બાઇબલમાં રહેલો ખજાનો | તિતસ ૧–ફિલેમોન
‘વડીલો નીમો’
પાઊલે તિતસને જણાવ્યું કે તે “શહેરે-શહેર વડીલો નીમે.” બાઇબલનું એ માર્ગદર્શન ધ્યાનમાં રાખીને આજે સરકીટ નિરીક્ષકો મંડળમાં વડીલો અને સહાયક સેવકો નીમે છે.
નિયામક જૂથ
પહેલી સદીમાં જે રીતે વડીલોને નીમવામાં આવતા હતા એ ધ્યાનમાં રાખીને, નિયામક જૂથે વડીલો અને સહાયક સેવકોને નીમવાની ભારે જવાબદારી સરકીટ નિરીક્ષકોને સોંપી છે.
સરકીટ નિરીક્ષકો
મંડળના વડીલો યોગ્ય ભાઈઓને નીમવા માટે સરકીટ નિરીક્ષકને ભલામણ કરે છે. દરેક સરકીટ નિરીક્ષકે ધ્યાનથી અને પ્રાર્થના કરીને તેઓની લાયકાતો તપાસવી જોઈએ. પછી જ યોગ્ય ભાઈને નીમવાજોઈએ.
વડીલો
વડીલ બન્યા પછી પણ ભાઈઓએ બાઇબલમાં જણાવેલી લાયકાતો પ્રમાણે કરતા રહેવું જોઈએ.