જે રીતે કંપનીનો માલિક પોતાના સેક્રેટરી પાસે પત્ર લખાવે છે, એ જ રીતે ખુદાએ નેક ઇન્સાનો પાસે પોતાનો પયગામ લખાવ્યો
ખુદાએ પોતાનો પયગામ આપણા સુધી કઈ રીતે પહોંચાડ્યો?
ખુદાએ ફરિશ્તાઓ અને પયગંબરો દ્વારા ઇન્સાનો સાથે વાત કરી છે. તેમણે પોતાનાં પયગામ અને વાયદા લખાવીને આપ્યા છે. તેમણે વચન આપ્યું છે કે તે જલદી જ આપણી જિંદગી ખુશીઓથી ભરી દેશે. પણ સવાલ થાય કે ખુદાનો પયગામ આપણા સુધી કઈ રીતે પહોંચ્યો?
ખુદાએ આપણા માટે પોતાનો પયગામ એક કિતાબમાં લખાવ્યો. (૨ તિમોથી ૩:૧૬) તેમણે એ પયગામ કઈ રીતે લખાવ્યો? (૨ પીતર ૧:૨૧) તેમણે પોતાના ખયાલો પયગંબરોનાં મનમાં મૂક્યા અને તેઓએ એ કિતાબમાં લખી લીધા. એ સમજવા ચાલો એક દાખલો જોઈએ: એક કંપનીનો માલિક પોતાના સેક્રેટરીને પત્ર લખવા કહે છે. ભલે એ પત્ર સેક્રેટરીએ લખ્યો હોય પણ એ પત્ર માલિક તરફથી કહેવાશે. એવી જ રીતે, ખુદાએ પોતાનો પયગામ અમુક નેક ઇન્સાનો પાસે લખાવી લીધો. પણ હકીકતમાં એના લેખક ખુદા પોતે છે.
ખુદાની કિતાબ હજારો ભાષાઓમાં છે
ખુદાનો પયગામ ખૂબ મહત્ત્વનો છે. તે ચાહે છે કે ‘દરેક દેશ, કોમ અને ભાષાના લોકો’ એ વાંચે અને સમજે. (પ્રકટીકરણ ૧૪:૬, ફૂટનોટ) ખુદાની મહેરબાનીથી તેમની કિતાબ અથવા એના અમુક હિસ્સા ત્રણ હજારથી વધારે ભાષાઓમાં છે. દુનિયાની કોઈ પણ કિતાબ આટલી બધી ભાષાઓમાં નથી.