યહોવાના સેવકો તરીકે આપણું જીવન
બ્રૉડકાસ્ટિંગનાં ગીતોથી તમે શું શીખી શકો?
બ્રૉડકાસ્ટિંગનાં કયા ગીતો તમને ગમે છે? એ તમને કેમ ગમે છે? શું તમને લાગે છે કે એના વીડિયોમાં રોજબરોજના જીવન વિશે બતાવવામાં આવ્યું છે? એ ગીતો અલગ અલગ વિષય પર હોય છે અને એમાં જુદું જુદું સંગીત વાપરવામાં આવે છે. એટલે એ ગીતોમાં કંઈક ને કંઈક એવું હોય છે, જે લોકોનાં દિલને સ્પર્શી જાય છે. બ્રૉડકાસ્ટિંગનાં ગીતો અને સંગીતના વીડિયો ફક્ત મનોરંજન માટે જ હોતાં નથી. એમાં બીજું ઘણું સમાયેલું હોય છે.
બ્રૉડકાસ્ટિંગના દરેક ગીતમાંથી ઘણું શીખવા મળે છે, જે આપણે પોતાના જીવન અને સેવાકાર્યમાં વાપરી શકીએ છીએ. અમુક ગીતો મહેમાનગતિ, એકતા, મિત્રતા, હિંમત, પ્રેમ અથવા શ્રદ્ધા વિશે હોય છે. અમુક ગીતો આ વિષયો પર હોય છે: યહોવા પાસે પાછા આવવું, માફી આપવી, રોજબરોજના જીવનમાં વફાદારી જાળવવી અને યહોવાની ભક્તિમાં વધારે કરવાની તક શોધવી. એક બ્રૉડકાસ્ટિંગના ગીતમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ફોનના ઉપયોગ વિશે યોગ્ય વલણ રાખવું જોઈએ. બ્રૉડકાસ્ટિંગનાં ગીતોમાંથી તમને બીજું શું શીખવા મળ્યું?
બસ થોડી જ વાર છે બાકી! બ્રૉડકાસ્ટિંગના ગીતનો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો: