વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w11 ૪/૧ પાન ૨-૩
  • એક મહત્ત્વની ભવિષ્યવાણી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એક મહત્ત્વની ભવિષ્યવાણી
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • સરખી માહિતી
  • શું દુનિયાનો ‘અંત’ નજીક છે?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • પ્રેરિતો નિશાની માંગે છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • ઈશ્વરે નક્કી કરેલો સમય પાસે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • ઈશ્વરના રાજ્ય વિષે ઈસુએ શું શીખવ્યું?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
w11 ૪/૧ પાન ૨-૩

એક મહત્ત્વની ભવિષ્યવાણી

“સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.”​—માત્થી ૨૪:૧૪.

બાઇબલના નિષ્ણાતો આ કલમને બહુ જ મહત્ત્વની ગણે છે. એનું કારણ એ છે કે એમાં આખા જગતમાં થનાર કામ વિષે જણાવેલું છે. એ કલમ બતાવે છે કે ખ્રિસ્તીઓએ લોકોને સંદેશો જણાવવો જોઈએ. એ સંદેશો ભાવિમાં થનાર મોટા બનાવો વિષે છે, જેની સર્વ લોકોને અસર થશે. ઈસુએ પણ કહ્યું હતું કે “અંત” આવે એ પહેલાં આખી દુનિયામાં પ્રચાર કરવામાં આવશે.

આ ભવિષ્યવાણી આજે પૂરી થઈ રહી છે. એમાં જણાવેલી ખુશખબર તમને અસર કરે છે. એ સંદેશામાં વિનંતી સાથે ચેતવણી પણ છે. એના પરથી તમારે પસંદગી કરવાની છે કે તમે ઈશ્વરના રાજ્યને સ્વીકારશો કે એને ઠુકરાવશો. આ પસંદગીમાં તમારા જીવન-મરણનો સવાલ છે.

ઈસુના મરણના થોડા દિવસો પહેલાં શિષ્યોએ તેમને ભાવિ વિષે સવાલો કર્યા હતા. તેઓને જાણવું હતું કે ઈશ્વરનું રાજ્ય કેવી રીતે સ્થપાશે. એનું કારણ એ હતું કે ઈસુએ એ રાજ્ય વિષે ઘણી વાર વાત કરી હતી. તેઓને એ પણ જાણવું હતું કે ‘જગતનો અંત’ ક્યારે આવશે, અને એના પહેલાં કેવા બનાવો બનશે.​—માત્થી ૨૪:૩.

ઈસુએ કહ્યું કે દુનિયાભરમાં લડાઈઓ અને ધરતીકંપો થશે, દુકાળ પડશે, મરકી ફેલાશે. અન્યાય અને ગુના વધશે. આ બધું મોટા પ્રમાણમાં થશે. એ ઉપરાંત ધર્મગુરુઓ લોકોને ગેરમાર્ગે દોરશે. ઈસુના ખરા શિષ્યોને ધિક્કારવામાં આવશે અને સતાવવામાં આવશે. તમને થશે કે આ બધા તો ખરાબ સમાચાર કહેવાય.​—માત્થી ૨૪:૪-૧૩; લુક ૨૧:૧૧.

જોકે આ બનાવો જણાવ્યા પછી ઈસુએ ખુશખબર વિષે જણાવ્યું, જે શરૂઆતની કલમમાં જોવા મળે છે. સદીઓથી ઘણા લોકોએ ઈસુના આ શબ્દો પર બહુ જ વિચાર કર્યો છે. એમાંથી ઘણાઓને આશા મળી છે. આજે ઘણા લોકો ઈસુના એ શબ્દોને મહત્ત્વના ગણે છે, પણ પોતાની રીતે એનું અર્થઘટન કરે છે. કદાચ તમને થતું હશે કે આ સુવાર્તા કે ખુશખબર શું છે? ઈશ્વરનું રાજ્ય શું છે? આ ભવિષ્યવાણી ક્યારે પૂરી થશે? કોણ પૂરી કરશે? અંત શું છે? ચાલો જોઈએ. (w11-E 03/01)

[પાન ૨ અને ૩નું ચિત્રો]

ચાર સુવાર્તાની વૉશિંગ્ટન હસ્તપ્રતની નકલ. એમાં માત્થી ૨૪:૧૪ ઘાટા અક્ષરોમાં દેખાય છે

[ક્રેડીટ લાઈન]

આ પુસ્તકમાંથી: Facsimile of the Washington Manuscript of the Four Gospels in the Freer Collection 1912

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો