વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ જૂન પાન ૭
  • સમજદારીથી મનોરંજન પસંદ કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સમજદારીથી મનોરંજન પસંદ કરો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • યહોવાને પસંદ પડે એવું મનોરંજન માણો
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • સારું મનોરંજન કેવી રીતે પસંદ કરશો?
    ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
  • હિતકર મનોરંજન તમે મેળવી શકો છો
    સજાગ બનો!—૧૯૯૭
  • ફક્ત યહોવાની જ ભક્તિ કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ જૂન પાન ૭

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સમજદારીથી મનોરંજન પસંદ કરો

આપણે કેમ સમજી-વિચારીને મનોરંજન પસંદ કરવું જોઈએ? કેમ કે આપણી પસંદગીથી જોવા મળશે કે આપણે દિલમાં શું ભરીએ છીએ. આપણે કોઈ ફિલ્મ જોઈએ, ગીત સાંભળીએ, વેબસાઈટ પર જઈએ, પુસ્તક કે લેખ વાંચીએ અથવા વીડિયો ગેમ રમીએ ત્યારે, એની અસર આપણા વાણી-વર્તન પર થાય છે. દુઃખની વાત છે કે, દુનિયાના મોટા ભાગના મનોરંજનમાં એવી બાબતો છે જેને યહોવા ધિક્કારે છે. (ગી ૧૧:૫; ગલા ૫:૧૯-૨૧) એટલે જ, બાઇબલ વિનંતી કરે છે કે યહોવાને મહિમા મળે એવી બાબતો પર મન પરોવીએ.—ફિલિ ૪:૮.

મારે કેવું મનોરંજન પસંદ કરવું જોઈએ? વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • પ્રાચીન રોમમાં રમાતી ક્રૂર રમત

    આજનું અમુક મનોરંજન કઈ રીતે પ્રાચીન રોમમાં રમાતી ક્રૂર રમતો જેવું જ છે?

  • એક પાયોનિયર ભાઈ તેમનાથી નાના બીજા એક ભાઈ સાથે પ્રચારમાં

    મંડળનાં ભાઈ-બહેનો કઈ રીતે યુવાનોને યોગ્ય મનોરંજન પસંદ કરવા મદદ કરી શકે?

  • એક સૈનિક

    મનોરંજનની પસંદગી વિશે રોમનો ૧૨:૯માંથી શું શીખવા મળે છે?

  • યુવાન ભાઈઓ ફૂટબોલ રમે છે

    તમારા વિસ્તારમાં કેવું સારું મનોરંજન છે? દાખલા આપો.

મનોરંજન જુઓ છો કે એમાં ભાગ લો છો?

આજે મોટા ભાગનું મનોરંજન એ રીતે તૈયાર કરવામાં આવે છે જેમાં વ્યક્તિએ બેસીને આનંદ માણવાનો હોય છે. જેમ કે, ફિલ્મ કે ટીવી પ્રોગ્રામ જોવા, પુસ્તક વાંચવું, વગેરે. એ બધા પાછળ રચનારની કલ્પના હાય છે, નહિ કે એને જોનાર કે વાંચનારની. આવું મનોરંજન જોવું ખોટું નથી. પણ ઘણાને એવું મનોરંજન પસંદ છે, જેમાં તેઓ પોતે ભાગ લઈ શકે છે. દાખલા તરીકે, અમુકને સંગીતના વાજિંત્રો વગાડવાનો કે ચિત્રો દોરવાનો શોખ હોય છે. તો બીજાઓને સ્વિમિંગ કરવું ગમે છે અથવા બેડમિન્ટન કે ક્રિકેટ જેવી રમતો રમવી પસંદ છે. ચાલો આપણે હંમેશાં એવું મનોરંજન પસંદ કરીએ, જેનાથી ‘ઈશ્વરને મહિમા મળે.’—૧કો ૧૦:૩૧.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો