બાઇબલ શીખવે છે પુસ્તકની ખાસિયતોનો સારી રીતે ઉપયોગ કરીએ
વિદ્યાર્થી બાઇબલમાંથી શીખે અને એને પોતાના જીવનમાં લાગુ પાડે તેમ, તે સત્યમાં પ્રગતિ કરશે અને સારાં ફળ આપશે. (ગીત. ૧:૧-૩) બાઇબલ શીખવે છે પુસ્તકની અમુક ખાસિયતોનો ઉપયોગ કરીને આપણે વિદ્યાર્થીને પ્રગતિ કરવા મદદ કરી શકીએ છીએ.
શરૂઆતના સવાલો: દરેક પ્રકરણની શરૂઆતમાં સવાલો આપવામાં આવ્યા છે, જેના જવાબો એ જ પ્રકરણમાં આપેલા છે. આપણે એ સવાલો એવી રીતે પૂછીએ, જેથી વ્યક્તિને રસ પડે અને એના પર વિચાર કરી શકે. અથવા તેને એના જવાબ ટૂંકમાં આપવાનું કહી શકીએ. જો તે ખોટો જવાબ આપે, તો એ જ સમયે એને સુધારવાની જરૂર નથી. તેના જવાબ પરથી આપણે તેના મનની વાત અને તેને ક્યાં મદદની જરૂર છે, એ જાણી શકીશું.—નીતિ. ૧૬:૨૩; ૧૮:૧૩.
વધારે માહિતી: જો પ્રકરણની માહિતી વિદ્યાર્થી સારી રીતે સમજતો અને સ્વીકારતો હોય, તો એ વિષયની વધારે માહિતી તે પોતે વાંચી શકે. અભ્યાસ માટે ફરી મળો ત્યારે, તમે ખાતરી કરી શકો કે તેને બરાબર સમજ પડી છે. જો એ માહિતી વિદ્યાર્થીને ઉપયોગી હોય, તો અભ્યાસ દરમિયાન એ માહિતીની ચર્ચા કરી શકો અથવા અમુક ફકરાઓ વાંચીને તમે અગાઉથી તૈયાર કરેલા સવાલ પૂછી શકો.
બાઇબલ આમ શીખવે છે બૉક્સ: દરેક પ્રકરણના અંતે બૉક્સ છે. એમાં પ્રકરણની શરૂઆતમાં આપેલા સવાલોના જવાબ છે. આ બૉક્સની મદદથી તમે ખાતરી કરી શકો કે, શું તેને બરાબર સમજ પડી છે અને શું તે એને સમજાવી શકે છે. દરેક વાક્ય અને એને ટેકો આપતી કલમો મોટેથી વાંચો. પછી, વિદ્યાર્થીને કહો કે એ કલમનો ઉપયોગ કરીને બતાવે કે એ વાક્ય કેમ સાચું છે.—પ્રે.કૃ. ૧૭:૨, ૩.