સંશોધનમાં મદદ કરતી પુસ્તિકા
આખી દુનિયામાં આપણાં લાખો ભાઈ-બહેનોએ સંશોધન માટે વૉચટાવર પબ્લિકેશન ઇન્ડેક્સનો સારો ઉપયોગ કર્યો છે. જોકે, એમાં ઘણી બધી માહિતી હોવાથી, બહુ ઓછી ભાષાઓમાં પ્રાપ્ય હતું. તેથી, યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા લગભગ ૧૭૦ ભાષામાં તૈયાર કરવામાં આવી છે. આ ભાષાઓમાં પણ પ્રાપ્ય છે: અમેરિકન સાઇન લેંગ્વેજ, અંગ્રેજી, કન્નડા, ગુજરાતી, તામિલ, તેલુગુ, નેપાળી, પંજાબી, બંગાળી, મરાઠી, મલયાલમ, હિંદી. સંશોધન માર્ગદર્શિકામાં દરેક વિષય માટે તાજેતરની માહિતીના રેફરન્સ આપવામાં આવ્યા છે, ખાસ કરીને ૨૦૦૦ની સાલથી. જે ભાષાઓમાં ઇન્ડેક્સ પ્રાપ્ય છે એમાં સંશોધન માર્ગદર્શિકા છાપવામાં આવશે નહિ. પરંતુ એ વૉચટાવર લાઇબ્રેરી અને વૉચટાવર—ઓનલાઇન લાઇબ્રેરીમાં જોવા મળશે. સંશોધન માર્ગદર્શિકા તમને થતા સવાલો અને બાઇબલ સવાલોના જવાબ શોધવા મદદ કરશે. તેમ જ, મંડળની સભા અને કુટુંબ તરીકેની ભક્તિ માટે તૈયારી કરવા પણ ઉપયોગી બનશે.