વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp16 નં. ૩ પાન ૧૪-૧૫
  • પવિત્ર શાસ્ત્ર સાથે પોતાની માન્યતા સરખાવી જુઓ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પવિત્ર શાસ્ત્ર સાથે પોતાની માન્યતા સરખાવી જુઓ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • બાઇબલ સાથે પોતાની માન્યતાઓ કઈ રીતે સરખાવશો
  • ઈશ્વરનું રાજ્ય શું છે?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • ઈસુ ખ્રિસ્ત કોણ છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • શું સર્વ સારા લોકો સ્વર્ગમાં જાય છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • ઈસુ ખ્રિસ્ત કોણ છે?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
wp16 નં. ૩ પાન ૧૪-૧૫

પવિત્ર શાસ્ત્ર સાથે પોતાની માન્યતા સરખાવી જુઓ

શુંતમે એક ખ્રિસ્તી છો? જો એમ હોય, તો તમે એવા બે અબજ લોકોમાંના એક છો, જેઓ પોતાને ખ્રિસ્તના અનુયાયીઓ માને છે. દર ત્રણ વ્યક્તિમાં એક પોતાને ખ્રિસ્તી ગણે છે. આજે હજારો પંથો ખ્રિસ્તી તરીકે ઓળખાય છે. છતાં, તેઓની માન્યતાઓ અને વિચારો એકબીજાથી અલગ છે. કદાચ બીજા ખ્રિસ્તીઓ કરતાં તમારી માન્યતા સાવ જુદી હશે. તમે જે માનો છો, એનાથી શું કોઈ ફરક પડે છે? હા. જો તમે બાઇબલ પ્રમાણે ચાલવા માંગતા હો, તો ફરક પડે છે.

ઈસુ ખ્રિસ્તના શરૂઆતના અનુયાયીઓ “ખ્રિસ્તી કહેવાયા.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૬) તેઓને કોઈ બીજા નામથી ઓળખાવાની જરૂર ન હતી, કેમ કે તેઓ બધાની માન્યતા એક શ્રદ્ધા પર આધારિત હતી. ઈસુ ખ્રિસ્તના શિક્ષણ અને માર્ગદર્શનને ખ્રિસ્તીઓ એક થઈને અનુસર્યા, કેમ કે ઈસુએ જ ખ્રિસ્તી ધર્મનો પાયો નાખ્યો હતો. તમારા ચર્ચ વિશે શું? શું તમને ખાતરી છે કે ખ્રિસ્તે શીખવ્યું હતું અને શરૂઆતના ખ્રિસ્તીઓ જે માનતા હતા, એ જ તમારું ચર્ચ શીખવે છે? તમે કઈ રીતે એની ખાતરી કરી શકો? એક જ રીત છે. બાઇબલને માપદંડ તરીકે વાપરીને સરખામણી કરો.

જરા વિચાર કરો: ઈસુ ખ્રિસ્ત માનતા હતા કે શાસ્ત્ર ઈશ્વરની વાણી છે, એટલે તેમને એના પ્રત્યે ખૂબ માન હતું. ઈસુના સમયમાં અમુક લોકો શાસ્ત્રના શિક્ષણ કરતાં મનુષ્યોએ બનાવેલા રીત-રિવાજોને વધારે મહત્ત્વ આપતા હતા. એ બધું ઈસુએ ચલાવી લીધું નહિ. (માર્ક ૭:૯-૧૩) આપણે એ ખાતરી રાખી શકીએ કે ઈસુના સાચા અનુયાયીઓ પોતાની માન્યતાનો આધાર બાઇબલ પર રાખે છે. એટલે દરેક ખ્રિસ્તીએ પોતાને પૂછવું જોઈએ: ‘શું મારા ચર્ચનું શિક્ષણ બાઇબલ પ્રમાણે છે?’ એ સવાલનો જવાબ મેળવવા, તમે પોતે જુઓ કે બાઇબલ શું કહે છે અને તમારું ચર્ચ શું શીખવે છે.

ઈસુએ કહ્યું કે ઈશ્વરની ભક્તિ સત્યતાથી કરવી જોઈએ અને એ સત્ય બાઇબલમાં રહેલું છે. (યોહાન ૪:૨૪; ૧૭:૧૭) પ્રેરિત પાઊલે કહ્યું કે “સત્યનું સંપૂર્ણ જ્ઞાન” લઈશું તો જ તારણ પામીશું. (૧ તીમોથી ૨:૪) તેથી, જરૂરી છે કે આપણી માન્યતાઓનો પાયો બાઇબલ સત્ય પર આધારિત હોય. નહિતર, આપણું તારણ જોખમમાં આવી જશે!

બાઇબલ સાથે પોતાની માન્યતાઓ કઈ રીતે સરખાવશો

ચાલો છ સવાલો જોઈએ. એ પણ જોઈએ કે બાઇબલ એના શું જવાબ આપે છે. કલમો જુઓ અને એના જવાબો પર વિચાર કરો. પછી, પોતાને પૂછો, ‘મારા ચર્ચનું શિક્ષણ શું બાઇબલના શિક્ષણ સાથે મેળ ખાય છે?’

પોતાની માન્યતાઓને બાઇબલ સાથે સરખાવવા આ સવાલ-જવાબ તમને મદદ કરશે. શું તમે તમારા ચર્ચની બીજી માન્યતાઓને બાઇબલ સાથે સરખાવવા માંગો છો? બાઇબલમાં જણાવેલું સત્ય જોવા, યહોવાના સાક્ષીઓ તમને ખુશી ખુશી મદદ કરશે. યહોવાના સાક્ષીઓને પૂછો, તેઓ તમને શાસ્ત્રમાંથી મફત શીખવશે. અથવા, અમારી વેબસાઇટ jw.org/gu પર જાઓ. (wp16-E No. 4)

૧ સવાલ: ઈશ્વર કોણ છે?

જવાબ: યહોવા. તે ઈસુના પિતા છે. તે સદાસર્વકાળ માટે ઈશ્વર છે અને બધી વસ્તુઓના સર્જનહાર અને સર્વશક્તિમાન છે.

બાઇબલ શું કહે છે?

“અમે તમારે માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા ઈશ્વરનો હંમેશાં આભાર માનીએ છીએ.”—કોલોસી ૧:૩, કોમન લેંગ્વેજ.

“તું એકલો, હા, તું એકલો જ યહોવા છે; આકાશ, આકાશોનું આકાશ, તથા તેઓનું સર્વ તારામંડળ, પૃથ્વી તથા તે પરનાં સર્વ પ્રાણીપદાર્થો, સમુદ્ર તથા તેઓમાંના સર્વ જીવજંતુઓ તેં ઉત્પન્‍ન કર્યાં છે, તું તે સર્વનું રક્ષણ કરે છે; અને આકાશનું સૈન્ય તને ભજે છે.”—નહેમ્યા ૯:૬.

યોએલ ૨:૩૨; ૧ તીમોથી ૧:૧૭ પણ જુઓ.

૨ સવાલ: ઈસુ ખ્રિસ્ત કોણ છે?

જવાબ: ઈસુ એ ઈશ્વરના પ્રથમજનિત દીકરા છે. ઈસુનું સર્જન કરવામાં આવ્યું હતું અને તેમની શરૂઆત છે. તે ઈશ્વરને આધીન રહે છે અને તેમની ઇચ્છા પ્રમાણે કામ કરે છે.

બાઇબલ શું કહે છે?

‘મારા કરતાં પિતા મોટા છે.’—યોહાન ૧૪:૨૮.

“તે [ઈસુ] અદૃશ્ય ઈશ્વરની પ્રતિમા, સર્વ સૃષ્ટિનો પ્રથમજનિત છે.”—કોલોસી ૧:૧૫.

માથ્થી ૨૬:૩૯; ૧ કોરીંથી ૧૫:૨૮ પણ જુઓ.

૩ સવાલ: પવિત્ર આત્મા શું છે?

જવાબ: પવિત્ર આત્મા એ ઈશ્વરની શક્તિ છે. એવું બળ, કે જેને ઈશ્વર પોતાની ઇચ્છા પૂરી કરવા વાપરે છે. પવિત્ર આત્મા કોઈ વ્યક્તિ નથી, પણ જોઈ ગયા તેમ ઈશ્વરની શક્તિ છે. લોકો ઈશ્વરની પવિત્ર શક્તિથી ભરપૂર થઈને સામર્થ્ય મેળવી શકે છે.

બાઇબલ શું કહે છે?

‘એલીસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યૂં; અને એલીસાબેત પવિત્ર શક્તિથી ભરપૂર થઈ.’—લુક ૧:૪૧.

‘પવિત્ર શક્તિ તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો.’—પ્રેરિતોનાં કૃત્યો ૧:૮.

ઉત્પત્તિ ૧:૨; પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૪; ૧૦:૩૮ પણ જુઓ.

૪ સવાલ: ઈશ્વરનું રાજ્ય શું છે?

જવાબ: ઈશ્વરનું રાજ્ય એટલે સ્વર્ગની સરકાર. એ રાજ્યના રાજા ઈસુ છે. જલદી જ, આ રાજ્ય આખી પૃથ્વી પર ઈશ્વરની ઇચ્છા પૂરી કરશે.

બાઇબલ શું કહે છે?

“સાતમા દૂતે વગાડ્યું, ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ; તેઓએ કહ્યું, કે આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેના ખ્રિસ્તનું થયું છે; તે સદાસર્વકાળ રાજ કરશે.”—પ્રકટીકરણ ૧૧:૧૫.

દાનીયેલ ૨:૪૪; માથ્થી ૬:૯, ૧૦ પણ જુઓ.

૫ સવાલ: શું બધા સારા લોકો સ્વર્ગમાં જાય છે?

જવાબ: ના. ફક્ત અમુક વિશ્વાસુ ભક્તો સ્વર્ગમાં જાય છે. તેઓને “નાની ટોળી” કહેવામાં આવે છે અને તેઓની પસંદગી ઈશ્વર દ્વારા થઈ છે. તેઓ ઈસુ સાથે રાજાઓ તરીકે મનુષ્યો પર રાજ કરશે.

બાઇબલ શું કહે છે?

‘ઓ નાની ટોળી, બીહો મા; કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે.’—લુક ૧૨:૩૨.

‘તેઓ ઈશ્વરના તથા ખ્રિસ્તના યાજક થશે, અને તેમની સાથે હજાર વર્ષ રાજ કરશે.’—પ્રકટીકરણ ૨૦:૬.

પ્રકટીકરણ ૧૪:૧, ૩ પણ જુઓ.

૬ સવાલ: પૃથ્વી અને મનુષ્યો માટે ઈશ્વરનો હેતુ શો છે?

જવાબ: ઈશ્વરના રાજ્યમાં, પૃથ્વી સુંદર બાગ જેવી બની જશે. ઈશ્વરભક્તો સારી તંદુરસ્તી, કાયમી શાંતિ અને હંમેશ માટેના જીવનનો પૃથ્વી પર આનંદ માણશે.

બાઇબલ શું કહે છે?

‘નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧.

“તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.”—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

ગીતશાસ્ત્ર ૩૭:૨૯; ૨ પીતર ૩:૧૩ પણ જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો