પ્રચારકાર્ય તાકીદનું છે એ યાદ રાખીએ
પ્રચારકાર્ય તાકીદનું છે એ યાદ રાખીએ. દુષ્ટ દુનિયાના અંતમાંથી બચવા પ્રચારમાં લાગુ રહેવું જરૂરી છે. નીચે આપેલાં અમુક સૂચનો ધ્યાનમાં રાખવાથી પ્રચારકાર્ય માટે આપણો ઉત્સાહ વધશે.
ઈશ્વરનું રાજ્ય આવે એ વિશે નિયમિત પ્રાર્થના કરીએ.—માથ. ૬:૧૦.
ખોટા વિચારો દિલમાં ન આવે માટે દરરોજ બાઇબલ વાંચીએ.—હિબ્રૂ ૩:૧૨.
સમયનો સારો ઉપયોગ કરીએ.—એફે. ૫:૧૫, ૧૬; ફિલિ. ૧:૧૦.
આંખ “નિર્મળ” રાખીએ, એટલે કે ઈશ્વરના રાજ્ય પર ધ્યાન આપીએ. જગતની મોહમાયાથી લલચાઈએ નહિ.—માથ. ૬:૨૨, ૨૫; ૨ તીમો. ૪:૧૦.
પૂરી થતી બાઇબલ ભવિષ્યવાણીઓ પર ધ્યાન આપીએ અને જાગતા રહીએ.—માર્ક ૧૩:૩૫-૩૭.
સમય તાકીદનો છે એ ધ્યાનમાં રાખવાથી પ્રચારકાર્ય પૂરું કરવા આપણો જોશ વધતો જશે.—યોહા. ૪:૩૪, ૩૫.