વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w12 ૧/૧ પાન ૪-૭
  • કુદરતી આફતોનો સામનો કરવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કુદરતી આફતોનો સામનો કરવો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • સરખી માહિતી
  • કુદરતી આફતો વિશે પવિત્ર શાસ્ત્રમાં શું લખ્યું છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • શું ઈશ્વર આપણને શિક્ષા કરી રહ્યા છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • કોઈ જવાબ છે?
    સજાગ બનો!—૨૦૦૭
  • ત્યારે કોઈ આફત નહિ આવે!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
w12 ૧/૧ પાન ૪-૭

કુદરતી આફતોનો સામનો કરવો

દિવસે દિવસે કુદરતી આફતોની સંખ્યા વધી રહી છે. એનાથી થતું નુકસાન પણ વધી રહ્યું છે. એ ધ્યાનમાં રાખતા વ્યક્તિ કઈ રીતે એનો સામનો કરી શકે? ચાલો હવે અમુક સૂચનો જોઈએ જે આપણને મદદ કરશે.

જોખમવાળા વિસ્તારથી દૂર રહો.

બાઇબલ જણાવે છે કે “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે. પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે.” (નીતિવચનો ૨૨:૩) આફતો વખતે આ સલાહ લાગુ પાડવામાં જ આપણી ભલાઈ છે. જો ચેતવણી મળે કે જ્વાળામુખી ફાટવાનો છે, પૂર કે વાવાઝોડું આવવાનું છે, તો સમજદારી એમાં જ છે કે વહેલી તકે ત્યાંથી નીકળીને સલામત જગ્યાએ જતા રહીએ. ઘર અને ચીજવસ્તુઓ કરતાં જીવન વધારે કીમતી છે.

ભારે જોખમવાળા વિસ્તારો છોડીને બીજે રહેવા જવું અમુક લોકો માટે શક્ય હોય શકે. એક અધિકારી કહે છે, ‘મોટા ભાગે અમુક વિસ્તારોમાં જ આફતો આવતી હોય છે. દુનિયામાં બહુ થોડી જગ્યાઓ છે, જેમાં આફતો થવાનું જોખમ ઘણું વધારે છે. તેમ જ ભાવિમાં પણ ત્યાં વધારે આફતો આવવાની શક્યતાઓ રહેલી છે.’ કદાચ એ ખરું હોય શકે. જેમ કે, દરિયાકિનારાના નીચાણવાળા વિસ્તારો અથવા ભૂકંપના જોખમવાળા ફૉલ્ટ લાઈન વિસ્તારો. જો શક્ય હોય તો આવા ભારે જોખમવાળા વિસ્તારોમાં રહેવાનું ટાળવું જોઈએ. બની શકે તો વધારે સલામત હોય એવી જગ્યાએ રહેવું. આમ, તમે આફતોથી આવનાર તકલીફોને ઘણી હદે ઓછી કરી શકશો.

પહેલેથી વિચારી રાખો.

ભલે સાવચેતીના પગલાં લીધાં હોય, તોપણ અણધારી આફત આવી શકે. પણ આફતનો સામનો કરવા પહેલેથી વિચાર્યું હશે તો ઘણું સહેલું બનશે. આ વિચાર આગળ જોઈ ગયેલા નીતિવચનો ૨૨:૩ની સલાહના સુમેળમાં છે. શું તમે અમુક સામગ્રી તૈયાર રાખી છે જે લઈને તરત ભાગી શકો? વન-ટુ-થ્રી ઓફ ડિસાસ્ટર એજ્યુકેશન નામની પુસ્તિકા અમુક સૂચનો આપે છે: પ્રાથમિક સારવાર (ફર્સ્ટ એઈડ)ની સામગ્રી, પાણીની બોટલ, બગડે નહિ એવો ખોરાક, અગત્યના ડૉક્યુમેન્ટ્‌સ તરત મળે એમ રાખો. અગાઉથી કુટુંબ સાથે ચર્ચા કરવી સારી ગણાશે કે અલગ અલગ પ્રકારની આફતોમાં શું કરી શકાય.

ઈશ્વર સાથે ગાઢ સંબંધ જાળવી રાખો.

ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત હશે તો કોઈ પણ સંજોગોમાં મદદ મળશે. બાઇબલ જણાવે છે કે ઈશ્વર ‘કરુણાના પિતા તથા સર્વ દિલાસાના ઈશ્વર છે. તે સર્વ વિપત્તિમાં દિલાસો આપે છે.’ બીજી એક કલમ જણાવે છે કે ઈશ્વર ‘દીનજનોને દિલાસો આપનાર’ છે.—૨ કોરીંથી ૧:૩, ૪; ૭:૬.

જેઓ ઈશ્વરમાં ભરોસો મૂકે છે, તેઓના સંજોગોથી તે સારી રીતે વાકેફ છે. તે પ્રેમના ઈશ્વર છે અને અલગ અલગ રીતોથી ઉત્તેજન આપે છે. (૧ યોહાન ૪:૮) ઈશ્વરને ચમત્કાર માટે નહિ પણ તેમની શક્તિ માટે પ્રાર્થના કરીએ. એ શક્તિ કોઈ પણ સંજોગમાં મદદ કરશે. એ શક્તિ બાઇબલના એવા અહેવાલો યાદ દેવડાવશે, જે મુશ્કેલ સંજોગોનો સામનો કરતા લોકોને દિલાસો આપશે. સાચે જ, ઈશ્વરના ભક્તો પણ પ્રાચીન ઈસ્રાએલના રાજા દાઊદ જેવું અનુભવશે. તેમણે કહ્યું હતું: “જોકે મરણની છાયાની ખીણમાં હું ચાલું, તોએ હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહિ; કેમ કે તું મારી સાથે છે; તારી લાકડી તથા તારી છડી મને દિલાસો દે છે.”—ગીતશાસ્ત્ર ૨૩:૪.

સાક્ષીઓ એકબીજાને મદદ કરે છે.

પહેલી સદીમાં એક ખ્રિસ્તી પ્રબોધક આગાબસે જાહેર કર્યું કે “આખા જગતમાં મોટો દુકાળ પડશે અને ક્લોદિયસની કારકિર્દીમાં તેમ જ થયું.” યહુદાહમાં રહેતા ઈસુના કેટલાક શિષ્યોને એ દુકાળની ઘણી અસર થઈ. બીજે રહેતા શિષ્યોએ જ્યારે સાંભળ્યું કે એ ખ્રિસ્તીઓ તકલીફમાં છે, ત્યારે તેઓએ શું કર્યું? અહેવાલ જણાવે છે કે “શિષ્યોએ ઠરાવ કર્યો, કે આપણામાંના દરેક માણસે પોતપોતાની શક્તિ પ્રમાણે યહુદાહમાં રહેનાર ભાઈઓને કંઈક મદદ મોકલવી.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૮, ૨૯) આમ, તેઓએ પ્રેમાળ રીતે રાહત સામગ્રી પૂરી પાડી.

આજે પણ જ્યારે મોટી આફતો આવી પડે છે, ત્યારે ઈશ્વરના લોકો એવી જ રીતે વર્તે છે. સાથી ભાઈ-બહેનોને મદદ કરવા યહોવાના સાક્ષીઓ ઘણા જાણીતા છે. દાખલા તરીકે, ચીલીમાં ફેબ્રુઆરી ૨૭, ૨૦૧૦માં મોટો ધરતીકંપ થયો હતો. એ સમયે યહોવાના સાક્ષીઓએ ભાઈ-બહેનોને તરત મદદ પૂરી પાડી હતી. કાર્લા જેનું ઘર સુનામીમાં તણાઈ ગયું હતું, તે જણાવે છે: ‘આફતના બીજા જ દિવસે સાથી યહોવાના સાક્ષીઓ મદદ માટે આવી પહોંચ્યા. એ જોઈને મને ઘણો દિલાસો અને ઉત્તેજન મળ્યું. એમાં કોઈ જ શંકા નથી કે એ ભાઈ-બહેનોએ કરેલી મદદ દ્વારા યહોવાએ અમને દિલાસો આપ્યો. મેં ઈશ્વરના પ્રેમ અને રક્ષણનો અનુભવ કર્યો.’ તેના દાદા યહોવાના સાક્ષી ન હતા, પણ સાક્ષીઓએ કરેલી મદદ તે જોઈ શક્યા. તે કહે છે: ‘હું ઘણાં વર્ષોથી ચર્ચ સાથે સંકળાયેલો હતો. પરંતુ સાક્ષીઓ વિષે મેં જે જોયું એ સાવ અલગ હતું.’ તેમણે જે જોયું એના લીધે યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરવાની માંગ કરી.

ઈશ્વરને પ્રેમ કરનારા લોકો સાથે સંગત રાખવાથી મુશ્કેલ સંજોગોમાં ઘણી રાહત મળે છે. પણ પ્રશ્ન થાય કે શું એવો કોઈ સમય હશે જ્યારે પૃથ્વી પર કોઈ પણ પ્રકારની આફત નહિ હોય? ચાલો જોઈએ એ વિષે બાઇબલ શું કહે છે. (w11-E 12/01)

[પાન ૬ પર ચિત્ર]

શું તમે અમુક સામગ્રી તૈયાર રાખી છે, જે લઈને તરત ભાગી શકો?

[પાન ૭ પર ચિત્ર]

ઈશ્વરને ચમત્કાર માટે નહિ, પણ તેમની શક્તિ માટે પ્રાર્થના કરીએ

[પાન ૭ પર ચિત્ર]

આફતનો સામનો કરવા સાથી ભાઈ-બહેનો એકબીજાને મદદ કરે છે

[પાન ૭ પર ચિત્ર]

મેં ઈશ્વરના પ્રેમ અને રક્ષણનો અનુભવ કર્યો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો