સૌને ગમે એ રીતે તૈયાર કરેલા મૅગેઝિનો
૧. વિશ્વાસુ અને શાણો ચાકર વર્ગ કઈ રીતે પાઊલનું અનુકરણ કરી રહ્યો છે?
૧ પ્રેરિત પાઊલે ‘સર્વ લોકોને’ ખુશખબર આપવા અલગ અલગ રીતો વાપરી હતી. એવી જ રીતે, વિશ્વાસુ અને શાણો ચાકર પણ બધા ધર્મના લોકોને ખુશખબર પહોંચાડવા મૅગેઝિનો બહાર પાડે છે. (૧ કોરીં. ૯:૨૨, ૨૩) એ મૅગેઝિનો ચોકીબુરજ અને સજાગ બનો! છે. એનો સારો ઉપયોગ કરવા આપણે જાણવાની જરૂર છે કે એ કોની માટે તૈયાર કરવામાં આવ્યાં છે.
૨. સજાગ બનો! કોની માટે તૈયાર કરવામાં આવ્યું છે?
૨ સજાગ બનો!: એથેન્સના લોકો ખ્રિસ્તીઓ ન હતા અને તેઓ શાસ્ત્ર વિષે બહુ જાણતા ન હતા. પ્રેરિત પાઊલે ‘એથેન્સના એવા લોકો’ સાથે વાત કરી. આ મૅગેઝિન પણ એવા લોકો સુધી પહોંચવા તૈયાર કરવામાં આવ્યું છે. (પ્રે.કૃ. ૧૭:૨૨) જેઓ ઈસુના શિક્ષણ વિષે કાંઈ જાણતા નથી; જેઓને બાઇબલનું જરા-તરા અથવા નહીવત જ્ઞાન છે; જેઓનો ધર્મો પરથી ભરોસો ઊઠી ગયો છે; જેઓ જાણતા નથી કે બાઇબલ કઈ રીતે રોજિંદા જીવનમાં મદદ કરી શકે છે, તેઓ માટે સજાગ બનો! મૅગેઝિન છે. આ મૅગેઝિનનો મૂળ હેતુ એ છે કે લોકો જાણે કે સાચા ઈશ્વર છે. તેમ જ, એનો હેતુ છે કે એના વાચકોનો બાઇબલ પર ભરોસો બેસે. તેઓ સમજી શકે કે કઈ રીતે યહોવાના સાક્ષીઓ બીજા ધર્મો અને પંથો કરતાં અલગ છે.
૩. ચોકીબુરજના અગલ અલગ લેખો કોની માટે તૈયાર કરવામાં આવે છે?
૩ ચોકીબુરજ: જેઓને ઈશ્વર અને બાઇબલ માટે થોડું માન છે, એવા લોકો માટે આ મૅગેઝિનના અમુક લેખ તૈયાર કરવામાં આવે છે. તેઓને બાઇબલનું થોડું જ્ઞાન છે પણ એની ખરી સમજણ નથી. પાઊલના સમયમાં પણ આવા લોકો હતા. પાઊલે પોતાના પ્રવચનમાં તેઓનો ઉલ્લેખ ‘ઈશ્વરનો ભય’ રાખનારા તરીકે કર્યો હતો. (પ્રે.કૃ. ૧૩:૧૪-૧૬) ચોકીબુરજના અભ્યાસ લેખો ખાસ તો યહોવાના સાક્ષીઓ માટે તૈયાર કરવામાં આવે છે. પાઊલનું માનવું હતું કે જેઓ તેમના પત્રો વાંચે છે, તેઓ શાસ્ત્રના જાણકાર અને સત્યનું ખરું જ્ઞાન ધરાવનારા છે. (૧ કોરીં. ૧:૧, ૨) એવી જ રીતે, જેઓ સભાઓમાં આવે છે અને યહોવાના સાક્ષીઓની માન્યતા અને એને દર્શાવતા શબ્દોથી પરિચિત હોય, તેઓ માટે અમુક લેખો છે.
૪. શા માટે મૅગેઝિનના બંને અંકોથી પરિચિત થવું જોઈએ?
૪ ખરું કે આપણે બંને મૅગેઝિનો સાથે રજૂ કરીએ છીએ. પણ મોટા ભાગે એક જ મૅગેઝિનમાંથી વ્યક્તિને બતાવીએ છીએ. છતાં, બંને અંકોથી પરિચિત થવું જોઈએ. એનાથી લોકોને રસ પડે એવો લેખ વાપરવા માટે આપણે તૈયાર થઈશું.