બાઇબલમાં રહેલો ખજાનો | સભાશિક્ષક ૧-૬
તમારી મહેનતનું સુખ ભોગવો
યહોવા ચાહે છે કે આપણે મહેનતનું સુખ ભોગવીએ. તે આપણને શીખવે છે કે એમ કેવી રીતે કરવું. જો વ્યક્તિ યોગ્ય વલણ રાખીને મહેનત કરશે, તો તે એનું સુખ ભોગવતા શીખશે.
તમે આ રીતે મહેનત કરીને સુખ મેળવી શકો:
યોગ્ય વલણ કેળવીને
તમારું કામ બીજાઓને કેવી રીતે મદદ કરે છે એ વિશે વિચારીને
કામ પર પૂરું ધ્યાન આપીને અને કામ પર ન હો ત્યારે, કુટુંબ અને ભક્તિ પર ધ્યાન આપીને