બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૧૨-૧૪
એક કરારથી બધાને અસર થાય છે
યહોવાએ ઈબ્રાહીમ સાથે એક કરાર કર્યો હતો. ઈસુ અને તેમના સાથીઓ સ્વર્ગમાંથી રાજ કરશે એનો એ પુરાવો હતો
ઈ.સ. પૂર્વે ૧૯૪૩માં કનાન જતી વખતે ઈબ્રાહીમે યુફ્રેટિસ નદી પાર કરી ત્યારથી એ કરારની શરૂઆત થઈ
મસીહનું રાજ્ય ઈશ્વરના દુશ્મનોનો નાશ કરશે અને પૃથ્વીના બધા લોકો પર આશીર્વાદો લાવશે ત્યાં સુધી એ કરાર રહેશે
ઈબ્રાહીમે અડગ શ્રદ્ધા બતાવી એટલે યહોવાએ તેમને આશીર્વાદો આપ્યા. યહોવાએ આપેલાં વચનોમાં શ્રદ્ધા બતાવીશું તો, એ કરારથી આપણને કયા આશીર્વાદો મળશે?