વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w19 ડિસેમ્બર પાન ૩૦
  • શું તમને યાદ છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમને યાદ છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • સરખી માહિતી
  • અઘરા સંજોગોમાં પણ નમ્ર રહીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • તમે યહોવાને કેટલો પ્રેમ કરો છો એ બતાવતા રહો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • પ્રમાણિકતાનો અર્થ એ નથી કે આપણાથી કોઈ ભૂલ નહિ થાય
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • તન-મનથી શુદ્ધ રહીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
w19 ડિસેમ્બર પાન ૩૦

શું તમને યાદ છે?

ચોકીબુરજ ૨૦૧૯ના આ મુદ્દા, શું તમને યાદ છે?

ઈશ્વરે આપેલા આ વચનનો શું અર્થ થાય: ‘તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલું કોઈ પણ હથિયાર સફળ થશે નહિ’? (યશા. ૫૪:૧૭)

આપણે ખાતરી રાખી શકીએ કે ‘ભયંકર લોકોના’ હુમલાથી યહોવા આપણું રક્ષણ કરે છે. (યશા. ૨૫:૪, ૫) દુશ્મનો ક્યારેય આપણને હંમેશાંનું જીવન મેળવતા અટકાવી શકશે નહિ.—w૧૯.૦૧, પાન ૬-૭.

કનાનીઓ અને ખરાબ ઇઝરાયેલીઓનો યહોવાએ જે રીતે ન્યાય કર્યો, એમાંથી આપણે શું શીખી શકીએ?

લાચાર સ્ત્રીઓ અને બાળકો પર જુલમ ગુજારનાર લોકો કે ગંદા કામ કરનારા લોકોને ઈશ્વરે સજા કરી. યહોવાની આજ્ઞા પાળનાર અને એકબીજા સાથે ન્યાયથી વર્તનાર લોકો પર તેમણે આશીર્વાદોનો વરસાદ વરસાવ્યો હતો.—w૧૯.૦૨, પાન ૨૨-૨૩.

યહોવાને ભજતી ન હોય એવી વ્યક્તિ પ્રાર્થના કરાવે ત્યારે આપણે શું કરવું જોઈએ?

એવા સંજોગોમાં આપણે ચૂપ રહી શકીએ. પણ પ્રાર્થનામાં “આમેન” નહિ બોલીએ કે એકબીજાનો હાથ નહિ પકડીએ. આપણે મનમાં અલગથી પ્રાર્થના કરી શકીએ.—w૧૯.૦૩, પાન ૩૧.

બાળકોનું શોષણ શા માટે ગંભીર પાપ ગણાય?

બાળકોનું શોષણ એ તો ભોગ બનેલી વ્યક્તિ, મંડળ, કાયદા અને ઈશ્વર વિરુદ્ધ પાપ છે. બાળકના જાતીય શોષણ વિશે ખબર પડે તો, જે જગ્યાએ એવા કાયદા હોય ત્યાં વડીલોએ કાયદા પ્રમાણે અધિકારીઓને જાણ કરવી જોઈએ.—w૧૯.૦૫, પાન ૯-૧૦.

તમે કેવી રીતે મનના વિચારો બદલી શકો?

આવાં પગલાં ભરવાં જોઈએ: યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગવી જોઈએ. મનન કરતી વખતે દિલમાં તપાસ કરવી જોઈએ. સમજી-વિચારીને મિત્રો પસંદ કરવા જોઈએ.—w૧૯.૦૬, પાન ૧૧.

સતાવણી માટે તૈયાર રહેવા આપણે હમણાં શું કરી શકીએ?

યહોવા સાથેનો સંબંધ મજબૂત કરીએ. ખાતરી રાખીએ કે યહોવા આપણને પ્રેમ કરે છે અને આપણને કદી છોડશે નહિ. દરરોજ બાઇબલ વાંચીએ અને નિયમિત પ્રાર્થના કરીએ. ખાતરી રાખીએ કે ઈશ્વરના રાજ્યમાં ચોક્કસ આશીર્વાદો મળશે. મનગમતી કલમો અને સ્તુતિ-ગીતો મોઢે કરી લઈએ.—w૧૯.૦૭, પાન ૨-૪.

સગાઓને મદદ કરવા શું કરવું જોઈએ?

સગાઓને સમજવાની કોશિશ કરો, સારા વર્તનથી દિલ જીતી લો, ધીરજ રાખો અને બાંધછોડ ન કરો.—w૧૯.૦૮, પાન ૧૫-૧૭.

માથ્થી ૧૧:૨૮માં ઈસુએ આપેલા વચન પ્રમાણે આપણે કઈ રીતે તાજગી મેળવીએ છીએ?

આપણી પાસે દેખરેખ રાખનાર ભાઈઓ છે, જેઓ પ્રેમાળ છે. આપણી પાસે સૌથી સારા મિત્રો અને સૌથી સારું કામ છે.—w૧૯.૦૯, પાન ૨૩.

ઈશ્વર કઈ રીતે આપણને કામ કરવા માટે ઇચ્છા અને બળ પૂરાં પાડે છે? (ફિલિ. ૨:૧૩)

બાઇબલ વાંચીશું અને મનન કરીશું તો, ઈશ્વર તેમનું કામ કરવાની ઇચ્છા આપણા મનમાં મૂકશે. તેમ જ, એ કામ પૂરું કરવાનું બળ આપશે. આપણી આવડતો નિખારવા તેમની પવિત્ર શક્તિ મદદ કરશે.—w૧૯.૧૦, પાન ૨૧.

નિર્ણય લેતા પહેલાં આપણે શું કરવું જોઈએ?

આ પાંચ પગલાં ભરવાં જોઈએ: સંશોધન કરીએ; ડહાપણ માટે પ્રાર્થના કરીએ; આપણા ઇરાદાઓ તપાસીએ; ધ્યેયો નક્કી કરીએ; વધુ પડતી અપેક્ષા ન રાખીએ.—w૧૯.૧૧, પાન ૨૭-૨૯.

શેતાને હવાને જે કહ્યું હતું, શું એનાથી અમર આત્માની માન્યતા શરૂ થઈ?

એવું લાગતું નથી. શેતાને હવાને એવું કહ્યું ન હતું કે, તે મરી જશે, પણ તેના શરીરનો અમુક ભાગ બીજે ક્યાંક જીવતો રહેશે. નુહના સમયે જળપ્રલયમાં બધી જૂઠી ભક્તિનો સફાયો થઈ ગયો હતો. બાબેલનો બુરજ બાંધી રહેલા લોકોને ઈશ્વરે વિખેરી નાખ્યા એના પહેલાં કદાચ અમર આત્માની માન્યતા શરૂ થઈ હશે.—w૧૯.૧૨, પાન ૧૫.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો