યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ઈશ્વરભક્તિ સામે શરીરની કસરત
શું કસરત કરવાથી કોઈ લાભ થાય છે? હા. પણ એની સરખામણીમાં યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત કરવા જે સમય આપીએ એનાથી વધારે લાભ થાય છે. (૧તિ ૪:૮) તેથી યહોવાના ભક્તોએ રમત-ગમત પ્રત્યે યોગ્ય વલણ રાખવું જોઈએ.
આ વ્હાઇટબૉર્ડ એનિમેશન વીડિયો જુઓ: રમત-ગમત વિશે શું યાદ રાખશો? પછી આ સવાલોના જવાબ આપો:
૧. રમત-ગમત કેવી આવડત કેળવવા મદદ કરે છે?
૨. અમુક રમત સારી છે કે ખરાબ, એ પારખવા કઈ ત્રણ બાબતો આપણને મદદ કરશે?
૩. કઈ રમતમાં ભાગ લઈ શકીએ અને જોઈ શકીએ એ નક્કી કરવા ગીતશાસ્ત્ર ૧૧:૫ આપણને કઈ રીતે મદદ કરે છે?
૪. રમત રમતી વખતે ફિલિપીઓ ૨:૩ અને નીતિવચનો ૧૬:૧૮ આપણને શું યાદ રાખવા મદદ કરશે?
૫. કોઈ રમત જોવા કે રમવામાં વધારે પડતો સમય ન બગાડીએ, એ માટે ફિલિપીઓ ૧:૧૦ આપણને કઈ રીતે મદદ કરે છે?