યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ઈશ્વરને વફાદાર રહેવા જરૂરી ગુણ—નમ્રતા
કેમ મહત્ત્વનું:
નમ્રતા બતાવવાથી યહોવા સાથેનો સંબંધ ગાઢ બને છે.—ગી ૧૩૮:૬
નમ્રતા બતાવવાથી બીજાઓ સાથે સારા સંબંધો જળવાઈ રહે છે.—ફિલિ ૨:૩, ૪
ઘમંડથી નુકસાન થાય છે.—નીતિ ૧૬:૧૮; હઝ ૨૮:૧૭
કઈ રીતે કરી શકીએ:
બીજાઓની સલાહ લો અને લાગુ પાડો. —ગી ૧૪૧:૫; નીતિ ૧૯:૨૦
બીજાઓ માટે નાનાં નાનાં કામ કરવા તૈયાર રહો.—માથ ૨૦:૨૫-૨૭
ધ્યાન રાખો, તમારી આવડત કે લહાવાને લીધે તમારામાં અહંકાર ન આવી જાય.—રોમ ૧૨:૩
કઈ રીતોએ હું નમ્રતાનો ગુણ વધુ કેળવી શકું?
વફાદારીને કોરી ખાતી બાબતોથી દૂર રહીએ—ઘમંડ વીડિયો બતાવો અને આ સવાલોની ચર્ચા કરો:
સલાહ મળે ત્યારે કઈ રીતે આપણું વલણ દેખાઈ આવે છે?
નમ્રતા કેળવવા પ્રાર્થના કઈ રીતે મદદ કરી શકે?
નમ્રતા બતાવવાની અમુક રીતો કઈ છે?