વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w05 ૧૧/૧ પાન ૧૩-૧૪
  • ખંડણી યહોવાહનાં ન્યાયી ધોરણોને માન આપે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ખંડણી યહોવાહનાં ન્યાયી ધોરણોને માન આપે છે
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • સરખી માહિતી
  • ઈસુએ આપણા માટે જિંદગી કુરબાન કરી
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • ઈસુના બલિદાન માટે કદર બતાવતા રહીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • ઈસુના બલિદાનથી કઈ રીતે આપણો ઉદ્ધાર થાય છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • ઈસુનું બલિદાન કઈ રીતે ‘ઘણા લોકો માટે છુટકારાની કિંમત’ ચૂકવે છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
w05 ૧૧/૧ પાન ૧૩-૧૪

ખંડણી યહોવાહનાં ન્યાયી ધોરણોને માન આપે છે

આદમ અને હવાએ એદન બાગમાં પરમેશ્વર વિરુદ્ધ પાપ કર્યું. ત્યાર પછી, યહોવાહે જણાવ્યું કે પોતે શું કરશે. યહોવાહ એક સંતાન મોકલશે, જેની એડી છૂંદવામાં આવશે. (ઉત્પત્તિ ૩:૧૫) યહોવાહના દુશ્મનોએ ઈસુને થાંભલા પર મારી નાખ્યા ત્યારે, જાણે ઈસુની એડી છૂંદવામાં આવી. (ગલાતી ૩:૧૩, ૧૬) ઈસુને વારસામાં કોઈ પાપ મળ્યું ન હતું. તેમનો જન્મ એક ચમત્કાર હતો. યહોવાહે પવિત્ર આત્મા કે શક્તિથી એક કુંવારી સ્ત્રીના ગર્ભમાં ઈસુનું જીવન મૂક્યું હતું. શા માટે એમ? એનું કારણ એ કે ઈસુનું લોહી ખંડણીની કિંમત તરીકે ચૂકવી શકાય. આમ, આદમથી વારસામાં મળેલા પાપ અને મરણમાંથી છૂટકારો મળી શકે.—રૂમી ૫:૧૨, ૧૯.

યહોવાહે જે ધાર્યું છે એને કોઈ અટકાવી શકશે નહિ. એટલે આદમ અને હવા પાપી બન્યા પછી, ભલે તરત જ ખંડણી આપવામાં આવી ન હતી, પણ યહોવાહની નજરે જાણે કે એ અપાઈ ગઈ હતી. એટલે યહોવાહ પોતાનાં વચનોમાં ભરોસો રાખનારાઓ સાથે જાણે ખંડણી આપવામાં આવી હોય એ રીતે વર્ત્યા. એ માટે હનોખ, નુહ અને ઈબ્રાહીમ જેવા આદમનાં સંતાનો પરમેશ્વર સાથે ચાલી શક્યા. તેમના મિત્રો બની શક્યા.—ઉત્પત્તિ ૫:૨૪; ૬:૯; યાકૂબ ૨:૨૩.

યહોવાહના અમુક ભક્તોએ મોટાં પાપ કર્યાં હતાં. રાજા દાઊદની જ વાત કરો. તમને થશે કે ‘રાજા દાઊદે બાથશેબા સાથે વ્યભિચાર કર્યો. તેના પતિ ઉરીયાહને મારી નંખાવ્યો. તોપણ યહોવાહ કેમ તેમને આશીર્વાદ આપતા રહ્યા?’ એક મહત્ત્વનું કારણ એ કે દાઊદે સાચા દિલથી પસ્તાવો કર્યો અને યહોવાહમાં પૂરો ભરોસો રાખ્યો. (૨ શમૂએલ ૧૧:૧-૧૭; ૧૨:૧-૧૪) પણ યહોવાહે શાને આધારે દાઊદને માફ કર્યા? ભવિષ્યમાં ઈસુના બલિદાનથી જે ખંડણીની કિંમત આપવાના હતા એના આધારે. આ રીતે તેમણે પોતાનાં ન્યાયી ધોરણો અને ન્યાયીપણું જાળવી રાખ્યાં. (ગીતશાસ્ત્ર ૩૨:૧, ૨) એની સાબિતી આપતા, બાઇબલ જણાવે છે કે ઈસુની ખંડણીથી કયો મોટો આશીર્વાદ શક્ય બન્યો છે. એ ખંડણી આપીને ઈશ્વરે બતાવ્યું કે તે ‘ન્યાયી જ હતા. કેમ કે ભૂતકાળના લોકોએ પાપો કર્યાં હતાં તેની શિક્ષા તેઓને કરી નહિ, વર્તમાન સમયમાં પણ ઈશ્વર આ રીતે પાપીઓનો સ્વીકાર કરે છે.’—રોમન ૩:૨૫, ૨૬, IBSI.

ઈસુના લોહીથી ખંડણીની જે કિંમત ચૂકવાઈ, એનો મનુષ્યો મોટો લાભ મેળવે છે. ખંડણીને આધારે, પસ્તાવો કરનાર પરમેશ્વર સાથે પાક્કો સંબંધ બાંધી શકે છે. ગુજરી ગયેલાને ખંડણીને લીધે નવી દુનિયામાં સજીવન કરવામાં આવશે. ઈસુએ ખંડણી આપી એ પહેલાં જેઓ ગુજરી ગયા હતા, તેઓને પણ સજીવન કરવામાં આવશે. યહોવાહ વિષે કશુંય જાણ્યા વિના જેઓ ગુજરી ગયા છે, તેઓને પણ સજીવન કરવામાં આવશે. બાઇબલ કહે છે, “ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) એ સમયે, ઈસુની ખંડણીને લીધે યહોવાહની ભક્તિ કરનારા સર્વને તે હંમેશ માટેનું જીવન આપશે. (યોહાન ૩:૩૬) ઈસુએ પોતે કહ્યું: “દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.” (યોહાન ૩:૧૬) ઈસુ ખ્રિસ્તની ખંડણીને લીધે આ સર્વ આશીર્વાદો મનુષ્યોને મળશે.

ખંડણીમાંથી મનુષ્યો આશીર્વાદો મેળવશે, એટલું જ નથી. સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે ઈસુની ખંડણીથી યહોવાહનું નામ રોશન થાય છે. ખંડણીથી સાબિત થાય છે કે યહોવાહના ન્યાયમાં જરાય ખોટ નથી. પાપી માણસો સાથેના વહેવારમાં પણ તે શુદ્ધ અને પવિત્ર છે. જો યહોવાહે ખંડણીની ગોઠવણ ન કરી હોત, તો આદમનાં સંતાન હનોખ, નુહ કે ઈબ્રાહીમ યહોવાહના મિત્ર બની શક્યા ન હોત. ગીતશાસ્ત્રમાં એક કવિએ લખ્યું: “હે યાહ, જો તું દુષ્ટ કામો ધ્યાનમાં રાખે, તો, હે પ્રભુ, તારી આગળ કોણ ઊભો રહી શકે?” (ગીતશાસ્ત્ર ૧૩૦:૩) આપણે યહોવાહની બહુ જ કદર કરીએ છીએ કે તેમણે પોતાના વહાલા દીકરાને પૃથ્વી પર મોકલ્યા. આપણે ઈસુ ખ્રિસ્તની પણ બહુ કદર કરીએ છીએ, કેમ કે તેમણે પોતાનું જીવન આપણા માટે ખંડણીની કિંમત ચૂકવવા કુરબાન કરી દીધું!—માર્ક ૧૦:૪૫.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો