યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવા શુદ્ધ લોકોને પ્રેમ કરે છે
“હાથ ધો. રૂમ સાફ કર. કચરો વાળી નાખ. નકામી વસ્તુઓ ફેંકી દે.” આવું કહીને ઘણાં માતા-પિતા પોતાનાં બાળકોને શીખવે છે કે, કેવી રીતે શુદ્ધ રહેવું. યહોવા પોતે પવિત્ર છે. તેમણે આપણને શુદ્ધ રહેવા વિશે નિયમો આપ્યા છે. (નિર્ગ ૩૦:૧૮-૨૦; પુન ૨૩:૧૪; ૨કો ૭:૧) આપણા શરીરને અને વસ્તુઓને સાફ રાખીએ છીએ ત્યારે, આપણે યહોવાને માન આપીએ છીએ. (૧પી ૧:૧૪-૧૬) આપણા ઘર અને આંગણા વિશે શું? લોકો રસ્તા પર અને બગીચામાં કચરો ફેંકે છે. પણ સાચા ઈશ્વરભક્તો પૃથ્વીને પોતાનું ઘર માને છે, એટલે ગમે ત્યાં કચરો ફેંકતા નથી. (ગી ૧૧૫:૧૬; પ્રક ૧૧:૧૮) નાની નાની વસ્તુઓમાં પણ એ દેખાઈ આવવું જોઈએ. જેમ કે, ચોકલેટના રેપર, સોડાની બાટલીનાં બુચ કે પછી ચ્યુંગમ ક્યાં નાખીએ છીએ? જીવનના દરેક પાસામાં આપણે એ ‘બતાવી આપીએ છીએ કે આપણે ઈશ્વરના સેવકો છીએ.’—૨કો ૬:૩, ૪.
આ વીડિયો જુઓ ઈશ્વર શુદ્ધ લોકોને પ્રેમ કરે છે અને પછી નીચેના સવાલોના જવાબ આપો:
અમુક લોકો પોતાની વસ્તુઓને સાફ ન રાખવા કેવાં બહાનાં કાઢે છે?
મુસાના નિયમમાંથી કઈ રીતે શુદ્ધતા વિશે યહોવાના વિચારો જાણવા મળે છે?
ફક્ત વાણીથી નહિ, પણ આપણા કાર્યોથી કેવી રીતે યહોવા વિશે સાક્ષી આપી શકીએ?
યહોવાને ગમે છે એવી શુદ્ધતા જાળવવા હું પોતે શું કરી શકું?