યહોવાના સેવકો તરીકે આપણું જીવન
શું તમે તૈયાર છો?
જો તમારા વિસ્તારમાં કુદરતી આફત આવે, તો એનો સામનો કરવા શું તમે તૈયાર છો? ધરતીકંપ, ભયંકર તોફાન, જંગલમાં લાગતી આગ અને પૂર ગમે ત્યારે આવી શકે છે અને એનાથી ભારે નુકસાન થાય છે. એ સિવાય આતંકવાદીઓના હુમલા, હુલ્લડો, રોગચાળો ગમે ત્યાં અને ગમે એ જગ્યાએ શરૂ થઈ શકે છે. (સભા ૯:૧૧) એવું ક્યારેય ન વિચારીએ કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આવી આફતો નહિ આવે.
કોઈ પણ આફતનો સામનો કરવા આપણાથી બનતું બધું કરવું જોઈએ. (નીતિ ૨૨:૩) ખરું કે મુશ્કેલ સંજોગોમાં યહોવાનું સંગઠન આપણી મદદ કરે છે. પણ, આફતનો સામનો કરવો એ આપણી જવાબદારી છે.—ગલા ૬:૫.
કુદરતી આફતનો સામનો કરવા શું તમે તૈયાર છો? વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
યહોવા સાથે મજબૂત સંબંધ કેળવ્યો હશે તો કઈ રીતે મુશ્કેલ સંજોગમાં આપણને મદદ મળી શકે?
શા માટે એ મહત્ત્વનું છે કે . . .
• આફત પહેલાં, આફતના સમયે અને એ પછી વડીલોના સંપર્કમાં રહીએ?
• જીવન જરૂરી વસ્તુઓની બેગ તૈયાર રાખીએ?—g૧૭.૫-E ૬
• આપણે ચર્ચા કરીએ કે આપણા વિસ્તારમાં કેવી આફતો આવી શકે અને એ સમયે શું કરી શકીએ?
આફતોનો ભોગ બનેલા લોકોને આપણે કઈ ત્રણ રીતોથી મદદ કરી શકીએ?