ચોકીબુરજમાં આવનાર નવી શ્રેણી
મહિનાના પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરવા ચોકીબુરજમાંથી “બાઇબલમાંથી શીખો” લેખોનો ઉપયોગ કરતા હતા. જોકે, જાન્યુઆરીથી એ લેખોને બદલે હવે “બાઇબલ સવાલોના જવાબ”ની શ્રેણી આવશે. એ જનતા માટેના ચોકીબુરજના આખરી પાન પર જોવા મળશે. પ્રચારમાં “બાઇબલમાંથી શીખો” લેખોનો જે રીતે ઉપયોગ કરતા હતા એ જ રીતે “બાઇબલ સવાલોના જવાબ”નો ઉપયોગ કરીશું. (આપણી રાજ્ય સેવા ૬/૧૧ પાન ૨) પહેલાંની જેમ જ આપણી રાજ્ય સેવામાં, મૅગેઝિન આપતાં શું કહેવું એ લેખ આવશે. એનો ઉપયોગ આપણે મહિનાના પહેલા શનિવારે કરી શકીએ.