બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૩૪-૩૭
યહોવા પર ભરોસો રાખો અને ભલું કરો
‘અન્યાય કરનારાઓની ઈર્ષા કરવી નહિ’
દુષ્ટોની સફળતા જોઈને યહોવાની ભક્તિમાં ઢીલા પડશો નહિ. તેમની ભક્તિ કરવાથી મળતા આશીર્વાદોને ધ્યાનમાં રાખો
‘યહોવા પર ભરોસો રાખો અને ભલું કરો’
ભરોસો રાખો કે તમને કોઈ પણ શંકા કે ચિંતા થાય ત્યારે, યહોવા તમને સાથ આપશે. તે તમને શ્રદ્ધામાં મક્કમ રહેવા મદદ કરશે
ઈશ્વરના રાજ્યની ખુશખબર જાહેર કરવામાં વ્યસ્ત રહો
‘યહોવામાં આનંદ કરો’
યહોવાને વધુ સારી રીતે જાણવાનો ધ્યેય બનાવો. એ માટે બાઇબલ વાંચવા અને એના પર મનન કરવા નિયમિત સમય ફાળવો
‘તમારા માર્ગો યહોવાને સોંપો’
પૂરો ભરોસો રાખો કે દરેક મુશ્કેલી સહેવા યહોવા તમને મદદ કરશે
વિરોધ, સતાવણી કે ખોટો આરોપ મૂકવામાં આવે ત્યારે સારું વર્તન જાળવો
‘યહોવાની આગળ શાંત થાઓ અને તેમની વાટ જુઓ’
ઉતાવળે પગલાં ન ભરો, એમ કરવાથી યહોવા સાથેનો સંબંધ કપાઈ જશે અને આનંદ છીનવાઈ જશે
“નમ્ર લોકો દેશનું વતન પામશે”
નમ્ર બનો અને તમે જે કંઈ અન્યાય સહન કરો છો એને યહોવા દૂર કરશે, એવી ધીરજથી રાહ જુઓ
ભાઈ-બહેનોને સાથ આપો અને નજીકમાં આવનાર નવી દુનિયા વિશે ઈશ્વરે આપેલાં વચનો વાપરીને નિરાશ થયેલાઓને દિલાસો આપો
મસીહનું રાજ્ય અદ્ભુત આશીર્વાદો લાવશે