બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૧૪-૧૫
થોડાકના હાથે ઘણાને જમાડવા
સાલ ૩૨ના પાસ્ખાપર્વના થોડા સમય પહેલાં, ઈસુએ એક ચમત્કાર કર્યો હતો. આ જ એવો ચમત્કાર છે, જે સુવાર્તાનાં ચારેય પુસ્તકોમાં નોંધાયેલો છે.
એ ચમત્કાર દ્વારા ઈસુએ એવી ઢબ શરૂ કરી, જે આજે પણ તે અનુસરે છે.
શિષ્યો પાસે ફક્ત પાંચ રોટલી અને બે માછલી હતી, છતાં ઈસુએ તેઓને આવેલાં ટોળાંને જમાડવા કહ્યું
ઈસુએ રોટલી અને માછલી લઈને પ્રાર્થના કરી, પછી એ શિષ્યોને આપી અને શિષ્યોએ લોકોને આપી
સાવ થોડું ખાવાનું હોવા છતાં બધાએ ધરાઈને ખાધું. કેવો ચમત્કાર! થોડાકના હાથે, એટલે શિષ્યો દ્વારા ઈસુએ હજારોને જમાડ્યા
ઈસુએ જણાવ્યું હતું કે, છેલ્લા દિવસો દરમિયાન “વખતસર ખાવાનું આપવા,” એટલે કે ઈશ્વરનું શિક્ષણ પૂરું પાડવા તે એક ગોઠવણ કરશે.—માથ ૨૪:૪૫
“પોતાના ઘરના”ને ખોરાક પૂરો પાડવા ઈસુએ ૧૯૧૯માં “વિશ્વાસુ અને સમજુ ચાકર” નીમ્યો, જે અભિષિક્ત ભાઈઓથી બનેલો એક નાનો સમૂહ છે
ઈસુ આજે આ અભિષિક્ત ભાઈઓના નાના સમૂહનો ઉપયોગ કરે છે; આમ, પહેલી સદીમાં શરૂ કરેલી ઢબને તે અનુસરે છે
હું કઈ રીતે બતાવી શકું કે ઈશ્વરનું શિક્ષણ પૂરું પાડવા ઈસુએ કરેલી ગોઠવણને હું જાણું છું અને એને માન આપું છું?