વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w12 ૬/૧ પાન ૨૬-૨૭
  • ધર્મોનું શું થશે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ધર્મોનું શું થશે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • સરખી માહિતી
  • ધર્મોનું શું થશે?
    ઈશ્વર પાસેથી ખુશખબર!
  • ધર્મોએ કઈ રીતે લોકોને ઈશ્વરથી દૂર કરી દીધા છે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • ધર્મને નામે ધતિંગ ક્યાં સુધી ચાલશે?
    ધર્મને નામે ધતિંગ ક્યાં સુધી ચાલશે?
  • નકલી ધર્મોને તમે કઈ રીતે પારખી શકો?
    સાચા ઈશ્વરને ઓળખો
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
w12 ૬/૧ પાન ૨૬-૨૭

બાઇબલમાંથી શીખો

ધર્મોનું શું થશે?

આ લેખમાં જે સવાલો છે એ તમને પણ થયા હશે, એના જવાબો બાઇબલમાંથી આપવામાં આવ્યા છે. યહોવાના સાક્ષીઓને આ વિષે તમારી સાથે વાત કરવાનું ગમશે.

૧. શું બધા ધર્મો સાચા છે?

ઘણા ધર્મોમાં એવા લોકો છે જેઓ સાચે જ ઈશ્વરની દિલથી ભક્તિ કરવા માંગે છે. ઈશ્વર એવા લોકોને જુએ છે અને તેઓની સંભાળ રાખે છે. દુઃખની વાત છે કે અમુક લોકો પોતાની દુષ્ટ ઇચ્છાઓ પૂરી કરવા ધર્મનો ઉપયોગ કરે છે. અરે, પહેલાંના સમયમાં ધર્મગુરુઓએ પોતાનો વિરોધ કરનારાને રિબાવ્યા પણ હતા. (૨ કોરીંથી ૪:૩, ૪; ૧૧:૧૩-૧૫) આજે સમાચારો જણાવે છે તેમ, અમુક ધર્મગુરુઓ આતંકવાદને ઉત્તેજન આપે છે અથવા યુદ્ધોને ટેકો આપે છે કે પછી તેઓ બાળકો પરના અત્યાચારમાં સંડોવાયેલા છે.—માત્થી ૨૪:૩-૫, ૧૧, ૧૨ વાંચો.

બાઇબલ શીખવે છે કે આજે બે પ્રકારના ધર્મો છે: સાચો ધર્મ અને જૂઠો ધર્મ. જૂઠો ધર્મ ઈશ્વર વિષે સત્ય શીખવતો નથી. જોકે, યહોવા ઈશ્વર ચાહે છે કે લોકો તેમના વિષે સત્ય જાણે.—૧ તીમોથી ૨:૩-૫ વાંચો.

૨. ધર્મોનું શું થશે?

ઈશ્વર ચાહતા નથી કે લોકો એવા ધર્મોથી છેતરાય, જેઓ ઈશ્વરને ભજવાનો દાવો કરે છે, પણ તેમના વિષેનું સત્ય શીખવતા નથી. હકીકતમાં, આવા ધર્મોમાં માનનારા લોકોને શેતાનની દુનિયા સાથે ભળી જવું ગમે છે. (યાકૂબ ૪:૪; ૧ યોહાન ૫:૧૯) જે ધર્મો ઈશ્વરને બદલે માનવ સરકારોને વફાદાર રહેવાનું પસંદ કરે છે, તેઓને બાઇબલ એક વેશ્યા સાથે સરખાવે છે. એ વેશ્યાને “મહાન બાબેલોન” નામ આપવામાં આવ્યું છે. એવું કેમ? નુહના જમાનામાં પાણીનો પ્રલય આવ્યો ત્યાર પછી, બાબેલોન શહેરમાં જૂઠા ધર્મની શરૂઆત થઈ હતી. થોડા જ સમયમાં ઈશ્વર એવા ધર્મોનો અચાનક નાશ કરશે, જેઓ લોકોને છેતરે છે અને જુલમ ગુજારે છે.—પ્રકટીકરણ ૧૭:૧, ૨, ૫, ૧૭; ૧૮:૮, ૨૩, ૨૪ વાંચો.

૩. ઈશ્વર આખી ધરતી પર કઈ રીતે ખુશી લાવશે?

જૂઠા ધર્મોનો ઈશ્વર ન્યાય કરશે, એ ખુશખબર છે. એના પછી દુનિયામાં થતા દરેક જુલમથી છુટકારો મળશે. જૂઠા ધર્મો કદી પણ લોકોને છેતરી નહિ શકે કે તેઓમાં ભાગલા પાડી નહિ શકે. પૃથ્વી પર સર્વ લોકો હળીમળીને એકલા સાચા ઈશ્વરની ભક્તિ કરશે.—યશાયા ૧૧:૯; પ્રકટીકરણ ૧૮:૨૦, ૨૧; ૨૧:૩, ૪ વાંચો.

૪. ઈશ્વરને ભજવા માંગતા લોકોએ શું કરવું જોઈએ?

દુનિયાના જૂઠા ધર્મોમાં રહેલા ઘણા લોકો દિલથી ભક્તિ કરવા માંગે છે. તેઓને યહોવા ભૂલી ગયા નથી. તે હમણાં એવા લોકોને સત્ય શીખવીને એકતામાં લાવી રહ્યા છે.—મીખાહ ૪:૨, ૫ વાંચો.

યહોવાની ભક્તિ કરવા માંગતા લોકોને તે પોતાના કુટુંબમાં આવકારે છે. યહોવાને ભજવાનું શરૂ કરીએ ત્યારે, કદાચ આપણા મિત્રો અને સગાંવહાલાંને નહિ ગમે. પણ ભૂલીએ નહિ કે આપણે ઈશ્વર સાથે મિત્રતા બાંધી શકીશું; નવું અને પ્રેમાળ “કુટુંબ” મેળવીશું અને હંમેશ માટે જીવવાની આશા પણ મેળવીશું.—માર્ક ૧૦:૨૯, ૩૦; ૨ કોરીંથી ૬:૧૭, ૧૮ વાંચો. (w12-E 05/01)

વધુ માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનાં ૧૫ અને ૧૬માં પ્રકરણ જુઓ. એ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૨૬ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

The Complete Encyclopedia of Illustration/J. G. Heck

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો