વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w11 ૧૧/૧ પાન ૪
  • ૧ ઈશ્વર એક રહસ્ય છે શું એ સાચું છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૧ ઈશ્વર એક રહસ્ય છે શું એ સાચું છે?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • સરખી માહિતી
  • શું આપણે ઈશ્વરને ઓળખી શકીએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
w11 ૧૧/૧ પાન ૪

૧ ઈશ્વર એક રહસ્ય છે શું એ સાચું છે?

તમે કદાચ સાંભળ્યું હશે: “ઈશ્વર એક રહસ્ય છે.”

તેમના કામો રહસ્યમય છે. અમુક લોકોએ તમને સમજાવ્યું હશે કે ઈશ્વર ત્રૈક્ય છે, એટલે એ વિષે જાણવું સહેલું નથી.

બાઇબલ શું શીખવે છે: ઈસુએ કહ્યું કે જેઓ ‘એકલા ખરા ઈશ્વરને ઓળખશે,’ તેઓને આશીર્વાદ મળશે. (યોહાન ૧૭:૩) પણ જો ઈશ્વર રહસ્ય હોય, તો શું તેમને ઓળખવા શક્ય છે? હા શક્ય છે, કેમ કે ઈશ્વર પોતે ચાહે છે કે બધા તેમને ઓળખે. તેમણે પોતાની ઓળખ છુપાવી નથી.—યિર્મેયાહ ૩૧:૩૪.

ખરું કે આપણે ઈશ્વર વિષે બધું જાણી શકતા નથી, કારણ કે તેમના વિચારો અને કાર્યો આપણાથી ઘણા ઊંચા છે.—સભાશિક્ષક ૩:૧૧; યશાયાહ ૫૫:૮, ૯.

સત્ય જાણવાનો ફાયદો: તમને થશે કે જો ઈશ્વર રહસ્ય હોય તો પછી તેમને જાણવાની કોશિશ પણ શું કામ કરવી! પણ ઈશ્વર તો ચાહે છે કે આપણે તેમના વિષે જાણીએ. તેમની સાથે ગાઢ સંબંધ બાંધીએ. એટલે જ ઈશ્વરે તેમના સેવક ઈબ્રાહીમને “મારા મિત્ર” કહ્યા. (યશાયાહ ૪૧:૮) ઈસ્રાએલના રાજા દાઊદે પણ લખ્યું કે “જેઓ [પરમેશ્વરનો] ભય રાખે છે તેઓને તે પોતાનાં મિત્રો બનાવે છે.”—ગીતશાસ્ત્ર ૨૫:૧૪, IBSI.

શું ઈશ્વર સાથે ખરેખર મિત્રતા બાંધી શકાય? હા, બાંધી શકાય. નોંધ કરો કે પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૭ શું કહે છે: “તે [ઈશ્વર] આપણામાંના કોઈથી વેગળો નથી.” કયા અર્થમાં તે આપણાથી દૂર નથી? બાઇબલમાં ઈશ્વરે આપણા માટે બધી જ માહિતી આપી છે, જેથી તેમને સારી રીતે ઓળખી શકીએ.a

ઈશ્વરે જણાવ્યું છે કે તેમનું નામ “યહોવાહ” છે. (યશાયાહ ૪૨:૮) તેમણે મનુષ્ય માટે જે પણ કર્યું છે, એ વિષે બાઇબલમાં લખાવ્યું છે. એનો અભ્યાસ કરવાથી ઈશ્વરને સારી રીતે ઓળખી શકીએ છીએ. બાઇબલ ઈશ્વરની લાગણીઓ વિષે કહે છે કે તે ‘દયાળુ તથા કૃપાળુ, મંદરોષી છે. તે પ્રેમ તથા સત્યથી ભરપૂર’ છે. (નિર્ગમન ૩૪:૬) આપણા કાર્યોની તેમની લાગણીઓ પર અસર થાય છે. દાખલા તરીકે પ્રાચીન ઈસ્રાએલીઓ જ્યારે ઈશ્વરની વિરુદ્ધ જતા ત્યારે તેમને ‘દુઃખી કરતા.’ પણ જેઓ તેમની આજ્ઞા પાળતા તેઓ ઈશ્વરને ‘આનંદ પમાડતા.’—ગીતશાસ્ત્ર ૭૮:૪૦; નીતિવચનો ૨૭:૧૧. (w11-E 10/01)

[ફુટનોટ]

a બાઇબલમાં ઈશ્વર વિષે શું જણાવ્યું છે, એની વધારે માહિતી મેળવવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પહેલું પ્રકરણ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૪ પર બ્લર્બ]

જો ઈશ્વર રહસ્યમય ત્રૈક્ય હોય, તો પછી તેમને જાણવાની કોશિશ પણ શું કામ કરવી!

[પાન ૪ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

The Trinity c.1500, Flemish School, (16th century) / H. Shickman Gallery, New York, USA / The Bridgeman Art Library International

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો