વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ જૂન પાન ૨
  • યહોવાનાં વચનોમાં તમારી શ્રદ્ધા કેટલી દૃઢ છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાનાં વચનોમાં તમારી શ્રદ્ધા કેટલી દૃઢ છે?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સરખી માહિતી
  • વચનના પાળનાર
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • યહોશુઆને શું યાદ હતું?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • યહોશુઆના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • ઈશ્વર ચાહે છે કે તમે સુખી થાઓ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ જૂન પાન ૨

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યહોવાનાં વચનોમાં તમારી શ્રદ્ધા કેટલી દૃઢ છે?

યહોશુઆ અને સુલેમાન, બંનેએ જણાવ્યું કે યહોવાનું એક પણ વચન નિષ્ફળ ગયું નથી. (યહો ૨૩:૧૪; ૧રા ૮:૫૬) એ વફાદાર સાક્ષીઓની શાહેદી આપણા અડગ પાયાને મજબૂત કરે છે, જેના પર આપણી શ્રદ્ધાનું ચણતર કરી શકીએ છીએ.—૨કો ૧૩:૧; તિ ૧:૨.

યહોવાએ કઈ રીતે યહોશુઆના સમયમાં પોતાનાં વચનો પૂરાં કર્યાં? કુટુંબ સાથે મળીને આ વીડિયો જુઓ: ‘એકેય વચન નિષ્ફળ ગયું નથી.’ પછી, આ સવાલોની ચર્ચા કરો: (૧) તમે કઈ રીતે રાહાબની શ્રદ્ધાને અનુસરી શકો? (હિબ્રૂ ૧૧:૩૧; યાકૂ ૨:૨૪-૨૬) (૨) આખાનનો દાખલો કઈ રીતે બતાવે છે કે, જાણી જોઈને આજ્ઞા ન પાળવાથી નુકસાન થાય છે? (૩) ગિબઓનના લોકો લડવૈયા હતા, તેમ છતાં તેઓએ શા માટે યહોશુઆને છેતર્યા અને ઇઝરાયેલ સાથે સુલેહ-શાંતિ કરી? (૪) અમોરીઓના પાંચ રાજાઓએ ઇઝરાયેલને ધમકી આપી ત્યારે, યહોવાનું વચન કઈ રીતે સાચું પડ્યું? (યહો ૧૦:૫-૧૪) (૫) જીવનમાં યહોવાના રાજ્યને અને તેમના ખરાં ધોરણોને પ્રથમ સ્થાને મૂકો છો માટે, યહોવાએ તમને કેવા આશીર્વાદો આપ્યા છે?—માથ ૬:૩૩.

યહોવાએ આપણા માટે જે કર્યું છે, જે કરે છે અને જે કરવાના છે એનો વિચાર કરીએ છીએ ત્યારે, તેમનાં વચનોમાં આપણી શ્રદ્ધા વધુ દૃઢ થાય છે.—રોમ ૮:૩૧, ૩૨.

યહોશુઆ

શું તમે યહોશુઆ જેવી શ્રદ્ધા બતાવો છો?

મનન માટે સવાલો:

  • આપણા સમયમાં કઈ ભવિષ્યવાણીઓ તમે પૂરી થતા જોઈ રહ્યા છો?

  • કઈ ભવિષ્યવાણીઓ તમે પૂરી થતી જોવા માંગો છો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો