વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ જૂન પાન ૭
  • યહોવાનાં નૈતિક ધોરણો જાળવી રાખો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાનાં નૈતિક ધોરણો જાળવી રાખો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સરખી માહિતી
  • શું તમારો પહેરવેશ ઈશ્વરને મહિમા આપે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • આપણે કેમ પહેરવેશ અને દેખાવનું ધ્યાન રાખવું જોઈએ?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • શું તમારું હૃદય યહોવાના માર્ગે ચાલવા તૈયાર છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • તમે કોની સલાહ માનશો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૪
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ જૂન પાન ૭

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યહોવાનાં નૈતિક ધોરણો જાળવી રાખો

યહોવા ઈશ્વરે મનુષ્યો માટે નૈતિકતાનાં ધોરણો ઠરાવ્યાં છે. દાખલા તરીકે, તેમણે ઠરાવ્યું છે કે લગ્‍ન પુરુષ અને સ્ત્રી વચ્ચેનું કાયમી બંધન છે. (માથ ૧૯:૪-૬, ૯) તે દરેક પ્રકારની જાતીય અનૈતિકતાને ધિક્કારે છે. (૧કો ૬:૯, ૧૦) એટલું જ નહિ, તેમણે પહેરવેશ અને શણગારને લગતાં સિદ્ધાંતો પણ આપ્યાં છે, જેનાથી તેમના લોકો બીજાઓથી અલગ પડે છે.—પુન ૨૨:૫; ૧તિ ૨:૯, ૧૦.

આજે, ઘણા લોકો યહોવાનાં ધોરણોનો નકાર કરે છે. (રોમ ૧:૧૮-૩૨) તેઓના જીવનમાં પ્રચલિત લોકોનાં પહેરવેશ, શણગાર અને વર્તનની અસર જોવા મળે છે. અમુક પોતાના ખોટા વર્તનની બડાઈ હાંકે છે અને જેઓ એ પ્રમાણે જીવતા નથી તેઓની નિંદા કરે છે.—૧પી ૪:૩, ૪.

યહોવાના સાક્ષીઓ તરીકે આપણે ઈશ્વરનાં નૈતિક ધોરણો જાળવવા હિંમત બતાવવી જોઈએ. (રોમ ૧૨:૯) કઈ રીતે? ઈશ્વરને માન્ય શું છે એ વિશે આપણે બીજાઓને સમજી-વિચારીને જણાવવું જોઈએ. એટલું જ નહિ, આપણે પણ આપણા જીવનમાં એ ઉચ્ચ ધોરણો લાગુ કરતા હોવા જોઈએ. દાખલા તરીકે, પહેરવેશ અને શણગાર પસંદ કરવાના હોય ત્યારે આપણે કદાચ આ સવાલો પર વિચાર કરી શકીએ: “મારી પસંદગીમાં યહોવાનાં ધોરણો દેખાય છે કે દુનિયાનાં? શું મારા પહેરવેશ અને શણગારથી દેખાઈ આવશે કે હું ઈશ્વરનો ડર રાખનાર વ્યક્તિ છું?” અથવા મનોરંજન માટે કોઈ કાર્યક્રમ કે ફિલ્મ પસંદ કરતી વખતે પોતાને પૂછી શકીએ: “શું યહોવા આ કાર્યક્રમને માન્ય કરશે? એ કાર્યક્રમમાં કોનાં નૈતિક ધોરણો બતાવવામાં આવે છે? મનોરંજનની મારી પસંદગીથી શું મારા સંસ્કારો નબળા પડી જશે? (ગી ૧૦૧:૩) શું એનાથી કુટુંબીજનો અને બીજાઓને ઠોકર લાગી શકે?”—૧કો ૧૦:૩૧-૩૩.

યહોવાનાં નૈતિક ધોરણો જાળવવા શા માટે ખૂબ જરૂરી છે? બહુ જલદી ઈસુ ખ્રિસ્ત બધાં રાષ્ટ્રો અને દુષ્ટતાનો વિનાશ કરશે. (હઝ ૯:૪-૭) જેઓ યહોવાની ઇચ્છા પ્રમાણે કરે છે, તેઓ જ બચશે. (૧યો ૨:૧૫-૧૭) તેથી ચાલો, યહોવાએ ઠરાવેલાં નૈતિક ધોરણોને વળગી રહીએ, જેથી આપણાં સારાં કામો જોઈને લોકો ઈશ્વરને મહિમા આપે.—૧પી ૨:૧૧, ૧૨.

એક સ્ત્રી કપડાંની પસંદગી કરે છે

મારાં પહેરવેશ અને શણગારમાં નૈતિકતાનાં કયાં ધોરણો દેખાઈ આવે છે?

યહોવાના દોસ્ત બનો—એક પુરુષ, એક સ્ત્રી વીડિયો જુઓ અને પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો:

  • યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવું શા માટે ડહાપણભર્યું છે?

  • માતા-પિતાએ શા માટે બાળકોને બાળપણથી જ યહોવાનાં ધોરણો વિશે શીખવવું જોઈએ?

  • યુવાનો અને વૃદ્ધો કઈ રીતે ઈશ્વરની ભલાઈમાંથી ફાયદો મેળવવા બીજાઓને મદદ કરી શકે?

તમે કેવો જવાબ આપશો, જો કોઈ કહે કે . . .

  • “સજાતીય સંબંધો વિશે તારું શું માનવું છે?”

  • “સજાતીય સંબંધો વિશેના બાઇબલના વિચારો જૂનવાણી છે!”

  • “સજાતીય સંબંધ રાખનારાઓ પોતાનું જીવન બદલી શકતા નથી. કેમ કે તેઓ જન્મથી જ એવા છે.”

(yp1-E પ્રક. ૨૩; yp2-E પ્રક. ૨૮)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો