બાઇબલમાં રહેલો ખજાનો | હઝકીએલ ૧-૫
ઈશ્વરનો સંદેશો જાહેર કરવામાં હઝકીએલને આનંદ મળતો
સંદર્શનમાં યહોવાએ હઝકીએલને એક ઓળિયું આપ્યું અને એને ખાવા કહ્યું. એનું શું મહત્ત્વ હતું?
હઝકીએલે એ સંદેશો દિલમાં ઉતારવાનો હતો. મનન કરવાથી ઓળિયાના શબ્દો હઝકીએલના દિલને સ્પર્શી ગયા અને તેમને સંદેશો જાહેર કરવા પ્રેરણા મળી
સ્વાદમાં એ ઓળિયું મીઠું હતું, કારણ કે હઝકીએલે પોતાની સોંપણી પ્રત્યે સારું વલણ જાળવ્યું