પરોણાગત બતાવીને બીજાઓનું “સારું” કરીએ (માથ. ૧૨:૩૫ક)
“પરોણાગત” બતાવીને આપણે બીજાઓનું “સારું” કરવા ચાહીએ છીએ. (રોમ. ૧૨:૧૩) મુલાકાતી વક્તાઓને આવવા-જવાનો ખર્ચ આપવાની, જમવાની અને રહેવાની ગોઠવણ કરવાની આગેવાની વડીલો લે છે. ઓછી આવક કે કોઈ ચિંતાને લીધે આપણે પરોણાગત કરવામાં અચકાતા હોય શકીએ. મારથાને આપેલી ઈસુની સલાહ પર વિચાર કરવાથી આજે આપણને પણ મદદ મળે છે. (લુક ૧૦:૩૯-૪૨) તેમણે ભાર આપતા કહ્યું કે, ઈશ્વરના નિયમો પાળવા અને બીજાઓને ઉત્તેજન આપવું એ પરોણાગત બતાવવાનો “સારો ભાગ” છે, નહિ કે સારું ભોજન કે સુંદર ઘર. એ સલાહ લાગુ પાડવાથી આપણે બધા એકબીજા માટે “સારું” કરી શકીશું.—૩ યોહા. ૫-૮.