ખુદાને આપણી પરવા છે
૧. ખુદા આપણા માટે સૂરજ ઉગાડે છે
જરા વિચારો, સૂરજ ન હોત તો શું પૃથ્વી પર જીવન શક્ય હોત? સૂરજના પ્રકાશથી ઝાડ-પાન અને ફળ-ફૂલ ઊગે છે. સૂરજની મદદથી જ ઝાડનાં મૂળ જમીનમાંથી પાણી શોષીને પાંદડાં સુધી પહોંચાડે છે. આખરે એ પાણી વરાળ બની જાય છે.
૨. ખુદા વરસાદ વરસાવે છે
ખુદા વરસાદ વરસાવે છે. એનાથી પુષ્કળ અનાજ પાકે છે. તે અલગ અલગ મોસમ પણ આપે છે. એનાથી અલગ અલગ જાતનાં ફળ પાકે છે. શું એનાથી આપણાં દિલને ખુશી મળતી નથી?
૩. ખુદા આપણને રોટી-કપડાં આપે છે
મોટે ભાગે અબ્બાને ફિકર હોય છે કે પરિવારને રોટી-કપડાં કઈ રીતે પૂરા પાડે. ખુદાની કિતાબ શું જણાવે છે? એ કહે છે: “આકાશનાં પક્ષીઓને ધ્યાનથી જુઓ; તેઓ નથી બી વાવતાં, નથી લણતાં કે નથી કોઠારોમાં ભરતાં. તોપણ, સ્વર્ગમાંના તમારા પિતા તેઓને ખાવાનું આપે છે. શું તેઓનાં કરતાં તમે વધારે મૂલ્યવાન નથી?”—માથ્થી ૬:૨૫, ૨૬.
‘ખેતરનાં ફૂલો પાસેથી શીખો. તેઓ કેવાં ખીલે છે! તોપણ, હું તમને કહું છું કે રાજા સુલેમાને પણ પોતાની જાહોજલાલીમાં એ ફૂલોમાંના એકના જેવાં સુંદર કપડાં પહેર્યાં નહિ હોય. હવે, ખેતરનાં ફૂલછોડને પણ રબ આટલી સુંદર રીતે સજાવે છે. તો પછી, શું તમને વધારે સારાં કપડાં નહિ પહેરાવે?’—માથ્થી ૬:૨૮-૩૦.
બેશક, ખુદા આપણને રોટી-કપડાં પૂરા પાડી શકે છે. તે જિંદગીની બીજી જરૂરિયાતો પણ પૂરી પાડી શકે છે. જો આપણે ખુદાની મરજી પ્રમાણે કામ કરીશું, તો તે બરકત આપશે. એનાથી રોજી-રોટી મેળવવા અને આપણી જરૂરિયાતો પૂરી કરવા મદદ મળશે.—માથ્થી ૬:૩૨, ૩૩.
સૂરજ, વરસાદ, પક્ષીઓ અને ફૂલો જોઈને તમને કેવું લાગે છે? શું તમે ખુદાનો અહેસાન નથી માનતા? હા બેશક! ખુદાનો અહેસાન માનવાનાં ઘણાં કારણો છે. હવે પછીના લેખમાં આપણે જોઈશું કે ખુદાએ ઇન્સાનોને કઈ રીતે પોતાની મરજી જણાવી.