સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—વેપારી વિસ્તારમાં ખુશખબર જણાવીએ
કેમ મહત્ત્વનું: મોટા ભાગના લોકો ઘણા કલાકો નોકરી-ધંધા પર વિતાવે છે. તેથી, એવા લોકોને તેઓના કામના સ્થળે જ રાજ્યની ખુશખબર જણાવવી એ સૌથી સારી રીત છે. ઘર-ઘરના પ્રચારકામમાં ઘણી વખતે લોકો ઘરે મળતા નથી. પરંતુ, વેપારી વિસ્તારમાં એવું નહિ બને. એટલે, એવા વિસ્તારમાં પ્રચાર કરવામાં આનંદ આવશે અને ઘણાં સારાં ફળો પણ મળશે. તેમ જ, તમને ગ્રાહક સમજીને તેઓ તમારી સાથે સારી રીતે વર્તશે. અસરકારક બનવા માટે પ્રકાશકોએ સમજી-વિચારીને વર્તવું જોઈએ. તેમ જ, સારો પહેરવેશ અને દેખાવ રાખવો જોઈએ. (૨ કોરીં. ૬:૩) એટલા માટે, સેવા નિરીક્ષક કાળજી રાખશે કે, કેટલી વાર વેપારી વિસ્તાર આવરવામાં આવે અને કોણ એમાં કામ કરે.
આ મહિને આમ કરો:
વેપારી વિસ્તારમાં કઈ રીતે ટૂંકી રજૂઆત કરવી એની પ્રેક્ટિસ કુટુંબ તરીકે ભક્તિમાં કરો.