બાઇબલમાં રહેલો ખજાનો | યિર્મેયાનો વિલાપ ૧-૫
રાહ જોવાનું વલણ બતાવવાથી ધીરજ ધરવા મદદ મળે છે
અઘરા સંજોગોમાં સારું વલણ રાખીને ધીરજથી સહન કરવા યિર્મેયાને ક્યાંથી મદદ મળી?
તેમને ભરોસો હતો કે, પસ્તાવો કરનાર પોતાના લોકો માટે યહોવા “દીન” થશે અને એ દુઃખભરી પરિસ્થિતિમાંથી તેઓને બહાર કાઢશે
તે ‘યુવાવસ્થામાં ઝૂંસરી ઉપાડવાનું’ શીખ્યા હતા. યુવાનીમાં શ્રદ્ધાની કસોટીમાં દૃઢ રહેવાથી વ્યક્તિને ભાવિમાં આવનાર મુશ્કેલીઓનો સામનો કરવા મદદ મળે છે