્થીઓને આંખો “નિર્મળ” રાખવાનું ઉત્તેજન આપ્યું. (માત્થી ૬:૨૨) જેથી તેઓ “યહોવાહના મહિમાનું પ્રતિબિંબ પાળે અને બીજા ભાઈબહેનોને પણ લાભ થાય.” ઈસુએ પોતાના પ્રચાર કાર્યની શરૂઆતથી જ પરમેશ્વરની ઇચ્છા પૂરી કરવા પર ધ્યાન આપ્યું. યહોવાહ પાસેથી શીખેલી અદ્‍ભુત બાબતો પર મનન કરીને, ઈસુએ અરણ્યમાં શેતાનનો સફળતાથી સામનો કર્યો. (માત્થી ૩:૧૬; ૪:૧-૧૧) ઈસુએ પોતાને સોંપાયેલું કામ પૂરું કરવા યહોવાહ પર પૂરેપૂરો આધાર રાખ્યો. એવી જ રીતે, મુશ્કેલીઓનો સામનો કરવા, મિશનરિઓ બાઇબલ અભ્યાસની સારી ટેવ પાડીને યહોવાહ પર પૂરેપૂરો આધાર રાખી શકે.

ગિલયડ ક્લાસના બીજા શિક્ષક માર્ક નુમેર ગિલયડના ૭૭મા ક્લાસમાં ગ્રેજ્યુએટ થયા હતા. તેમણે આ વિષે ટૉક આપી: “અમે તમારા હાથમાં છીએ.” (યહોશુઆ ૯:૨૫) તેમણે વિદ્યાર્થીઓને ગિબઓનીઓ જેવા બનવાનું ઉત્તેજન આપ્યું. ગિબઓન ‘પાટનગર જેવું મોટું હતું અને તેના સર્વ માણસો બળવાન હતા.’ પણ તેઓ પોતાની મરજી પ્રમાણે કરવા માંગતા ન હતા. (યહોશુઆ ૧૦:૨) તેઓ યહોવાહની ઉપાસનામાં લેવીઓને મદદ કરવા માટે “લાકડાં ફાડનારા તથા પાણી ભરનારા” તરીકે કામ કરવા તૈયાર હતા. (યહોશુઆ ૯:૨૭) ક્લાસના વિદ્યાર્થીઓ મોટા યહોશુઆ, ઈસુ ખ્રિસ્તને જાણે કહી રહ્યા હતા: “અમે તમારા હાથમાં છીએ.” તેઓ ગમે ત્યાં સેવા આપે, તેઓએ પણ એવું જ વલણ બતાવીને મોટા યહોશુઆ જે કહે એ કરવા તૈયાર હતા.

અનુભવો અને ઇન્ટર્વ્યૂં

એકસઠમાં ક્લાસના ગિલયડ ગ્રેજ્યુએટ અને ગિલયડ શિક્ષક વૉલેસ લીવરેન્સે “શાસ્ત્રવચનો સમજાવવા” વિષય પર વિદ્યાર્થીઓના ગ્રૂપ સાથે ચર્ચા કરી. આ સ્કૂલમાંના સ્ટુડન્ટ્‌સે પ્રચારમાં માણેલા ઘણા અનુભવો તેઓએ જણાવ્યા. છેલ્લા પાંચ મહિનામાં સ્ટુડન્ટ્‌સે બાઇબલનો ઊંડો અભ્યાસ કર્યો હતો. એ હવે તેઓના હૃદય સુધી પહોંચ્યો હતો. હવે, તેઓ જે કંઈ શીખ્યા એ બીજાઓને જણાવવા આતુર હતા. (લુક ૨૪:૩૨) પાંચ મહિનાના કોર્સમાં પોતે જે કંઈ શીખ્યો, એ એક વિદ્યાર્થીએ પોતાના નાના ભાઈને જણાવ્યું. એ સાંભળીને તેના ભાઈએ યહોવાહના સાક્ષીઓને શોધી કાઢ્યા. તેઓ સાથે બાઇબલ અભ્યાસ કરવા લાગ્યો. હવે તે પ્રકાશક બન્યો છે.

આ અનુભવો પછી, રીચર્ડ એસ અને જોન ગીબર્ટે લાંબા સમયથી યહોવાહની ભક્તિ કરી રહેલા ભાઈ-બહેનો અને પ્રવાસી નિરીક્ષકોના ઇન્ટર્વ્યૂં લીધા. તેઓ પણ આવી જ અગાઉની ગિલયડ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયા હતા. એક મિશનરિએ જણાવ્યું કે તેમના ક્લાસમાં ભાઈ નોરે કહ્યું: “ગિલયડ દરમિયાન તમે ખૂબ અભ્યાસ કરશો. પણ જો તમે માથું મોટું કરીને આવશો તો નિષ્ફળ જશો. અમે ઇચ્છીએ છીએ કે તમે મોટા દિલના થઈને બહાર આવો.” પ્રવાસી ભાઈએ વિદ્યાર્થીઓને ઉત્તેજન આપ્યું કે, તેઓ ઈસુ ખ્રિસ્તની જેમ લોકોની કાળજી લે. બીજું કે જે કંઈ સોંપવામાં આવે, એ નમ્રપણે સ્વીકારે. આ પ્રમાણે નવા મિશનરિઓ સફળ થઈ શકશે.

ઉત્સાહથી પ્રચાર કરો

ગવર્નિં ગ બોડીના બીજા એક ભાઈ સ્ટીવન લેટે કાર્યક્રમની મુખ્ય ટૉક આપી. એનો વિષય હતો: “ઉત્સાહથી પ્રચાર કરો.’ (માત્થી ૯:૩૮) કાપણીની મોસમનો સમય બહુ ટૂંકો હોય છે. તેથી મજૂરોએ સખત મહેનત કરવી પડે છે. આ જગતના અંતના સમય દરમિયાન યહોવાહના મજૂરો તરીકે આપણે પણ સખત મહેનત કરવી જ જોઈએ. આ સમયમાં લોકોના જીવન જોખમમાં છે! (માત્થી ૧૩:૩૯) ભાઈ લેટે વિદ્યાર્થીઓને ઉત્તેજન આપ્યું કે આ કાપણીના ‘કામમાં આળસુ’ ન થવું. પણ ‘આત્મામાં ઉત્સાહી થાઓ’ અને ‘પ્રભુની સેવા કરો.’ (રૂમી ૧૨:૧૧) ભાઈએ ઈસુના શબ્દો જણાવ્યા: “તમારી આંખો ઊંચી કરીને ખેતરો જુઓ, કે તેઓ કાપણીને સારૂ પાકી ચૂક્યાં છે.” (યોહાન ૪:૩૫) પછી ભાઈએ વિદ્યાર્થીઓને ગમે ત્યાં લોકો મળે ત્યાં પ્રચાર કરવાનું ઉત્તેજન આપ્યું. જો આપણે હંમેશાં પ્રચાર કરવા તૈયાર હોઈએ, તો આપણે સહેલાઈથી સાક્ષી આપી શકીશું. યહોવાહ ઉત્સાહી પરમેશ્વર છે. તે ઇચ્છે છે કે આપણે પણ તેમની જેમ જ મહેનત કરીએ.—૨ રાજાઓ ૧૯:૩૧; યોહાન ૫:૧૭.

કાર્યક્રમના અંતે ચેરમેન ભાઈ જારસે અલગ અલગ બ્રાંચમાંથી આવેલા સંદેશા વાંચ્યા. પછી, તેમણે દરેક ગ્રેજ્યુએટને ડિપ્લોમા આપ્યા. આખા ક્લાસ માટે એક સ્ટુડન્ટે પત્ર વાંચ્યો જેમાં તેઓએ બહુ જ કદર કરી હતી. આ રીતે ૧૧૬મા ક્લાસના ગ્રેજ્યુએશન કાર્યક્રમમાં ભેગા મળેલા સર્વને ઉત્સાહથી પ્રચાર કરવાનું ઘણું જ ઉત્તેજન મળ્યું.

[પાન ૨૫ પર બોક્સ]

ક્લાસની વિગત

કેટલા દેશમાંથી આવ્યા?: ૬

કેટલા દેશોમાં જશે?: ૨૦

સ્ટુડન્ટ્‌સની સંખ્યા: ૪૬

સ્ટુડન્ટ્‌સની ઉંમર: ૩૪.૨

સત્યમાં વર્ષો: ૧૭.૨

ફૂલ-ટાઈમ સેવાનાં વર્ષો: ૧૩.૯

[પાન ૨૬ પર ચિત્ર]

વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડનો ૧૧૬મો ક્લાસ

નીચે આપેલાં નામો આગળથી પાછળની લાઈનમાં અને દરેક લાઈનમાં ડાબેથી જમણે જાય છે.

(૧) સિઓન્સૂ, આર.; સ્પાર્કસ, ટી.; પેનયા, સી.; ટરનર, પી.; ચેની, એલ. (૨) સ્વોરડી, એમ.; સોક્વીસ્ટ, એ.; ઓમોદોરી, એલ.; સ્મીથ, એન.; જોર્ડન, એ.; બ્વાસાનો, એલ. (૩) મૅટલોક, જે.; રૂઈસ, સી.; ડૂલાર, એલ.; વિનયેનો, એમ.; હેનરી, કે. (૪) સોક્વીસ્ટ, એચ.; લોક્સ, જે.; રૂઝો, જે.; ગસ્ટાસન, કે.; બ્વાસાનો, આર.; જોર્ડન, એમ. (૫) હેનરી, ડી.; ટરનર, ડી.; કરવીન, એસ.; ફ્લોરીટ, કે.; સિઓન્સૂ, એસ. (૬) ઓમોદોરી, એસ.; ચેની, જે.; રૉસ, આર.; નેલ્સન, જે.; રૂઈસ, જે.; વિનયેનો, એમ. (૭) ફ્લોરીટ, જે.; મૅટલોક, ડી.; રૉસ, બી.; લૉક્સ, સી.; રૂઝો, ટી.; ડૂલાર, ડી.; કરવીન, એન. (૮) ગસ્ટાસન, એ.; નેલ્સન, ડી.; સ્વોરડી, ડબલ્યુ.; પેનયા, એમ.; સ્મીથ, સી.; સ્પાર્કસ, ટી.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો