વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp20 નં. ૧ પાન ૧૨-૧૩
  • ઈશ્વરનું રાજ્ય શું છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરનું રાજ્ય શું છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
  • સરખી માહિતી
  • ઈશ્વરના રાજ્ય વિષે ઈસુએ શું શીખવ્યું?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • ઈશ્વરનું રાજ્ય શું છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
  • ઈશ્વરનું રાજ્ય શું છે?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • ઈશ્વરનું રાજ્ય શું છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
wp20 નં. ૧ પાન ૧૨-૧૩
આકાશમાંથી દેખાતી પૃથ્વી પર સૂરજના કિરણો

ઈશ્વરનું રાજ્ય શું છે?

ઈસુએ શિષ્યોને આવી પ્રાર્થના કરતા શીખવ્યું: “હે સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ. તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.” (માથ્થી ૬:૯, ૧૦) તો સવાલ થાય કે ઈશ્વરનું રાજ્ય શું છે? એ શું કરે છે? અને આપણે કેમ એ રાજ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ?

ઈશ્વરના રાજ્યના રાજા ઈસુ છે.

લુક ૧:૩૧-૩૩: “તું તેનું નામ ઈસુ પાડજે. તે મહાન થશે અને સર્વોચ્ચ ઈશ્વરનો દીકરો કહેવાશે અને યહોવા ઈશ્વર તેના પિતા દાઊદનું રાજ્યાસન તેને આપશે; તે રાજા તરીકે યાકૂબના કુટુંબ પર હંમેશાં રાજ કરશે અને તેના રાજ્યનો કદી અંત નહિ આવે.”

ઈસુના સંદેશાનો મુખ્ય વિષય ઈશ્વરનું રાજ્ય હતો.

માથ્થી ૯:૩૫: “ઈસુ બધાં શહેરોમાં તથા ગામોમાં ગયા અને લોકોનાં સભાસ્થાનોમાં ઉપદેશ આપ્યો; તેમણે રાજ્યની ખુશખબર જણાવી, બધી જાતના રોગ મટાડ્યા અને સર્વ પ્રકારની માંદગી દૂર કરી.”

ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે, એ જાણવા ઈસુએ તેમના શિષ્યોને નિશાની આપી હતી.

માથ્થી ૨૪:૭: “એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે, એક પછી એક જગ્યાએ દુકાળો પડશે અને ધરતીકંપો થશે.”

ઈસુના શિષ્યો આજે દુનિયા ફરતે ઈશ્વરના રાજ્ય વિશે સંદેશો જણાવે છે.

માથ્થી ૨૪:૧૪: “રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે અને પછી જ અંત આવશે.”

ઈશ્વરનું રાજ્ય—હકીકતો

ક્યાં છે? ઈશ્વરનું રાજ્ય એક સત્તા છે, જેની ઈશ્વરે સ્વર્ગમાં સ્થાપના કરી છે.​—દાનીયેલ ૨:૪૪; માથ્થી ૪:૧૭.

શું કરશે? ઈશ્વરનું રાજ્ય પૃથ્વી અને એમાં વસતા લોકોની કાયાપલટ કરી દેશે. આપણી પૃથ્વીને સુંદર બગીચા જેવી બનાવી દેશે. પછી કોઈ યુદ્ધ નહિ હોય. બધે જ સંપ, શાંતિ અને પ્રેમનો માહોલ હશે. કોઈ બીમાર પડશે નહિ. અરે, કોઈ મરશે પણ નહિ.​—ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯.

શાસકો. ઈશ્વરે સ્વર્ગમાં ઈસુને રાજા તરીકે નિયુક્ત કર્યા છે. તેમની સાથે રાજ કરવા પૃથ્વી પરથી ૧,૪૪,૦૦૦ ઈશ્વરભક્તોને પણ પસંદ કર્યા છે.​—લુક ૧:૩૦-૩૩; ૧૨:૩૨; પ્રકટીકરણ ૧૪:૧, ૩.

પ્રજા. પૃથ્વી પર વસતા લોકો ઈશ્વરના રાજ્યની પ્રજા બનશે અને રાજીખુશીથી ઈસુને રાજા તરીકે સ્વીકારશે. રાજ્યનાં નીતિ-નિયમોને તેઓ પૂરી રીતે પાળશે.​—માથ્થી ૭:૨૧.

ઈશ્વરના રાજ્ય માટે ઈસુ જ સૌથી સારા રાજા છે. શા માટે?

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે સાબિત કરી આપ્યું કે તે પ્રેમાળ અને સૌથી સારા રાજા બનશે. કઈ રીતે?

  • ગરીબો માટે તેમને ખૂબ ચિંતા હતી, તેઓની તેમણે સંભાળ રાખી.​—લુક ૧૪:૧૩, ૧૪.

  • તે ભ્રષ્ટાચાર અને અન્યાયને ધિક્કારતા.​—માથ્થી ૨૧:૧૨, ૧૩.

  • કુદરતી આફતોને કાબૂમાં કરી.​—માર્ક ૪:૩૯.

  • હજારોને ખોરાક પૂરો પાડ્યો.​—માથ્થી ૧૪:૧૯-૨૧.

  • બીમાર લોકો પર તેમને કરુણા આવી અને તેઓને સાજા કર્યા.​—માથ્થી ૮:૧૬.

  • ગુજરી ગયેલા લોકોને જીવતા કર્યાં.​—યોહાન ૧૧:૪૩, ૪૪.

ઈશ્વરના રાજ્યથી આજે તમને કેવા આશીર્વાદો મળી શકે?

જો તમે ઈશ્વરના રાજ્યની પ્રજા બનશો, તો આજે પણ ખુશહાલ જીવન માણી શકશો. કેમ કે, એ રાજ્યના લોકો . . .

  • ‘બધા લોકો સાથે શાંતિથી રહેવા’ પ્રયત્ન કરે છે.​—હિબ્રૂઓ ૧૨:૧૪.

  • કુટુંબમાં સંપીને પ્રેમથી રહે છે, કારણ કે પતિ-પત્નીને એકબીજા માટે પ્રેમ અને માન છે.​—એફેસીઓ ૫:૨૨, ૨૩, ૩૩.

  • જીવનમાં સુખી અને સંતોષી છે, કેમ કે તેઓને “ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે.”​—માથ્થી ૫:૩.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો