બાઇબલમાં રહેલો ખજાનો | ૨ કોરીંથીઓ ૧૧-૧૩
પાઊલના “શરીરમાં કાંટો”
બાઇબલમાં ઘણી વાર “કાંટો” શબ્દ વાપરવામાં આવ્યો છે. એ કદાચ હેરાનગતિ કરતા લોકોને અથવા નુકસાન કરતી બાબતોને દર્શાવે છે. (ગણ ૩૩:૫૫; નીતિ ૨૨:૫; હઝકી ૨૮:૨૪) જૂઠા પ્રેરિતો અને અમુક લોકો પાઊલની સેવાનો વાંક કાઢ્યા કરતા અને તે પ્રેરિત નથી એવું કહેતા. એટલે પાઊલે જ્યારે કહ્યું કે પોતાના “શરીરમાં કાંટો” છે ત્યારે તે કદાચ એવા લોકોની વાત કરતા હતા. બીજું શું હોઈ શકે જે પાઊલના ‘શરીરમાં કાંટા’ જેવું હતું? એ વિશે આ કલમો જુઓ.
તમારા ‘શરીરમાં કયો કાંટો’ છે?
એ સહેવા તમે કઈ રીતે યહોવા પર આધાર રાખી શકો?