વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ ફેબ્રુઆરી પાન ૩
  • શું તમે ઈશ્વરના અદૃશ્ય ગુણો જોઈ શકો છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે ઈશ્વરના અદૃશ્ય ગુણો જોઈ શકો છો?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • સૃષ્ટિ નિહાળીએ, યહોવાને વધારે ઓળખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • સૃષ્ટિ દ્વારા બાળકોને યહોવા વિશે શીખવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • સૃષ્ટિમાં દેખાય યહોવાનો પ્રેમ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • શું તમે ઈશ્વરને જોઈ શકો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ ફેબ્રુઆરી પાન ૩

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

શું તમે ઈશ્વરના અદૃશ્ય ગુણો જોઈ શકો છો?

રંગબેરંગી ફૂલો, ઝગમગતા તારાઓથી ભરેલું આકાશ અથવા પાણીનો વિશાળ ધોધ જુઓ ત્યારે, શું તમે એમાં ઈશ્વરની કરામત જોઈ શકો છો? આપણી ચારેબાજુ સૃષ્ટિમાં યહોવાના અદૃશ્ય ગુણો દેખાઈ આવે છે. (રોમ ૧:૨૦) જીવનની ભાગદોડમાં જરા થોભીને સૃષ્ટિ પર નજર કરીએ, એના પર વિચાર કરીએ ત્યારે ઈશ્વરના આ અદૃશ્ય ગુણો જોવા મળે છે: ઈશ્વરની શક્તિ, પ્રેમ, ડહાપણ કે બુદ્ધિ, ન્યાય અને તેમની ઉદારતા.—ગી ૧૦૪:૨૪.

યહોવાના હાથની કરામત બધે જોવા મળે છે. એમાંની અમુક તો આપણે રોજ જોઈએ છીએ. અરે, શહેરમાં રહેતા હોય તોપણ પક્ષીઓ અને વૃક્ષો જોવા મળે છે. યહોવાએ સરજેલી વસ્તુઓને ધ્યાનથી જોઈએ ત્યારે અનેક રીતે લાભ થાય છે. જેમ કે, આપણી ચિંતાઓ હળવી થાય છે; મહત્ત્વની બાબતો પર ધ્યાન આપી શકીએ છીએ; અને યહોવા કાયમ આપણી સાર-સંભાળ રાખશે એવી શ્રદ્ધા કેળવવા મદદ મળે છે. (માથ ૬:૨૫-૩૨) જો તમને બાળકો હોય તો તેઓને યહોવાના અજોડ ગુણો પારખતા શીખવો. યહોવાએ સરજેલી વસ્તુઓને ધ્યાનથી પારખીશું તો આપણા દિલમાં કદર વધતી જશે. પછી યહોવાને વધારે સારી રીતે ઓળખી શકીશું.—ગી ૮:૩, ૪.

સૃષ્ટિ ઈશ્વરના ગુણગાન ગાય છે—પ્રકાશ અને રંગ વીડિયો જુઓ અને નીચેના સવાલોના જવાબ આપો:

  • આપણે શાને લીધે રંગો જોઈ શકીએ છીએ?

  • આપણને શાને લીધે મેઘધનુષ્ય જેવા અનેક રંગો દેખાય છે?

  • આપણને આકાશ કેમ અલગ અલગ રંગોનું દેખાય છે?

  • યહોવાએ સરજેલી કોઈ રંગબેરંગી વસ્તુ તમારા ઘરની આસપાસ જોઈ હોય તો જણાવો.

  • કુદરતનો નજારો ધ્યાનથી જોવા શા માટે આપણે સમય કાઢવો જોઈએ?

ગુલાબી રંગનું ગુલાબ, વાદળી રંગનું પતંગિયું, રંગબેરંગી ફળો, આથમતો સૂર્ય

પ્રકાશ અને રંગોથી યહોવાના ગુણો વિશે શું જાણવા મળે છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો